National

છત્તીસગઢ: દારુગોળાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 10થી વધુના મોત, ઘણા કાટમાળ નીચે દબાયા

છત્તીસગઢ: છત્તીસગઢના (Chhattisgarh) બેમેતરા જિલ્લામાં શનિવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં બેરલાની દારુગોળાની ફેક્ટરીમાં (Gunpowder Factory) મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં (Explosion) 10 થી 12 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમજ મૃત્યુઆંક વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની પણ આશંકા જાહેર કરાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છત્તીસગઢના બેમેતરા જિલ્લાના બેરલા પીરડામાં દારુગોળાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. વિસ્ફોટમાં લગભગ 10 થી 12 લોકોનું મોત નીપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. સાથે જ અનેક ઘાયલ લોકો કાટમાળમાં ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઇ હતી.

અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. તેમજ આ ફેક્ટરીમાં 800 થી વધુ લોકો કામ કરતા હતા. ત્યારે શનિવારે સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે હતું. તેમજ બ્લાસ્ટ બાદ ફેક્ટરીની આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

બેમેટરા ફેક્ટરી બ્લાસ્ટ કેસની છત્તીસગઢના મુખ્યમંત્રી ટ્વીટ કરી
બેમેતરા દુર્ઘટના બાબતે છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈએ તેમના એક્સ હેન્ડલ પર લખ્યું, “બેમેતરા જિલ્લાના બોરસી ગામની ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટના દુઃખદ સમાચાર આવ્યા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.

અન્ય જિલ્લામાંથી પણ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી
બેમેતરા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં છત્તીસગઢના ડેપ્યુટી સીએમ અરુણ સાઓએ કહ્યું કે તેમને થોડા સમય પહેલા ગનપાઉડર ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી હતી. તેઓ વહીવટીતંત્રના લોકો સાથે સતત સંપર્કમાં છે. કલેક્ટર, એસપી સહિત સમગ્ર વહીવટી ટીમ ઘટનાસ્થળે હાજર છે. એ વાત સાચી છે કે આ એક મોટો વિસ્ફોટ છે અને વધુ વિસ્ફોટની શક્યતા છે. જેના કારણે નજીકના જિલ્લાઓમાંથી પણ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે. તેમજ અન્ય રાહત ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

ઘાયલોને રાયપુર રીફર કરવામાં આવ્યા હતા
છત્તીસગઢના ડેપ્યુટી સીએમએ કહ્યું, “વિસ્ફોટને કારણે કાટમાળનો મોટો ઢગલો બની ગયો હતો. અત્યારે સત્તાવાર રીતે કંઈપણ કહેવું મુશ્કેલ છે. પરંતુ જે પણ ઘાયલો મળી આવ્યા છે તેમને રાયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોને મેકહારામાં મોકલવામાં આવ્યા છે.” આવી સ્થિતિમાં કેટલાક ઘાયલોની યોગ્ય સારવાર અમારી પ્રાથમિકતા છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓએ કહ્યું કે કેટલાક ઘાયલોની હાલત ખૂબ જ ગંભીર છે, પરંતુ યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top