એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે રોજ પોતાના ખેતરમાં કામ કરતો. તેના ખેતરમાં એક પથ્થર જમીનમાં સજ્જડ ફસાયેલો હતો. પથ્થરનો થોડો...
ટ્રાફિક જામમાં ફસાયેલા હોવાની સ્થિતિ જ એક તો ત્રાસદાયક હોય છે અને એવે સમયે વિવિધ વાહનોનાં કર્કશ હોર્ન તેમાં ઉમેરો કરતાં રહે...
વાત આપણે વિનાયક દામોદર સાવરકરની કરી રહ્યા છીએ. દાયકાઓથી જાણકારોને બધી જ જાણકારી હતી, પણ આખરે તેમણે પણ સહન તો કર્યું જ...
કોરોનાના મામલે આખા વિશ્વમાં બીજા નંબરે રહ્યા બાદ હવે ભારતમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. હવે કોરોનાનો કહેર એટલો રહ્યો નથી. કોરોનાની...
સુરત: (Surat) કાળી ચૌદશના (Kali Chaudas) દિવસે લોકમાન્યતા મુજબ લોકો ઘરનો કકળાટ કાઢવા માટે અડદના વડા (Vada) બનાવી ચાર રસ્તા પર ઉતારો...
રાજયમાં દિવાળી પર્વ પહેલા જ મીઠાઈના વેપારી સામે ખોરાક તેમજ ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને 5000 જેટલા કેસો કરીને 22...
રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી એક સીએમ ભૂપેન્દ્ર પટેલે...
રાજ્યમાં ઉડ્ડયન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અને રાજ્યની અંદર સુવ્યવસ્થિત હવાઈ જોડાણ (Air Connectivity) ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) અને...
વિક્રમ સંવત-ર૦૭૮ના પ્રારંભ દિવસે તા.૫ નવેમ્બરે સવારે ૭ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) આખરે કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકના (Bharat Biotech) કોવેક્સિનને (Covaxin) મંજૂરી આપી દીધી છે. ભારતે રસીની મંજૂરીને લઈને...
કીમ: (Kim) કીમ ગામે રાત્રિ દરમિયાન એકાએક રહેણાક વિસ્તારમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં (Lumber godown) આગ (Fire) લાગતાં રાત્રિ દરમિયાન વિસ્તારમાં નાસભાગ મચી...
અમદાવાદ: દિવાળીના તહેવારોમાં (Diwali Festival) જ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે (Express Highway) ઉપર મોડી રાત્રે જતા વાહનો ઉપર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો...
સુરત : સુરતમાં એક એવી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશની તાસીર બદલી...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની (Elder couple) હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનું...
સુરત: (Surat) કોરોના કાળના દોઢ વર્ષ ખરાબ ગયા પછી સુરતના જ્વેલર્સની 2021ની દિવાળી (Diwali) સુધરી છે. દશેરા અને પુષ્ય નક્ષત્રમાં જ્વેલર્સે 100થી...
દિવાળીના (Diwali) લીધે દરેક ઘરમાં ફટાકડા (Crackers) હોય છે. ખાસ કરીને નાના બાળકો માટે માતા-પિતા (Parents) અવનવા ફટાકડા ખરીદી લાવતા હોય છે....
સુરત: (Surat) ભારતીય ડાક વિભાગ દ્વારા આજે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ભારત સરકારના કોમ્યુનિકેશન રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘ઇન્ટરનેશનલ બિઝનેસ...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન 10 થી ઓછા જ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ...
સુરત : હાલમાં દિવાળીના (Diwali) લીધે ટ્રેનોમાં (Train) બુકિંગ (Booking) મળી રહ્યાં નથી. અનેક પ્રયાસો છતાં સામાન્ય મુસાફરોને (Passengers) ટીકિટ (Ticket) મળી...
આધુનિક ફેશન યુગમાં ખાદી સાવ ભૂલાઇ ગઇ છે. વસ્ત્ર પરિધાનના ફેશનની ઘેલછાએ ગાંધી પરંપરાને આજની યુવા પેઢી સાવ ભૂલી ગઇ છે. 1817...
એક દિવસ ગુરુજી પાસે એક યુવાન આવ્યો. તેણે કહ્યું, ‘ગુરુજી, તમે કહેશો તે બધું જ કરવા તૈયાર છું, પણ મારે ભગવાનને શોધવા...
મોહમ્મદ અલી જિન્નાને પાકિસ્તાનના લોકો દેશના સ્થાપક તરીકે માન આપે છે કારણ કે 1947 માં ભારતના ભાગલા માટે માંગ કરી આંદોલનનાં મંડાણ...
સુરત : માતા-પિતાનો (Parents) એકબીજા સાથેના વ્યવહારની ગંભીર અસર કુમળા બાળકો ઉપર પડતી હોય છે. માતા-પિતા કેવું વર્તન કરે છે, કોણ સારું...
