Vadodara

વડોદરા: ટ્રેનમાં મહિલા પેસેન્જરોની નજર ચુકવી કિંમતી સામાનની ચોરી કરનાર બે મહિલા ઝડપાઈ


ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓની ઊંઘનો લાભ લઈને તેમના સોનાના દાગીના સહિતના સામાન ભરેલા પર્સ અને બેગની ચોરી કરનાર બે મહિલાઓને એલસીબીએ ઝડપી પાડી હતી. તેમની પાસેના બેગમાંથી રોકડ રકમ સોનાનું મંગળસૂત્ર 42 હજારની મતતા રિકવર કરી આગળની કાર્યવાહી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં સોપાઈ હતી.
પશ્ચિમ રેલ્વેમાં દોડતી ટ્રેનોમાં મહિલા પેસેન્જરો સાથે બનેલા ગુનાઓ શોધી કાઢવા તથા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક સરોજકુમારીવડોદરા દ્વારા સૂચના કરાઈ હતી.જેને લઈને પી.આઈ. ટી.વી.પટેલ સહીત એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો શંકાસ્પદ શખ્સોની વોચ કરવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. તે દરમ્યાન બે શંકાસ્પદ મહિલાઓ તેઓની સાથે એક નાના બાળક સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ પર શંકાસ્પદ હિલચાલ કરતી જણાઈ આવી હતી. જેથી એલસીબી ની ટીમે મહિલા પોલીસની મદદથી તેઓને બન્ને મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેનો સામાન ચેક કરતા તેઓ પાસેથી એક નાનું લેડીઝ હેન્ડ પર્સ, રોકડ રકમ તથા સોનાના મંગળસુત્ર મળી આવ્યા હતા. પોલીસે બન્ને મહિલાઓની પુછપરછ કરતા તેઓ બન્નેએ એકબીજાની મદદથી પેસેન્જરોની ગીર્દીનો લાભ લઇ મહિલા પેસેન્જરના ખભે ભેરવેલા થેલાની ચેઇન ખોલી પર્સની ચોરી કરે હોવાની કબૂલાત કરી હતી. જેથી એલસીબીએ બિન્દુ વિશાલ નિનામા, તથા સુનિતા ઉર્ફે દુબળી લાલાભાઈ મેડા (બન્ને રહે.દાહોદ)ને ઝડપી પાડી હતી અને રોકડ રકમ તથા સોનાનું મંગળસૂત્ર મળી રૂ।.42 હજારની મત્તા રિકવર કરી હતી. બંને મહિલાઓની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવી છે.

Most Popular

To Top