વડોદરા : અમદાવાદના એક વેપારીને કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી વડોદરાની હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક નકલી ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી...
તાલિબાની (Taliban) શાસન આવ્યા બાદથી અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) સતત દર્દનાક સમાચારો આવી રહ્યા છે. તાજેતરમાં એક અફઘાની પિતાને પરિવારનું ભરણપોષણ કરવા માટે 9...
આજે લંકા પર વિજય બાદ ભગવાન રામના (Lord Ram) વનવાસના અંત પછી અયોધ્યા (Ayodhya) પરત ફરવાની ઉજવણી કરવા માટે રામનગરી અયોધ્યામાં દીપોત્સવની...
ચીનની (China)ની શી જિનપિંગ (Xi Jinping) સરકારે નાગરિકોને ખાદ્યપદાર્થોનો સ્ટોક કરવાની સૂચના આપી દેતાં ચીનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સરકાર કંઈક મોટું...
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ ચેન્જ (Climate change) સમિટ દરમિયાનનો યુએસ (US President) પ્રમુખ જો બિડેનનો (Joe Biden) એક વીડિયો વાયરલ (Viral Video)...
વડોદરા: છેલ્લા 50 વર્ષ માં 2 દુર્ઘટના વડોદરા વાસીઓ દિવાળી સમય ની 2 ઘટના યાદ રહી જશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં...
વડોદરા: બે વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલા મકાન માલિકના બંધ મકાનમાં હાથફેરો કરતી તસ્કર ટોળકી ભગવાનના વાસણ સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 1.24...
વડોદરા: સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ ભુમાફિયા ઇર્શાદ સિન્ધીને પીસીબીની ટીમે મંગળવારે દબોચી લીધો હતો. વડોદરા શહેરના વરણામાની હદમાં...
વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર પદમ તળાવમાં આવી ગયેલ મગરને પકડવા મુકાયેલા પાંજરામાં 5 ફૂટનો મગર પુરાતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા...
કેટલાક ખ્યાલો વિશે વખતોવખત ફેરવિચાર કરવાની જરૂર હોય છે પરંતુ તે ગૌણ કે ક્ષુલ્લક લાગવાથી કોઈ સમાજસુધારક એ વિશે ઝુંબેશ ઉપાડતા નથી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ૬૦ બહુમાળી આવાસોની ચાવી અર્પણ કરીને રાજ્ય સરકાર તરફથી...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવતીકાલથી કચ્છના ધોરડો ખાતે જશે એટલું જ નહીં અહીં જવાનો સાથે દિપાવલીના...
રાજ્યમાં મંગળવારે કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ મંગળવારે 27...
સુરત: (Surat) શહેરના મક્કાઇપુલ (Makkai Bridge) ઉપરથી ગત રવિવારે તાપી નદીમાં (Tapi River) પડી ગયેલા 12 વર્ષીય બાળકનો મૃતદેહ (Dead Body) મળ્યા...
સ્માર્ટસિટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ સહિતની અનેક મશીનરીઓની ખરીદી કરનાર ભાજપના શાસકો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આજે ધનતેરસે ગાંધીનગર તથા અમરેલીમાં ઠંડીનો (Winter) પારો સતત નીચે ગગડી ગયો હતો. જેના પગલે આ બન્ને શહેરોમાં 15...
દિવાળીના (Diwali) આગમનની તૈયારી થાય ઘરની સાફ-સફાઈથી (Cleaning). ગૃહિણીઓ (House Wife) માટે નવરાત્રી જાય એટલે ઘરની સફાઈ શરૂ થઈ જાય. જાણે ઉત્સવોની...
નવસારી: (Navsari) નવસારી રેલવે ફાટક (Railway gate) ૫ દિવસ બંધ રાખી રેલવે તંત્રએ કામગીરી શરૂ કરી છે. પરંતુ ૫ દિવસ સુધી રેલવે...
સુરત: (Surat) ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો-એર (Go-Air) દ્વારા ગયા વર્ષે સુરતથી 5 શહેરોને સાંકળતી ફ્લાઇટ (Flight) શરૂ કરવાની જાહેરાત કર્યા પછી કોરોનાની...
ભાવનગર: (Bhavnagar) ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે ભૂકંપનો (Earth Quick) તિવ્ર આંચકો લોકોએ અનુભવ્યો હતો. લોકો ઘર...
સુરત: (Surat) દિવાળી વેકેશનમાં (Diwali Vacation) સૌરાષ્ટ્ર (Saurashtra) જઇ રહેલા રત્નકલાકારોના (Diamond Workers) પરિવારોને ખાનગી લક્ઝરી બસના (Luxury Bus) સંચાલકો બસ ભાડાના...
સુરત: (Surat) એક બાજુ સુરત મનપાની (Corporation) સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ કરકસરની વાતો કરી સુરત મનપાની તિજોરીનું જતન કરવાની વાતો કરે...
ભારતમાં (India) ઓક્ટોબર મહિનામાં સતત પેટ્રોલ-ડીઝલની (Petrol Price) કિંમતમાં વધારો થયો છે. ઓક્ટોબરના એક મહિનામાં ભારતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 8 રૂપિયા...
સુરત: (Surat) શહેરનું ઐતિહાસિક ગાંધી સ્મૃતિ ભવનને (Gandhi Smruti Bhavan) નવો ઓપ આપવા માટેની તૈયારી શાસકો દ્વારા કરવામાં આવી છે. જેમાં નવું...
