Sports

ભારતની દિકરીઓએ તીરંદાજી વર્લ્ડકપ ફાઇનલ જીતી દેશને ગોલ્ડ અપાવ્યો

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં (South Korea) તીરંદાજી વર્લ્ડ કપનું (Archery World Cup) આયોજન કરવામાં આવ્યં હતું. જેમાં ભારતીય મહિલા ટીમે (Indian women’s team) શનિવારે 25 મે ના રોજ ગોલ્ડ જીત્યો હતો. આ ટુર્નામેન્ટના કમ્પાઉન્ડ સ્ટેજ બે ઇવેન્ટની ફાઇનલમાં તુર્કીને હરાવીને સતત ત્રીજો ગોલ્ડ (Third gold) મેડલ જીત્યો હતો.

ભારતની ત્રિપુટી પ્રનીત કૌર, અદિતિ સ્વામી અને જ્યોતિ સુરેખા વેન્નમની ટીમએ તુર્કીની હઝલ બુરુન, આયસે બેરા સુઝેર અને બેગમ યુવાના પડકારને શરૂઆતથી જ માત આપી ફાઈનલ મેચ 232-226થી જીતી લીધી હતી. ભારતની ત્રણેય ખેલાડીઓ વચ્ચે ખૂબ જ રોમાંચક તાલમેલ જોવા મળ્યો હતો અને તેઓ ફાઇનલમાં તુર્કીની ટીમ સામે એકતરફી મેચ રમ્યા હતા. વિશ્વમાં નંબર 1 ગણાતી તીર્કીની ટીમનો પડકાર ઝીલી ભઅરતની દિકરીઓ, પ્રનીત કૌર, અદિતિ સ્વામી અને જ્યોતિ સુરેખા વેન્નમે તુર્કી ટીમને હરાવી હતી. તેમજ ભારતીય ત્રિપુટી એક પણ તક ગુમાવ્યા વિના ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફાઈનલની શરૂઆત ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતીય તીરંદાજે પ્રથમ ત્રણ તીરો પર ત્રણ X નો સ્કોર કર્યો હતો, પરંતુ પછીના ત્રણ પ્રયાસોમાં દરેકે એક પોઈન્ટ ગુમાવ્યો હતો. જો કે સદનસીબે બીજો ક્રમ હાંસલ કરનાર ભારતીય ટીમે તરફેણ ટૂર્નામેન્ટમાં કમબેક કર્યું હતું. તેઓ માત્ર એક પોઈન્ટથી પ્રથમ રાઉન્ડ જીતી ગયા.

બીજા રાઉન્ડમાં ભારતીય ટીમની ત્રણેય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. તેઓએ પાંચ 10 અને બે X ફટકાર્યા અને તેમના પાંચમા ક્રમાંકિત પ્રતિસ્પર્ધી પર ચાર પોઈન્ટની લીડ મેળવી હતી. તુર્કીએ અંતિમ રાઉન્ડમાં શાનદાર સંયમ અને દૃઢ નિશ્ચય દર્શાવ્યો અને એક X સહિત ચાર 10 શોટ ફટકારીને ભારતના કુલ 58 રનની બરાબરી કરી હતી. જો કે, ભારતની સારી લીડ અંતમાં તુર્કી માટે મોટો ટાર્ગેટ સાબિત થયો, કારણ કે તેઓ અંતર ઘટાડવામાં નિષ્ફળ ગયા હતા.

વધુ બે ગોલ્ડ મેડલની આશા
આર્ચરી વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ત્રણેય ખેલાડીનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. ભારતને ચાલી રહેલા વર્લ્ડ કપમાં વધુ બે મેડલની આશા છે. જ્યોતિ, સુરેખા વેન્નમ અને પ્રિયાંશ કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં અમેરિકાના તેમના હરીફોનો સામનો કરશે, જ્યારે પ્રથમેશ ફુગેને કમ્પાઉન્ડ કેટેગરીમાં મેડલ જીતવા માટે વધુ એક જીતની જરૂર છે. આવી સ્થિતિમાં ભારત પાસે વધુ બે ગોલ્ડ મેડલ જીતવાની તક છે.

Most Popular

To Top