Vadodara

વડોદરા: ભાયલીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી, બે મકાનના તાળા તોડ્યા, એકમાંથી આખે આખું લોકર લઈ ગયા

પ્રતિનિધિ વડોદરા તા 26

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટતી હતી. બે મકાનોના તારા તોડયા હતા અને એકમાંથી આખેઆખું લોકર લઈને ગેંગ ભાગી ગઈ હતી. સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ ગેંગને પડકારતા સામસામે પથ્થરમારો પણ કર્યો હતો. જોકે હજુ સુધી સત્તાવાર ચોરીની ફરિયાદ નોંધાઇ નથી.

વડોદરા શહેર તથા જિલ્લામાં રોજે રોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે તસ્કરોને પોલીસનો જાણે કોઈ ખૂબ જ રહ્યો ન હોય તેમ બિન્દાસ્ત રીતે ચોરીની ઘટનાને અંજામ આપી નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ત્યારે ભાયલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ ચોરી કરવાના ઇરાદે ઘુસી આવી હતી. સોસાયટીના કમ્પાઉન્ડમાં બુકાનીધારી ગેંગ આમ તેમ આંટા મારતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દરમિયાન સોસાયટીના સિક્યુરિટી જવાને તસ્કરોને પડકારતા તેઓએ પથ્થર મારો કર્યો હતો. સિક્યુરિટીએ સોસાયટીના રહીશોને જગાડતા બધા ભેગા થઈને કમ્પાઉન્ડમાં આવતા ચડ્ડી બન્યાનધારી ગેંગ ફરાર થઈ ગઈ હતી. સોસાયટીમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી હોવાની જાણ થતા તાલુકા પોલીસ ની ટીમ તુરંત સોસાયટીમાં પહોંચી ગઈ હતી. ત્યારે બે મકાનના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને તસ્કરો એક મકાનમાંથી આખેઆખું લોકર કાઢીને લઈ ગયા હતા. જોકે હજુ સુધી સત્તાવાર પોલીસ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બે મકાન પૈકી એક માં રહેતો પરિવાર યાત્રાએ ગયો હોય પરત આવ્યા બાદ કેટલી માલ મતાની ચોરી થઈ તે જાણી શકાશે

Most Popular

To Top