SURAT

મનપાના શાસકો પ્રજાના પૈસાથી કોર્પોરેટરોને પોણા લાખનું લેપટોપ આપશે!

સુરત: (Surat) એક બાજુ સુરત મનપાની (Corporation) સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ કરકસરની વાતો કરી સુરત મનપાની તિજોરીનું જતન કરવાની વાતો કરે છે. તો બીજી બાજુ પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરાતા વેરાની આવકમાંથી મહાપાલિકાના ૧૨૦ કોર્પોરેટરો માટે ૧૨૦ લેપટોપ (Laptop) લેવા, ૮૭.૩૬ લાખનો ખર્ચ મંજુર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઇ હોય મનપાના વર્તમાન શાસકો વાડી રે વાડી… રીંગણા લઉ બે ચાર જેવો ખેલ કરતા દલાતરવાડીની ભુમિકામાં આવી ગયા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે.

શાસકો સમક્ષ મુકાયેલા ટેન્ડરમાં રૂ. ૭૨,૮૦૦ પ્રતિ નંગ તમામ ૧૨૦ કોર્પોરેટરો માટે લેપટોપ લેવાની મંજુરી માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘણા કોર્પોરેટરોને અંગ્રેજી આવડતું નથી, સ્માર્ટ ફોનનો (Smart Phone) ઉપયોગના પણ ફાફા છે, અને ઘણા એટલું ઓછું ભણેલા છે. ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ લેપટોપ કોણ વપરાશે. આજે સ્માર્ટ ફોનથી જ કામગીરી વધતી જઈ રહી છે ત્યારે આ લેપટોપનો ઉપયોગ કેટલા સભ્યો કરશે એ પણ તપાસનો વિષય છે.

શહેરનું ઐતિહાસિક ગાંધી સ્મૃતિ ભવનને નવો ઓપ આપવા માટેની તૈયારી

સુરત: શહેરનું ઐતિહાસિક ગાંધી સ્મૃતિ ભવનને નવો ઓપ આપવા માટેની તૈયારી શાસકો દ્વારા કરવામાં આવી છે. જેમાં નવું ગાંધીસ્મૃતિ ભવન કેવું બનાવવું તેની ડિઝાઈન કેવી જોઈએ તે માટે પણ ખાસ કમિટી બનાવાઈ છે. જેથી હવે જુનું ગાંધીસ્મૃતિ ભવન તોડી પાડવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે. ગાંધીસ્મૃતિ ભવનને નવો લુક આપવા બાજુનું મલ્ટિલેવલ પાર્કિંગ કે જે માત્ર 8 જ વર્ષ જૂનું છે તેને પણ તોડી નાંખવામાં આવશે. ગાંધી સ્મૃતિ ભવનને ઉતારી પાડવા માટે મનપાએ ઓફર મંગાવતા સૌથી ઉંચી રૂા. 57.86 લાખની ઓફર આવી છે. આગામી બુધવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

800 સીટની કેપેસિટીવાળા ગાંધીસ્મૃતિ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
નાનપુરા ખાતે આવેલા 800 સીટોની કેપેસિટી ધરાવતું ગાંધીસ્મૃતિ ભવનનું 1974માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છ વર્ષનાï કન્સ્ટ્રકïશન બાદ 1980માં ગાંધીસ્મૃતિ ભવનનું ઉદ્દઘાટન કરાયું હતું. 2010માં તેનું એકવાર રિનોવેશન થઈ ચૂક્યું છે. હવે રિનોવેશનમાં ખર્ચ કરવાને બદલે ભવનને લેટેસ્ટ અને અદ્યતન સાધન સામગ્રી સાથે નવું બનાવવાની તૈયારીઓ કરાશે.

Most Popular

To Top