World

પાકિસ્તાની નેતાએ કર્યું કેજરીવાલનું સમર્થન, દિલ્હીના મુખ્યમંત્રીએ આપ્યો સરસ જવાબ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં (LokSabha Election 2024) છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન પાકિસ્તાનની એન્ટ્રી થઈ હતી. અસલમાં પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને (Chaudhry Fawad Hussain) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) જાહેરમાં સમર્થન આપ્યું હતું તેમજ તેમણે કેજરીવાલના સમર્થનમાં પોતાના એક્સ હેન્ડલ ઉપર પોસ્ટ કરી હતી.

શનિવારે 25 મે, 2024 ના રોજ બપોરે ચૌધરી ફવાદ હુસૈને X (અગાઉ ટ્વિટર) પર આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલની તરફેણમાં પોસ્ટ કરી હતી. અસલમાં વોટિંગ બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ તેમના પરિવાર સાથે વોટિંગનો ફોટો શેર કર્યો હતો. આ ફોટાને રી પોસ્ટ કરતા પાકિસ્તાની નેતાએ ટ્વીટ કરી હતી કે શાંતિ અને સદ્ભાવનાએ ભારતમાં નફરત અને ઉગ્રવાદની શક્તિઓને હરાવવી જોઈએ.

વિપક્ષી ભારત ગઠબંધનના બેનર હેઠળ આવતી AAPને પાકિસ્તાનના નેતાનું સમર્થન મળ્યા પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિલ્હી એકમે આ બાબતને મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપે એક્સ પર દિલ્હી બીજેપીના હેન્ડલ કે જેના અધ્યક્ષ હાલમાં વીરેન્દ્ર સચદેવા છે તેમણે AAPને ઘેરી લીધું અને કહ્યું, “અરવિંદ કેજરીવાલની તરફેણમાં વોટ કરવાની આ પાકિસ્તાનની અપીલ છે. દિલ્હીના લોકો અને દેશવાસીઓ, ગૃહમંત્રી અમિત શાહના શબ્દોનો પુરાવો જુઓ. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલના મોટા ભાગના સમર્થકો પાકિસ્તાનના છે તેનો બીજો પુરાવો છે, હજુ પણ સમય છે, સમજદારીપૂર્વક મત આપો!’

દિલ્હી બીજેપીના પોસ્ટ પછી અરવિંદ કેજરીવાલે પાકિસ્તાનના પૂર્વ મંત્રીને જવાબ આપતા કહ્યું હતું કે, “ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો આંતરિક મુદ્દાઓને સંભાળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. તમારા ટ્વીટની કોઈ જરૂર નથી. આ સમયે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, તમે તમારા દેશની સંભાળ રાખો.’

દિલ્હીના સીએમની પ્રતિક્રિયા પછી, ચૌધરી ફવાદ હુસૈને જવાબ પોસ્ટમાં કહ્યું, “મુખ્યમંત્રી સાહેબ! વાસ્તવમાં ચૂંટણી પ્રચાર તમારો અંગત મુદ્દો છે, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે ઉગ્રવાદ પર બોલશો, પછી તે પાકિસ્તાન હોય કે ભારત સરહદ વિનાનો મુદ્દો છે. આ ઘટના દરેક માટે ખતરનાક છે. બાંગ્લાદેશ હોય, ભારત હોય કે પાકિસ્તાન, દરેક વ્યક્તિએ થોડીક અંતરાત્માથી ચિંતિત રહેવું જોઈએ. પાકિસ્તાનની સ્થિતિ આદર્શથી દૂર છે પરંતુ લોકોએ વધુ સારા સમાજ માટે પ્રયત્ન કરવો જોઈએ.”

Most Popular

To Top