Charotar

ગળતેશ્વર મહિસાગરનો કિનારો બન્યો સ્વિમિંગ પૂલ


ગળતેશ્વર મહીસાગર નદીમાં રવિવાર ની મોજ
45 થી 46 ડિગ્રી તાપમાન થી બચવા પ્રજાનો ધસારો
સ્વિમિંગ પૂલ અને રિસોર્ટ માં રૂપિયા દેતા ના મળે તેવો ફ્રી વોટરપાર્ક એટલે ગળતેશ્વર મહીસાગર નદી

ગળતેશ્વર તાલુકાનું વડુમથક સેવાલિયા પણ જેનું નામ ગળતેશ્વર આપવામાં આવ્યું છે તે મહાદેવના કિનારે મહિસાગર નદી પસાર થતી હોય ત્યાં જાત જાતના નાસ્તાથી લઈ ઠંડા પીણા તેમજ પ્રજાજનોને ફ્રી વોટરપાર્ક નો નજારો તેમજ તેની મજા માણવા માટે ગુજરાતના ખેડા જિલ્લાના આસપાસના જિલ્લામાંથી પ્રજાનો દર રવિવારે ઘસારો વધતો જાય છે. આ રવિવારે પણ સવારના આઠ વાગ્યાથી પ્રજાજનની અવરજવર શરૂ થઈ ગઈ છે. જે જોતા હાલના તાપમાનને લઈ પ્રજાજનો ફ્રી વોટરપાર્કનો લાભ લેવા તેમજ ગળતેશ્વર મહાદેવ તથા ડાકોર રણછોડરાયજીના દર્શનનો પણ લાભ મળે તેને કારણે દિવસે દિવસે આ ગરમીમાં લાભ લેવા સખત પ્રજાજનોની અવરજવર જોવા મળી રહી છે.

Most Popular

To Top