આજે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની લોકસભા બેઠક પરની ચૂંટણીમાં સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરનો ભવ્ય વિજય થયો છે. શિવસેના તરફથી ઉમેદવારી નોંધાવનાર...
દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 29 વિધાનસભા(Assembly) અને 3 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીના (Election) પરિણામો (Result) આવવાનું શરૂ થઈ ગયું...
સુરત: સુરત (Surat) મનપા (Municipal Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી (Water) યોજના લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી...
વાપી : વાપી (Vapi) નગરપાલિકાની ચૂંટણી (Election) ૨૮ નવેમ્બરે થશે. ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીમાં રાજકીય ગતિવિધિ...
સુરત: હેપ્પી હોમના (Happy Home) મુકેશ પટેલ અને મુકેશ સવાણી વચ્ચે થયેલી નાણાંકીય માથાકૂટ અને ખંડણીની (Extortion) ફરિયાદમાં (FIR) અન્ય એક નામ...
સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થતી લોકમાતા ઓલણ કાંઠે આવેલું વસતીની દૃષ્ટિએ નાનું પણ આઝાદીના સંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપનાર ગામ એટલે પુના....
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા : અમદાવાદના એક વેપારીને કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી વડોદરાની હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક નકલી ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી વેપારીની નજર ચુકવી અસલી ડોલર બદલી નાંખવાની તરકીબ આચરી વેપારીને 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી યોજનાબદ્ધ જાળમાં ફસાવીને વેપારી પાસેથી રૃ.૩૦ લાખ મેળવી લઇ છેતરપિંડી કરતા પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર સાગરીતોને છટકું ગોઠવી સુરતની હોટલમાંથી ઝડપી પાડયા હતા. પોલીસે તમામને અદાલતમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવાની સાથે આ ષડયંત્ર આંતરરાજય હોવાની શંકા વ્યકત કરી કાવતરું કયાં ઘડાયું હતું અને મુદ્દામાલ તથા વાહનો જપ્ત કરવાની દિશામાં તપાસ આદરી છે.
અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશન નજીક સૌભાગ્ય નગરમાં રહેતા અને પાણીનો વેપાર કરતાં મૌલીક નરેન્દ્ર પ્રજાપતિએ પોલીસને જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભરત જગુભાઇ ગીડા અને મહેશ વાળાએ તેમનો સંપર્ક કરી તા.૨૮મી ઓગષ્ટે હોટલ કમ્ફર્ટ ઇન ડોલીન ખાતે બોલાવ્યા હતા જયાં હાજર સાહીદ નાવડેકરે તેની ઓળખાણ કસ્ટમ ઇન્સ્પેકટર એ.કે.મલહોત્રા તરીકે ઓળખ આપી હતી અને ઇમરાન ભુરાનીએ એ.કે.મલહોત્રાના પીએ રાજુ તરીકે ઓળખ આપી હતી.
ઓળખ આપ્યાબાદ કસ્ટમમાં પકડેલા બ્લેક ડોલરને ડોલમાં કેમિકલથી સાફ કરીને અસલ ડોલર બનાવી શકાય છે તેમ સસ્તા ભાવે આપવાની વાત કરી રૃ.55ના ભાવે રૃ.1.25 કરોડના ડોલર આપવાની વાત કરી હતી. તેમજ આ ડોલર રૃ.૭૧માં તુર્તજ વેચાઇ જશે તેમ વિશ્વાસ કેળવી ગત તા.૭મી ઓક્ટોબરે ફરીથી મીટિંગ કરી રૃ.૭ લાખના બદલામાં રૂ. 7 લાખના ઓરીજનલ ડોલર વેપારીને આપતા તેમણે ડોલર વટાવ્યા હતા. ત્યારબાદ ભરત ગીડાએ રૃ.૩૦ લાખ તમે કાઢો અને બીજા ૩૦ લાખ હું કાઢીશ તેમ કહી સમાની રોયલ કિંગ હોટલમાં મીટિંગ કરી હતી. જ્યાં વેપારી પાસેથી રૂ. 30 લાખ પડાવી લઇ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના 24 બંડલ પધરાવી દીધા હતા. વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસે ચાર ઠગોને ઝડપી પાડયા હતા.
પોલીસ તમામ આરોપીઓને વધુ તપાસ અર્થે આજરોજ ભરત જગુભાઇ ગીડા (રહે, સાવરકુંડલા), મહેશ ઓધડભાઇ વાળા (રહે, સાવરકુંડલા) ઇમરાન દીનમહમંદ ભુરાની (રહે, સાવરકુંડલા) સાહીદ હનીફ નાવડેકર (રહે, પનવેલ, મુંબઇ)ને ઝડપી લઇ અદાલતમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આ આંતરરાજય ષડયંત્ર છે કે કેમ, અન્ય કોણ સામેલ છે, કઇ હોટલમાં તમામે ભેગા મળી કાવતરું રચ્યું હતું, કયાંથી ડોલર લાવ્યા હતા અને અન્ય કોને કોને આ પ્રકારે ઠગ્યા હતા તથા ઉપયોગમાં લેવાયેલ વાહનો અને 30 લાખ રોકડા જપ્ત કરવાની દિશામાં તપાસ શરુ કરી હતી. કોને કેટલી રકમ મળી હતી તેની પણ પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે.