Sports

હાર્દિક પંડ્યાની 70 ટકા મિલકત પત્ની નતાશાના નામે થશે, ક્રિકેટરે લીધો છૂટાછેડાનો નિર્ણય?

નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ ટીમના (Mumbai Indians Team) કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચ (Natasha Stankovich) સબંધો હાલ વણસી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. શુક્રવારે ફિલ્મ અભિનેત્રી અને સ્ટાર ઓલરાઉન્ડરની પત્ની નતાશાએ ઈન્સ્ટાગ્રામ પરથી તેની સરનેમ ‘પંડ્યા’ હટાવી દીધી હતી. નતાશાએ શુક્રવારે ભારતીય ખેલાડી સાથેની પોતાની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પહેલા જ તેમની ટીમ ખરાબ પ્રદર્શન સાથે IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી અને હવે તેમનું ઘર તૂટી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંડ્યા અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રિપોર્ટ્સ અનુસાર, નતાશા પંડ્યાની 70 ટકા પ્રોપર્ટી લેશે. પંડ્યા કે નતાશા દ્વારા છૂટાછેડા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

પંડ્યા અને નતાશા લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી. બંનેએ છેલ્લે 14 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જો કે આ પછી બંને એક ફંક્શનના વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ હવે તેમજ છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું હતું.

રિપોર્ટ અનુસાર પંડ્યાએ પોતાની પ્રોપર્ટીનો 70 ટકા ભાગ નતાશાને આપવો પડશે. સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. પંડ્યા કરોડોની સંપત્તિના માલિક છે. IPL માટે મળેલી મેચ ફીની સાથે તેઓ બીજી ઘણી રીતે કમાણી કરે છે.

હાર્દિક પંડ્યા કેટલી કમાણી કરે છે?
પંડ્યા IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન છે. તેમને ટીમ તરફથી ફી તરીકે તેમને 15 કરોડ રૂપિયા મળ્યા છે. તેઓ અગાઉ ગુજરાત ટાઇટન્સનો ભાગ હતા. ગુજરાતની ટીમ પણ પંડ્યાને એટલી જ રકમ ચૂકવતી હતી. આ સાથે તેમને ભારતીય ક્રિકેટ ટીમ તરફથી મેચ ફી પણ મળે છે. પંડ્યાની કમાણી કરોડોમાં છે. આ સાથે તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે.

વડોદરા અને મુંબઈમાં છે કરોડોના ઘર
હાર્દિક પંડ્યાએ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે આ એપાર્ટમેન્ટ 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ સાથે તેમનું વડોદરામાં પેન્ટહાઉસ છે. તેની કિંમત પણ કરોડોમાં છે. પરંતુ છૂટાછેડા બાદ પંડ્યાની આર્થિક સ્થિતિ વધુ બગડે તેવી સંભાવના છે.

Most Popular

To Top