Vadodara

વડોદરાના 9 ગેમ ઝોન બંધ કરાવાયા



વડોદરા: જ્યારે જ્યારે દેશ કે ગુજરાતમાં કોઈ મોટી હોનારત થાય અને અસંખ્ય લોકોના એ હોનારત માં મૃત્યુ થાય ત્યારે સરકારમાં બેઠેલા સત્તાધીશો અને પાલિકાના અધિકારીઓને પોતાનું કામ યાદ આવે છે. ગઈ કાલે રાજકોટ ગેમ ઝોન ની દુર્ઘટનામાં અસંખ્ય લોકો આગ માં ભડથું થઈ ગયા પછી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીએ આદેશ આપતા ગુજરાત સહિત વડોદરાના નવ ગેમ ઝોન બંધ કરાયા હતા.
વડોદરા સેવાસી એડવેન્ચર ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો.હતો. ફાયર સેફ્ટીની પાઇપ બહારની તરફ લગાવાઈ હતી, જે નાદુરસ્ત હાલત માં જોવા મળી હતી. તેને કાપીને અંદરથી રિપેર કરવાની કાર્યવાહી કરવા કહેવાયું હતું.
પાલિકા અને એડવેન્ચર ગ્રુપ દ્વારા રાજકોટ ગેમ ઝોન કાંડ ના થયું હોત તો ફાયર સેફ્ટી રિપેર ના કરત કે એડવેન્ચર ગેમ ઝોનમાં રાજકોટ ગેમ ઝોન જેવી મોટી હોનારત થાય એની રાહ જોતા હત?.
વડોદરા ના પાલિકા ના અધિકારીઓએ નવ સ્થળે ચાલતા ગેમ ઝોનની મુલાકાત લીધી હતી અને માંજલપુર ઇવા મોલ , ગોરવા રોડ પર આવેલા ઇનોરબીટ જેવા મોટા મોલ માં ચાલતા ગેમ ઝોન પણ બંધ રાખવા સૂચના અપાઇ હતી. ત્યારે સવાલ એ ઉઠે છે કે કેમ કોઈ મોટી દુર્ઘટના થાય પછીજ તંત્ર ને પોતાની ફરજ યાદ આવે છે.
આતો માત્ર વડોદરા માં નવ જેટલાં મોટા ગેમ ઝોન બંધ કરાવ્યા છે . પરંતુ જો તંત્ર વડોદરા ના દરેક વિસ્તાર માં પુરે પૂરી ઈમાનદારી થી ચકાસણી કરે તો વડોદરા મળતી માહિતી માં નાના મોટા થઈ ને કુલ ૨૭ ગેમ ઝોન ચાલે છે.
માત્ર ફાયર સેફ્ટી નહિ પરંતુ ગેમ ઝોન માં વપરાતા ગેમ ના સાધનોની ચકાસણી કરવા માં આવે તો કેટલીક જગ્યા એ ગેમ ના સાધનો જૂના અને આઉટ ઓફ ડેટ થયેલા જોવા મળશે. જો આ બાબતે તંત્ર અને સરકાર ધ્યાન આપે મોટી જાનહાનિ થી બચી શકાય.
વડોદરા ભાયલી પાસે આવેલ એપિરિયર મોલ માં ત્રીજે માળ ચાલતા ગેમ ઝોન માં તમામ સાધનો સસ્તા અને ચાઇના થી મંગાવેલ છે. થોડા રૂપિયા કમાવવા લોકો ની જીંદગી દાવ પર આવા ગેમ ઝોન ના માલિકો લગાવે છે. સરકાર ના સત્તાધીશો અને પાલિકા ના આળસુ અધિકારીઓ જો પોતાનું કામ ઈમાનદારી થી કરે તો આવી ગંભીર હોનારતો અટકી સકે છે.

Most Popular

To Top