Dakshin Gujarat

ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાઈ બબીતા પણ પોલીસે અક્ષયકુમારને વોન્ટેડ જાહેર કર્યો

હથોડા: પાલોદ (Palod) પોલીસે કોઠવા ગામે મહિલા (Woman) બુટલેગરના (Bootlegger) ઘરમાંથી રૂ.38,000નો દારૂ ઝડપી કાર્યવાહી કરી હતી.પોલીસ (Police) દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં મહિલા બુટલેગર દારૂ સાથે રંગે હાથો ઝડપાઇ ગઈ હતી જોકે તેની સાથેનો અન્ય બુટલેગર ફરાર થઇ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.પ્રાપ્ત જાણકારી મુજબ પાલોદ પોલીસને બાતમી મળી હતી કે, કોઠવા ગામે આદિવાસી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર બબીતા લલ્લુ વસાવાએ પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. આથી પાલોદ પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં ઘરમાંથી રૂ.38 હજારનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત મહિલા બુટલેગર બબીતા વસાવાની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર મહિલા બુટલેગરના પુત્ર અક્ષયકુમાર તેમજ એક અજાણ્યા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

એલસીબી પોલીસે નોગામા ગામેથી દારૂ ભરેલ ઇનોવા કાર ઝડપી પાડી
ધેજ: નવસારી એલસીબી પોલીસે નોગામા ગામેથી દારૂ ભરેલ ઇનોવા કાર ઝડપી પાડી રૂ.૧૨.૬૪ લાખના મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી.બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇનોવા કાર નં:જીજે-૧૫-સીએલ-૩૬૬૫ માં દમણ થી દારૂ ભરી પારડી,વલસાડ,ચીખલી થઈ બારડોલી સુરત તરફ જનાર છે.જે હકીકત બાતમીના આધારે એસલીબી પોલીસે આલીપોર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી મુજબની ઇનોવા કાર આવતા જેને ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોલીસને જોઈ પોતાના કબ્જાની કાર હંકારી ડિવાઈડર સાથે અથડાવી દઈ ટાંકલ તરફ દોડાવતા એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી નોગામા ગામની સીમમાં કંકુબા પેટ્રોલ પંપ કારને અટકાવતા કારનો ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો.

ત્રણ જેટલા બુટલેગર પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર
પોલીસે કારની તલાસી લેતા અંદારથી વિદેશી દારૂ તેમજ ઇનોવા કારની કિં.રૂ-૧૦ લાખ,એક મોબાઈલ મળી કુલ્લે રૂ.૧૨,૬૪,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કારમાં બેસેલ વિક્કી ભરતભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે ઇનોવા કારનો ચાલક ક્લીક તેમજ દારૂનો જથ્થો ભરાવી આપનાર સુજીત પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર તથા બ્લેક કલરની ફોર્ચ્યુનર કારથી પાઈલોટિંગ કરનાર કેયુર ભંડારી એમ ત્રણ જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી ગુનાની તપાસ ગણદેવી પીએસઆઇ-સાગરભાઈ આહીર કરી રહ્યા છે

Most Popular

To Top