Entertainment

કંગના રનૌતએ ઇન્સ્ટા પર સિદ્ધાર્થ અને કિઆરાનો વીડિયો મૂક્યો અને કહ્યું…!

મુંબઈ: બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિઆરા અડવાણીના (Kiara Advani) લગ્ન સેરેમનીની શરૂઆત આજથી એટલે કે 4 ફેબ્રુઆરીથી થઇ ગઈ છે. આ જોડીને બોલીવૂડની સૌથી હોટ જોડી માનવામાં આવે છે. ઘણી અફવાઓ બાદ હવે આ બન્ને કપલ લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે કપલના લગ્નની ચર્ચા વચ્ચે બોલિવુડ એક્ટર કંગના રનૌતે એક ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી મૂકી કિઆરા અને સિદ્ધાર્થના ચાહકોને ખુશ કરી દીધા છે.

શું છે કંગના રનૌતની ઇન્સ્ટ્રા સ્ટોરી ?
બોલીવૂડ એક્ટર કંગના રનૌત સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હંમેશા અપડેટ રહે છે. કોઈના કોઈ મુદ્દાને લઈને કંગના હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે કંગના રનૌતએ પોતાની ઇન્સ્ટ્રા સ્ટોરી પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનો એક વિડિઓ શેર કર્યો છે. આ વિડિઓ કંગનાએ પોતાની સ્ટોરીમાં શેર કરી લખ્યું કે “આ બન્નેની જોડી કેટલી શાનદાર છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ જ આવો સાચો પ્રેમ જોવા મળે છે. આ બન્ને એક સાથે ખુબ જ સુંદર દેખાઈ રહયા છે.” કંગનાની આ સ્ટોરી ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ સાથે કહી શકાય કે ભલે સિદ્ધાર્થ અને કિયારાએ પોતાના લગ્નની વાત તેમના ચાહકોને કહી ન હોય પરંતુ કંગનાએ તેમના રિલેશનશીપને ઓફિશ્યલી જાહેર કરી દીધી છે.

6 ફેબ્રુઆરી પર થશે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્ન
બૉલીવુડના ક્યૂટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્ન સેરેમનીની શરૂઆત 5 ફેબ્રુઆરીથી શરુ થઇ જશે. સિદ્ધાર્થ અને કિઆરા 6 ફેબ્રુઆરીએ સાત ફેરા ફરશે, જ્યારે 7 ફેબ્રુઆરીએ ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે. કિઆરા અને સિદ્ધાર્થના રિસેપ્શનમાં ઘણા બોલિવુડ સ્ટાર હાજરી આપશે. લગ્નની તાડામાર તૈયારીઓ વચ્ચે કિઆરાના ચાહકો કિઆરાને દુલ્હનના લુકમાં જોવા માટે આતુર બન્યા છે. વેલ એતો લગ્ન અને રિસેપ્શનની તસ્વીરો સામે આવ્યા બાદ જ જાણી શકાશે કે કિઆરાનો બ્રાઈડલ લુક કેવો હશે.

દરરોજનું ભાડું 1થી2 કરોડ રૂપિયા છે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્ન માટે જેસલમેર પેલેસ હોટલમાં 80 રૂમ બુક કરવામાં આવ્યા છે. જેમનું એક દિવસનું ભાડું 1થી 2 કરોડ છે. આ ઉપરાંત 70 લક્ઝુરિયસ કાર જેવી કે મર્સિડિઝ, BMW, જગુઆર મહેમાનો માટે ભાડે લેવામાં આવી છે. લગ્ન બાદ સિદ્ધાર્થ તથા કિઆરા બે રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરશે. એક દિલ્હીમાં તથા એક મુંબઈમાં યોજવામાં આવશે. મુંબઈની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવશે. તો જો સિક્યોરિટી વિશે વાત કરવામાં આવે તો, શાહરુખ ખાનના પૂર્વ બોડીગાર્ડને આ ગ્રાન્ડ વેડિંગની સિક્યોરિટીની જવાબદારી સોંપવામાં આવી છે.

Most Popular

To Top