ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદના સરાદર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Airport) ખાતેથી રેવન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે સોનાની દાણચોરી કરતી 10 સભ્યોની ગેંગને ઝડપી લીધી...
રાજકોટઃ (Rajkot) ગુજરાતના રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા TRP ગેમિંગ ઝોનમાં (Gaming Zone) ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે 24 લોકોના...
સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના (Loksabha Election) છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે આજે 25 મેના રોજ...
લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) માટે અત્યાર સુધીમાં કુલ છ તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ચૂંટણી પંચે (Election Commission)...
સુરત: ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યના લગભગ દરેક શહેર, જિલ્લામાં દારૂ વેચાય અને પીવાય છે અને એટલે જ રાજ્યમાં ચોરીછુપીથી દારુ ઘુસાડવાના...
હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ બોલિવૂડના (Bollywood) એક પ્રખ્યાત ફિલ્મ નિર્દેશકનું (Director) નિધન...
દાંતની યોગ્ય સારવારના અભાવે દર્દીએ હોબાળો મચાવ્યો : ડોકટરે કહ્યું , બધા આ રીતે કરશે તો દુનિયા નો કોઈપણ ડોક્ટર કોઈ પેશન્ટને...
કેરળ: વિશ્વભરમાં ગૂગલ મેપની સર્વિસ એ ખૂબ લોકપ્રિય છે. લગભગ તમામ વાહનચાલકોએ ક્યારેક ને ક્યારેક અજાણ્યા રસ્તા પર આગળનો માર્ગ શોધવા માટે...
ભારતના લોગો આ દિવસોમાં હવામાનની અસરનો સામનો કરી રહ્યાં છે. ભારતના ઉત્તરીય વિસ્તારોમાં હિટવેવ (Heat Wave) અને ગરમીનું તિવ્ર મોજું છે. બીજી...
એએચટીયુની ટીમે દરોડો પાડી બાળ મજૂરોને મુક્ત કરાવ્યા.માંજલપુર નજીક અલવાનાકા વિસ્તારના મકાનમાં બાળ મજૂરી કરાવતા બે વેપારીઓની અટકાયત કરી હતી. પોલીસે બે...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં (LokSabha Election 2024) છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન પાકિસ્તાનની એન્ટ્રી થઈ હતી. અસલમાં પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ મંત્રી ચૌધરી...
છત્તીસગઢ: છત્તીસગઢના (Chhattisgarh) બેમેતરા જિલ્લામાં શનિવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં બેરલાની દારુગોળાની ફેક્ટરીમાં (Gunpowder Factory) મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં...
નવી દિલ્હી: કોલકાતાની અભિનેત્રી અનસૂયા સેનગુપ્તાએ કાન્સમાં ઈતિહાસ રચ્યો છે. આ ઈવેન્ટમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારી તે પહેલી ભારતીય અભિનેત્રી બની છે....
પાટલીપુત્ર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે સાતમા તબક્કાની ચૂંટણી (Election) માટે પાટલીપુત્ર સંસદીય મતવિસ્તારમાં બિક્રમ કૃષિ ફાર્મ હાઉસમાં એક જનસભાને...
સુરત: વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને મદદ માટે રોકી છેડતી કરનાર 25 વર્ષના...
નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ ટીમના (Mumbai Indians Team) કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચ (Natasha Stankovich) સબંધો હાલ...
પ્રતિનિધિ વડોદરા તા. 25 ઉંડેરા વિસ્તારમાં બંધ શાળાના મકાનમાં રહેતા વચ્ચે પરપ્રાંતિય યુવકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં એક યુવકે...
તરવૈયાઓએ બંનેના મૃતદેહો બહાર કાઢી શિનોર પોલીસને સોપ્યા વડોદરાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં 25 લોકોના ગૃપના બે યુવાનો ડૂબી...
સુરત: મહિધરપુરાના મધ્યમવર્ગીય પરિવારમાં બનેલા કિસ્સાએ સમાજમાં ભારે ચકચાર જગાવી છે. આઠ દિવસ પહેલાં અચાનક ગાયબ થયેલી 19 વર્ષીય દીકરીને મા-બાપ શોધી...
નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં (South Korea) તીરંદાજી વર્લ્ડ કપનું (Archery World Cup) આયોજન કરવામાં આવ્યં હતું. જેમાં ભારતીય મહિલા ટીમે (Indian women’s...
સુરત : શ્રીલંકાથી અમદાવાદ એરપોર્ટ પર પકડાયેલા આઇએસઆઇના ચાર આતંકવાદીઓની હાલમાં એટીએસ , અમદાવાદ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં...
સુરત: સુરત શહેરમાં વીજકંપનીને સ્માર્ટ મિટરોનાં મુદ્દે પ્રંચડ ઝટકો લાગ્યો છે. વીજકંપનીએ સલૂકાઇથી સામાન્ય માણસોને ટાર્ગેટ કરી મિટર ગોઠવી દીધા હતા. પરંતુ...
નવી દિલ્હી: પૂણે પોર્શ કાર (Pune Porsche car) હિટ એન્ડ રન કેસમાં (Hit and run case) પોલીસે સગીર આરોપીના દાદાની ધરપકડ કરી...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના સાત તબક્કાના મતદાન પૈકી આજે છઠ્ઠાં તબક્કાનું મતદાન વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. આજે છઠ્ઠા...
અમદાવાદ : ગુણવત્તા-કેન્દ્રિત અને મૂલ્ય-આધારિત પેકેજ્ડ વોટર કંપની, ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા ત્રણ ડિજિટલ વિડિયો કમર્શિયલ (DVC) ની આકર્ષક નવી શ્રેણી શરૂ...
