World

પાકિસ્તાને LOC પાસે ડ્રોન સેન્ટર કાર્યરત કર્યા, ગુપ્તચર એજન્સીનો રીપોર્ટ

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 15મી ઓગસ્ટને લઈ આતંકવાદી હુમલા(terrorist attack)નો ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને દિલ્હીમાં એલર્ટ આપવામાં આવ્યું કે. ત્યારે આ બધા વચ્ચે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. મળતી માહિતી મુજબ, નાપાક ઇરાદા સાથે પાકિસ્તાન(Pakistan) એલઓસી(LOC) પર છ ડ્રોન(Drone) ઓપરેટિંગ સેન્ટર(Operating Center) ચલાવી રહ્યું છે. પાકિસ્તાની રેન્જર્સ અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ચીન(China)ની પણ મદદ રહેલી છે.

ત્રાસવાદી દ્વારા કરાયો હતો ઉરી જેવો હુમલો કરવાનો પ્રયાસ
આ સેન્ટરમાં રહેલુ ટીબી – 2 ડ્રોન 70 કિલો વજન ઉપાડીને ઉડાણ ભરી શકે છે. જે ખતરનાક બાબત છે. આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવે છે. એલઓસી પર છ સ્થળો પર પાકિસ્તાને ડ્રોન સેન્ટર ખુલ્લા રાખ્યા છે. ભારતને વધારે તકેદારી સરહદ પર રાખવાની જરૂર છે. કારણ કે ત્રાસવાદીઓ હજુ પણ હુમલાના પ્રયાસમાં રહેલા છે. આર્મી કેમ્પમાં ઘુસીને ગુરૂવારના દિવસે જ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા. સાથે સાથે બંને આત્મઘાતી હુમલાખોરોને ઠાર કરી દેવામાં આવ્યા હતા. ઉરી જેવો હુમલો કરવાનો પ્રયાસ ત્રાસવાદી દ્વારા કરાયો હતો. હુમલા બાદ એલર્ટની જાહેરાત કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં અને દેશના અન્ય માગોમાં હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે.

પાકિસ્તાની મોટા ત્રાસવાદી હુમલાને આપી શકે છે અંજામ
ક્લમ 370ની નાબુદીના ત્રણ વર્ષ બાદ પાકિસ્તાન સતત પરેશાન છે. તેની કોઇ પણ યોજના સફળ સાબિત થઇ રહી નથી. કાશ્મીરને લઇ ભારત સરકારના નિર્ણયથી ઉશ્કેરાયેલા પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના ચક્કરમાં છે. હુમલાના સતત પ્રયાસોમાં રહેલા પાકિસ્તાની ત્રાસવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. રાજ્યમાં સેના, એરફોર્સ સહિત તમામ સુરક્ષા દળોને હાઈએલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે અધિકારિક સો અનુસાર પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જુથો ખીણમાં હુમલો કરવાના પ્રયત્ન કરી શકે છે. ખીણમાં ઝડપથી સુધારતી પરિસ્થિતિથી પાકિસ્તાનની પરેશાની વધતી જાય છે. સરહદ પર સતર્ક ભારતીય જવાનો અનેક ઘુસણખોરો અને પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી ચુકી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવા અને રાજ્યની ફેરરચના બાદ પાકિસ્તાન ભારે પરેશાન છે.

તમામ સુરક્ષ દળોને એલર્ટ રહેવા સુચન
ગુપ્તચર સુત્રો અનસાર પાકિસ્તાન એક બાજુ આ મુદ્દાને યુએનમાં લઇ ગયું છે તો બીજી બાજુ કાશ્મીરમાં હુમલા અને અરાજકતા ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. રાજ્યમાં તૈનાત જવાનો સંપૂર્ણપણે એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને ઘાટીમાં સ્થિતિ બગાડવા માટે પાકિસ્તાન અને તેના પર ઉછરી રહેલા આતંકવાદી જૂથો મોટા સ્તરે ગરબડ ફેલાય તેવી આશંકા છે. આથી તમામ સુરક્ષ દળોને એલર્ટ રહેવા જણાવાયું છે.

Most Popular

To Top