Gujarat

શ્રીલંકાથી આવેલા ISIના 4 આતંકીઓનો ટાર્ગેટ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હતું

સુરત : શ્રીલંકાથી અમદાવાદ એરપોર્ટ પર પકડાયેલા આઇએસઆઇના ચાર આતંકવાદીઓની હાલમાં એટીએસ , અમદાવાદ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં અમદાવાદ એટીએસને શંકા છે કે આ લોકો તા. 21 અને તા. 22 મે ના રોજ જે કવાર્ટર ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કરાઈ હતી તેમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના હતા.

  • 21 અને 22ની આઇપીએલની કવાર્ટર ફાઇનલ ટાર્ગેટ હોવાની વાત
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જો આ ઘટનાને અંજામ અપાયો હોત તો કદાચ મોટી હોનાતર સર્જાત
  • અમદાવાદમાં અન્ય ટુકડીઓ પણ ઉતરી હોવાની આશંકા

ગત તા. 21 મેના રોજ રોયલ ચેલેન્જર બેંગલૂર વર્સીય કોલકત્તા નાઇટ રાઇડર વચ્ચે હતી. જયારે 22 તારીખે રાજસ્થાન રોયલ અને હૈદરાબાદ વચ્ચે આઇપીએલ મેચ હતી. સ્વાભાવિક આ મેચમાં એક લાખ જેટલાં પ્રેક્ષક ઉપસ્થિત હતા. એવું ચર્ચાઇ રહ્યું છે કે તપાસ એજન્સીઓને આઇપીએલમેચમાં કોઇ મોટુ પ્લાનિંગ કરાયું હોવાના પ્રબળ પુરાવા મળ્યા છે. જોકે આ મામલે સતાવાર કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી.

હાલમાં તો મોહમદ નુશરથ ગની મોહમદ નરફાન નોફેર, મોહમદ ફારીશ ફારૂક અને મોહમદ રસદીન અબ્દુલ રહીમ ચેન્નાઇથી અમદાવાદ આવ્યા ત્યારે તેમનું પ્લાનિંગ સવા લાખની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ટાર્ગેટ કરવાનું હતું. તેમાં તેઓ મોટો બ્લાસ્ટ કરવા માંગતા હોવાની આશંકાને આધારે એટીએસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

દરમિયાન આ લોકોને પૂરતુ ફંડિગ અપાયું હતું. બે કિલો ચાંદી આ લોકોને આપવામાં આવી હતી. તે જપ્ત કરવામાં આવી છે. આ લોકો સાથે અન્ય આતંકવાદીઓની ટુકડી પણ અમદાવાદમાં કે આસપાસના વિસ્તારમાં ઉતરી હોવાની શંકાને આધારે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

દરમિયાન હાલમાં ચૂંટણી માહોલ છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નમોના નામથી બનેલા સ્ટેડિયમમાં જો કોઇ ઘટનાને અંજામ અપાયો હોત તો તેના પડઘા વિશ્વસ્તરે તથા હાલમાં ચાલી રહેલી દેશની લોકસભાની ચૂંટણી પર પણ પડ્યા હોત. પરંતુ ચેન્નાઇથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરનારા આ ચાર આતંકવાદીઓ પકડાઇ જતા કોઇ મોટી દુઘર્ટના રાજયની પોલીસે હાલમાં તો નિવારી છે. પરંતુ હાલમાં ચાલી રહેલી એટીએસની તપાસ તથા એનઆઇએની તપાસ આવતા દિવસોમાં મોટું કાવતરૂ ઉઘાડુ પડે તેવા ચક્રો ગતિમાન છે.

Most Popular

To Top