Vadodara

સાવલી નગરપાલિકાની નલ સે જલ યોજનાની કામગીરી શંકાના ઘેરામાં

આડેધડ ખોદકામ, પાઇપલાઇનની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા

સાવલી નગરપાલિકામાં નલ સે જલ યોજનાની અંદાજિત પાચ કરોડ ના ખર્ચે થનારી યોજના સામે આડેધડ ખોદકામ અને પાઇપલાઇનની ગુણવત્તા બાબતે પ્રશ્નો ઊભા કરીને નગરજનોએ સહિ સાથે લેખિત ફરિયાદ મુખ્યમંત્રી, પ્રાદેશિક કમિશનર, ચીફ ઓફિસર, શહેરી વિકાસ મંત્રી સહિતને પાઠવીને વિવિધ આક્ષેપો સાથે કસૂર વારો સામે પગલા ભરવાની માંગ કરતા ભારે ચર્ચા જાગી છે.

સાવલી નગર પાલિકા દ્વારા થોડા સમય પૂર્વે બનાવેલ નવીન આર. સી.સિ. રોડ ઠેર ઠેર પાઇપ લાઈન માટે તોડી નાખવામાં આવ્યા છે. સરકારની નલસે જલ યોજનાનાં નાણાંનો દુર્વ્યય થતો નજરે પડ્યો છે .જે બાબતે નગરજનોએ લેખિતમાં આક્ષેપ કરીને તપાસ તેમજ કસુર વારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. લેખિત પત્રમાં કરેલા આક્ષેપ મુજબ, સાવલી નગરમાં અંદાજિત પાંચ કરોડની રકમનું છેલ્લા પાંચ માસથી નલ સે જલ યોજનાનું કામ ચાલે છે. આ પાઇપલાઇનના કામના કારણે નગરમાં ભૂતકાળમાં જે એચડીપીની પાઇપ છે જેની ગેરંટી લગભગ 15 થી 20 વર્ષની છે. તેવી પાઇપો પાંચ વર્ષમાં જ બદલી નાખવામાં આવશે અને હાલમાં જે પાઇપો નાખવામાં આવે છે તેની ગેરંટી માત્ર પાંચ વર્ષની છે. આમ સરકારી નાણા નો બગાડ થાય છે તેમ જ નીતિ નિયમ અને ટેન્ડર ની પ્રક્રિયા મુજબનું કામ થતું નથી. સાથે સાથે પાલિકાના કર્મચારીઓ ને પણ આ બાબતની જાણ કરવામાં આવી નથી કે કયા વિસ્તારમાં પાણી આવે છે અને કયા વિસ્તારમાં પાણી નથી મળતું તેના બદલે જે વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે છે તે વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવામાં આવી છે. જેની પાછળ માત્ર નાણાકીય વહીવટ માં રસ હોય તેઓ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સાવલી નગરમાં છેલ્લા પાંચ વર્ષના સમયમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે તે તમામ રોડ તોડી નાખવામાં આવ્યા છે. નગરજનો આ બાબતે સેવાસદનમાં રજૂઆત કરે છે તો આ સરકારની યોજના છે અમારે કંઈ કરવાનું રહેતું નથી , તેમ જ આ રોડની મરામત બાબતે પણ સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી. જ્યારે આ ટુટેલો રોડ જ્યાં સુધી નવીન ટાંકીનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી નવી પાઇપલાઇન ચેક નહીં થાય અને જ્યાં સુધી પાણીનું પ્રેશર ચેક નહીં થાય ત્યાં સુધી રોડ રીપેરીંગ નહીં થાય તેવું જાણવા મળી રહ્યું છે . નગરમાં પાઇપલાઇનની કામગીરી માટે રોડ ખોદવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે .લોકસભાની ચૂંટણીમાં પણ મતદારોને અવર-જવરની તકલીફ પડવાને કારણે મતદાનની ટકાવારી ઓછી થઈ કેવું નગરજનો જણાવી રહ્યા છે. સાવલી નગરની પાણી વિતરણની વ્યવસ્થાનો અભ્યાસ કર્યા વગર ફક્ત યોજનામાં ફાળવેલા નાણા ઉપાડી લેવાના ઇરાદા થી કામ થતું હોય તેવું સ્પષ્ટ થાય છે. આ કામગીરીની કોઈ સરકારી વિભાગ કે નગરપાલિકા દ્વારા દેખરેખ રાખવામાં આવતી નથી, કારણ કે જ્યાં જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં ફક્ત કોન્ટ્રાક્ટરના જ માણસો કામ કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરના માણસો મન ફાવે તે રીતે કામ કરે છે. જેનાથી નગર જેનો પરેશાન થઈ રહ્યા છે. ચોમાસુ નજીકમાં છે ત્યારે ભારે વિકટ પરિસ્થિતિ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને નગરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય તેવી શક્યતા છે અને પ્રજાના નાણા નો વ્યય થઈ રહ્યો છે જેથી કસુર વારો સામે યોગ્ય પગલા ભરાય તેવી માંગ કરતો પત્ર મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી અને પ્રાદેશિક કમિશનર ને પાઠવવામાં આવ્યો છે

જ્યાં પૂરતા પ્રેશરથી પાણી આવે છે ત્યાં નવી લાઈન નાંખી ભ્રષ્ટાચાર: વિપક્ષ

આ બાબતે સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખરેખર તો પાલિકાએ સૌપ્રથમ નવી પાણીની ટાંકી બનાવવાની હતી અને ત્યારબાદ પાઇપલાઇન નાખવાની હતી તેના બદલે હાલ પહેલા પાઇપલાઇન નાખે છે ખરેખર નવીનઓની ની ટાંકી નું કામકાજ પૂર્ણ થયા બાદ પાઇપલાઇન નગરમાં કરવી જોઈતી હતી જેના બદલે પાણીની ટાંકી પૂર્ણ થયા પહેલા નગરમાં આડેધડ રસ્તાઓનો ખોદકામ કરી દીધું છે આમ પાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ટેન્ડરના નીતિ નિયમો અને સરકારી નીતિ પ્રમાણે કામ થતું નથી અને જે વિસ્તારમાં પૂરતા પ્રેશરમાં પાણી આવે છે ત્યાં નવી પાઇપલાઇન નાખે છે આમ ભ્રષ્ટાચાર કરી રહી છે .


2032ની વસ્તીને ધ્યાનમાં રાખી આયોજન: ચીફ ઓફિસર

જ્યારે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર કૃણાલ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાનું પ્લાનિંગ 2022 માં કરવામાં આવ્યું છે. 2032 ની વસ્તીને ધ્યાને રાખીને આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનું ટેન્ડરનું આયોજન સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટીમાં એપ્રુવલ લીધી છે રાજ્ય સરકાર દ્વારા મોનિટરિંગ થાય છે અને ભારત સરકારની ટીમ દ્વારા પણ મોનિટરિંગ થાય છે અને આવનાર ટૂંક સમયમાં જ ભારત સરકારની ટીમ મોનિટરિંગ માટે આવનાર છે

Most Popular

To Top