Vadodara

વડોદરા : ટીઆરબી જવાનના પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ

ફોટા મિત્રો તથા પૂર્વ પ્રેમિકાને પણ મોકલી બદનામ કરવાનું કાવતરુ રચનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ) વડોદરા તા.25

ફેક સોશિયલ મીડિયાના આઇડી પરથી ટીઆરબી જવાનના પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા વાઇરલ કરી દીધા હતા. આ ફોટા જવાનના મિત્રો તથા પૂર્વ પ્રેમિકાના આઇડી પર પણ મોકલી જવાનની બદનામી કરતા ટીઆરબી જવાનો સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મુળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલમાં શહેરમાં છેલ્લા ચાર વર્ષથી ભાડાના  મકાનમાં રહેતા અને ટીઆરબીમાં નોકરી કરે છે. ટીઆરબી જવાનો સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 6 ફેબ્રુઆરીના રોજ હુ વડોદરામાં હાજર છું. ત્યારે મારા ઇન્સ્ટાગ્રામ આઇડી પર સરોતો રાઠવાના આઇડી પરથી મેસેજ આવ્યો હતો. જેથી મે આઇડી જોતા તેની પ્રોફાઇલમાં મારી લગ્ન પહેલાની પ્રેમિકાનો ફોટો હતો. પરંતુ આઇડીની તેણીનું ન હતું ત્યારબાદ આ આઇડી પરથી મારી લગ્ન પહેલાની પ્રેમિકા સાથેનો ફોટો પણ મોકલવામાં આવ્યો હતો. જેથી મે તેઓને પૂછ્યું હતું કે તમારી પાસે આ ફોટો ક્યાંથી આવ્યા ત્યારે તેઓએ જવાબ આપ્યો ન હતો. ઉપરાંત મારા ગામડે રહેતા મારા મિત્રો તથા લગ્ન પહેલાની પ્રેમિકાને ફોટા મોકલ્યા હતા. આઇડીની સ્ટોરીમાં પણ ફોટા મુકીને વાઇરલ કરી મને હેરાન કરવામાં આવી રહ્યો છે.  

Most Popular

To Top