છુટાછેડા લઇ લીધી હોવાની કોર્ટની બોગસ અરજી બતાવી યુવતી સાથે રજિસ્ટર મેરેજ કર્યાં આપણે ભાગી જઇને તેમ કહી મહારાષ્ટ્ર લઇ ગયા બાદ...
ગાઝાના રફાહમાં પેલેસ્ટાઈનીઓના નરસંહારને લઈને સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતે (ICJ) ઈઝરાયેલને મોટો આદેશ આપ્યો છે. ICJએ ઇઝરાયલને ગાઝાના દક્ષિણી શહેર રફાહમાં તરત...
સુરત: હિટ વેવ વચ્ચે શહેરમાં અચાનક બેભાન થઈ જતાં 7 લોકોના મોત થયા હતા. યુવાથી લઈને વૃદ્ધ સુધીના લોકો કોઈને કોઈ કારણસર...
નવસારી, બીલીમોરા : ધમડાછા ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે એક ટ્રકમાં આગ લાગી હતી. જેથી ફાયર...
વાપી: (Vapi) સુરતમાં રહેતી અને વકીલાત કરતી ગર્ભવતી પત્નીને (Wife) બલીઠામાં આવેલી હોસ્પિટલના પાર્કિંગમાં પતિ અને નણંદે ઝઘડો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદના સરાદર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Airport) ખાતેથી રેવન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે સોનાની દાણચોરી કરતી 10 સભ્યોની ગેંગને ઝડપી લીધી છે, એટલું જ નહીં આ ગેંગ પાસેથી 7.75 કરોડની કિંમતનું 10.32 કિલો દાણચોરીનુ સોનું જપ્ત કરી લીધુ છે. આ ગેંગ મૂળ તો ચેન્નાઈની છે એટલું જ નહીં અમદાવાદના એરપોર્ટ સર્કલ પાસે આવેલી એક હોટેલમાંથી સોનાની દાણચોરીનો કારોબાર ચાલી રહ્યો હતો. દાણચોરીનું સોનુ સલામત રીતે બહાર નીકળી જાય તે પછી તેને મુંબઈ તથા ચેન્નાઈ મોકલી દેવામાં આવતુ હતું. જયારે દાણચોરીનું સોનુ દુબઈ તથા અબુધાબીથી લાવવામાં આવતુ હતું.
રેવન્યૂ ઇન્ટેલિજન્સને બાતમી મળી હતી કે, અબુધાબીથી આવનાર બે પ્રવાસીઓ દાણચોરીનું સોનુ લાવી રહ્યાં છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય વિમાની મથકે વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન અબુધાબીથી આવેલી ફલાઈટમાં બે શકમંદ પ્રવાસી આવ્યા હતા. તેઓને લેવા માટે પણ બે વ્યકિત્ત આવી હતી. તેઓ એરપોર્ટથી બહાર નીકળીને એક હોટેલ તરફ જતા હતા તે દરમ્યાન ચારેયને રેવન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે ઝડપી લીધા હતા. તેઓની પાસેથી 3.36 કિલો દાણચોરીનું સોનુ મળી આવતા તે જપ્ત કરી લેવાયું હતું. આ સોનુ અબુધાબીથી આવેલા પ્રવાસીઓએ પોતાના અંડર ગારમેન્ટમાં પેસ્ટ સ્વરૂપે છુપાવ્યુ હતું. ત્યાર બાદ તેમની પુછપરછ દરમ્યાન એવી વિગતો મળી હતી કે સવારથી વહેલી ફલાઈટમાં આવેલા પ્રવાસી પૈકી એક વ્યકિત્ત વંદે ભારત ટ્રેનમાં મુંબઈ જવા નીકળી ગયો છે. જેના પગલે મુંબઈમાં બોરીવલી સ્ટેશન પર આ પ્રવાસીને ઝડપી લઈને તેની પાસેથી 2.5 કિલો દાણચોરીનું સોનુ જપ્ત કર્યું હતું.
વધુ પુછપરછ દરમ્યાન આ ગેંગનો વધુ સાગરીત દુબઈની ફ્લાઈટમાં આવ્યો કે તુરંત જ ઝડપી લેવાયો હતો. તેની પાસેથી વધુ 5.5 કિલો દાણચોરીનું સોનુ મળી આવતાં તે જપ્ત કરી લેવાયું હતું. આ રીતે મૂખ્ય સૂત્રધાર સહિત 10 જેટલા ગેંગ મેમ્બરોની ધરપકડ કરી લેવાઈ છે. આ ચેન્નાઈની ગેંગ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ચારેક માસથી સોનાની દાણચોરીનું ઓપરેશન શરૂ કર્યુ હતું, આ ગેંગ દ્વારા દુબઈ તથા અબુધાબીથી દાણચોરીનું સોનુ મહિલા કે પુરૂષ દ્વારા પોતાના અંન્ડર ગારમેન્ટમાં પેસ્ટ સ્વરૂપે છુપાવીને લાવવામાં આવતું હતું.
રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓની ટીમ દ્વારા ચેન્નાઈ સ્થિત આ ગેંગના સભ્યોની સધન પુછપરછ હાથ ધરવામાં આવતા બાહર આવેલી વિગતો મુજબ, આ ગેંગ તમિલનાડુના પ્રવાસીઓનો ઉપયોગ કરીને દાણચોરીનું સોનુ લાવતી હતી. જયારે તેનો સૂત્રધાર અમદાવાદ એરપોર્ટ સર્કલ પરની હોટેલમાં રહેતો હતો. જેવુ સોનુ એરપોર્ટની બહાર સલામત આવી જાય એટલે તુરંત જ તેને મુંબઈ મોકલી દેવાતુ હતું.