Top News

More Posts

   The Latest

Most Popular

કતાર એરવેઝની (Qatar Airways) ફ્લાઈટમાં આજે રવિવારે સર્જાયેલા ટર્બ્યુલન્સને કારણે 12 મુસાફરો ઘાયલ થયા હતા. પ્લેન દોહાથી આયર્લેન્ડ જઈ રહ્યું હતું. ડબલિન એરપોર્ટે રવિવારે આ જાણકારી આપી હતી. જોકે પ્લેન સુરક્ષિત રીતે અને સમયસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ડબલિન એરપોર્ટે ઉમેર્યું હતું કે લેન્ડિંગ પછી એરપોર્ટ પોલીસ, ફાયર અને બચાવ વિભાગ સહિતની કટોકટીની સેવાઓએ શરૂ કરી દેવાઈ હતી. એરપોર્ટના જણાવ્યા અનુસાર તુર્કીએ નજીક પહોંચતા જ ફ્લાઇટમાં ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો પરિણામે છ મુસાફરો અને છ ક્રૂ સહિત કુલ 12 ઘાયલ થયા હતા.

કતાર એરવેઝનું વિમાન એર ટર્બ્યુલન્સમાં ફસાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. દોહાથી આવતી કતાર એરવેઝની ફ્લાઈટ QR017 રવિવારે 26 મેના રોજ ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં 6 ક્રૂ મેમ્બર સહિત 12 લોકો ઘાયલ થયા છે. આ પ્લેન દોહાથી ડબલિન જઈ રહ્યું હતું.

ન્યૂઝ વેબસાઈટ સીએનએનને આપેલા નિવેદનમાં કતાર એરવેઝે કહ્યું કે પ્લેન ડબલિનમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું છે. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેની સારવાર કરવામાં આવી રહી છે. ડબલિન એરપોર્ટે કહ્યું કે અમે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની મદદ કરી રહ્યા છીએ. અન્ય ફ્લાઈટ પર કોઈ અસર થઈ નથી. જણાવી દઈએ કે આ પહેલા 21 મેના રોજ સિંગાપોરની એક ફ્લાઈટ અશાંતિમાં ફસાઈ ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.

To Top