Vadodara

વડોદરા : પરિણીત-એક સંતાનના પિતા હોવાની હકીકત છુપાવી યુવકે યુવતી સાથે લગ્ન કર્યા, બળાત્કારની ફરિયાદ

છુટાછેડા લઇ લીધી હોવાની કોર્ટની બોગસ અરજી બતાવી યુવતી સાથે રજિસ્ટર મેરેજ કર્યાં

આપણે ભાગી જઇને તેમ કહી મહારાષ્ટ્ર લઇ ગયા બાદ ત્યાં યુવતીને એકલી મુકી યુવક પરત ભાગી આવ્યો, યુવતીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા યુવકની ધરપકડ

(પ્રતિનિધિ) વડોદરા  તા.24

રાજમહેલ રોડ પર ઢોલનું ગ્રૂપ ચલાવતા પરીણિત અને એક સંતાનના પિતાએ પત્ની સાથે છુટાછેડા લઇ લીધા હોવાની ખોટી હકીકત જણાવીને યુવતી સાથે પ્રેમ સંબંધ બાધ્યા હતા. ત્યારબાદ સાવલી ખાતે રજિસ્ટર મેરેજ પણ કરી લીધા બાદ અલગ અલગ જગ્યા પર લઇ જઇ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. અંતે યુવતીને મહારાષ્ટ્ર ખાતે લઇ ગયા બાદ ત્યાં એકલી છોડીને વડોદરા ભાગી આવ્યો હતો. જેથી યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી લીધી હતી.

શહેરના રાજમહેલ રોડ પર રહેતી 23 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2023માં એક ગ્રૂપમાં ઢોલ વગાડવા માટે જોડાઇ હતી. દર રવિવારે ઢોલના તાસનો ક્લાસ આવતો હતો. જે પોલો ગ્રાઉન્ડ ખાતે અમને શીખવા માટે લઇ જતા હતા. જ્યોર 30થી 40 છોકરા છોકરીઓ આવતા હતા. જેમાં ગ્રૂપના સંચાલક કૃણાલ દિલીપ વારકે (રહે. ન્યૂ બગીખાના બરોડા હાઇસ્કૂલની પાછળ વડોદરા) યુવકને સાથે સંપર્કમાં આવતા બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. ત્યારબાદ મિત્ર પ્રેમમાં પરિણમી હતી. જેથી તેઓ મને ફોન કરીને અલગ અલગ જગ્યા પર મળવા માટે બોલાવતા હતા.  પરંતુ કુણાલે પરીણિત અને એક સંતાનનો પિતા હોવા છતાં આ હકીકત છુપાવી હતી. દરમિયાન એક પ્રોગ્રામમાં યુવતીએ કૃણાલના મોબાઇલમાં પત્ની પુજા તથા પુત્ર સાથે ફોટો જોઇ લીધો હતો. ત્યારે આ કોણ છે તવું પુછતા મારી પત્ની અને પુત્ર છે. પરંતુ હુ મારી પત્ની સાથે છુટાછેડા લેવાનું છે અને કોર્ટમાં કરેલી અરજી પણ બતાવી હતી.  ત્યારબાદ તેણે પત્ની સાથે  છુટાછેડા થઇ ગયા છે. હવે આપણ  લગ્ન કરીશુ તેમ કહી ફેબ્રુઆરીમાં મહિનામાં પરથમપુરા ગ્રામ પંચાયત સાવલી ખાતે રજિસ્ટર મેરેજ કરી લીધા હતા. અમે અવાર નવાર મળતા હતા ત્યારે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. ત્યારબપાદ બગીખાનાના ઘરે લઇ ગયા બાદ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી તે મને ઘરમાં રાખવા માટે બહાના બતાવતો હતો. કુણાલ તેને ટ્રેનમાં બેસાડી મહારાષ્ટ્ર ખાતે લઇ ગયો હતો. ચીલપુણ ખાતે એક હોટલમાં રોકાયા હતા ત્યાં તેને મારી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ કૃણાલ નોકરી પરથી અલગ બ્રાન્ચમાં જાઉ છુ તેમ કહી મને ત્યાં એકલી મુકી નીકળી ગયો હતો. જેથી યુવતી એકલી પડી જતા તેના કાકાના છોકરાને બોલાવીને જતી રહી હતી. ત્યારબાદ મારા પિતાએ મારી ગુમની ફરિયાદ નોંધાવતા હુ ઘરે આવી ગઇ હતી અને મોબાઇલમાં કુણાલને સ્ટેટમાં તેની પત્ની તથા પુત્રનો ફોટો જોયો હતો. જેથી કુણાલે છુટાછેડા લીધા ન હોવા છતાં મારી સાથે છેતરપિંડી આચરી હતી. જેથી નવાપુરા પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી હતી.

Most Popular

To Top