આપણને સરળ ચાલતી જિંદગી ગમતી જ નથી. પહેલાં આપણે સરળ ચાલતી જિંદગીને રગદોળી નાખીએ છીએ પછી તેને સરળ બનાવવાના પ્રયત્ન કરીએ છીએ....
ગયા વર્ષની શરૂઆતમાં કોરોનાવાયરસનો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારે કદાચ કોઇએ ધાર્યુ ન હશે કે આ રોગચાળો લાખો લોકોનો ભોગ લઇ લેશે....
બિહારમાં (Bihar) એવું મશીન (Machine) લગાવવામાં આવ્યું છે, જેમાં તમે એકતરફથી પ્લાસ્ટિક (Plastic) નાંખશો તો બીજી તરફથી પેટ્રોલ (Petrol) નીકળશે. આ મજાક...
આણંદ : દિવાડીના તહેવારમાં ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં દિવાળીમાં...
સુરત: સુરતમાં (Surat) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બે છોકરાઓ (Boys) પેટ્રોલપંપ (PetrolPump) પર પેટ્રોલ ભરાવવા ગયા અને ત્યાર બાદ સળગતો (Fire)...
સુરત : સુરતના(Surat) કતારગામ (Katargam) વિસ્તારમાં શરમજનક ઘટના બની છે. અહીં એક વાસનાભૂખ્યાએ માસૂમ પરિણીતાનો સુખી સંસાર છિન્નભિન્ન કરી નાંખ્યો છે. તેના...
સુરત : સિટીલાઇટમાં (Surat Citylight) રહેતી યુવતી (Girl) 13 હજારનું ગલુડીયું (puppies) વેચવા માટેની જાહેરાત કરીને રૂા. 8.62 લાખ પડાવી લેનાર પશ્ચિમ...
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું

એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે રોજ પોતાના ખેતરમાં કામ કરતો. તેના ખેતરમાં એક પથ્થર જમીનમાં સજ્જડ ફસાયેલો હતો. પથ્થરનો થોડો ભાગ જમીનથી ઉપર નીકળેલો હતો, જેનાથી અથડાઇને તે ઘણી વખત પડી ચૂક્યો હતો. ઘણી વાર તેના પગની આંગળીનો નખ ઉખડયો હતો અને લોહી નીકળ્યું હતું. કેટલી વખત તેનાથી અથડાઇને ખેતીનાં ઓજાર પણ તૂટી જતાં હતાં. ખેડૂત ઘણી વખત વિચારતો કે આ પથ્થરને જમીનમાંથી કાઢી નાખું, જેથી સમસ્યા ખતમ થાય, પરંતુ દરેક વખતે તે વિચાર ‘વિચાર’ જ રહેતો.
ક્યારેક તે આળસ કરતો કે પછી કાઢીશ.કયારેક વિચારતો આ પથ્થર તો જમીનની ખૂબ અંદર સુધી ઘૂસેલો હશે, મોટો હશે તો કાઢવો ખૂબ જ મુશ્કેલ થશે.મારા એકલાથી નહિ નીકળે.આવું વિચારીને ખેડૂત તે પથ્થરને કાઢવાનો પ્રયાસ જ નહોતો કરતો. વાવણીની મોસમ આવી.વાવણી માટે ખેતરને તૈયાર કરવા ખેડૂત ખેતર ખેડી રહ્યો હતો, બરાબર કામને ટાણે જ તેનું હળ પથ્થરથી અથડાયું અને તૂટી ગયું. ખેડૂત મુશ્કેલીમાં મૂકાઈ ગયો. તેણે એ જ સમયે નક્કી કર્યું કે આજે કંઈ પણ થઈ જાય, હું આ પથ્થરને જમીનમાંથી કાઢીને જ રહીશ.
બહુ મોટો પથ્થર હશે તેમ વિચારી તે મદદ માટે પોતાના મિત્રોને બોલાવી લાવ્યો અને ખોદકામ શરૂ કર્યું. બધા લોકો ખૂબ જોરજોરથી તે પથ્થરને કાઢવા માટે મહેનત કરવા લાગ્યા. ખેડૂતને લાગતું હતું કે આ પથ્થરને કાઢવા માટે ખૂબ મહેનત કરવી પડશે, પરંતુ જ્યારે ખોદકામ શરૂ કર્યું તો તે ખૂબ જ નાનકડો પથ્થર નીકળ્યો, જે થોડી મહેનતથી જ બહાર આવી ગયો.પથ્થર ખેતરની જમીનમાંથી નીકળી ગયો એટલે ખેડૂત ખુશ તો થયો, પણ મનોમન અફસોસ પણ કરવા લાગ્યો કે જેને તે આજ સુધી મોટો પથ્થર સમજી રહ્યો હતો તે તો એક સામાન્ય પથ્થર નીકળ્યો. આળસમાં મહેનતથી બચવાના ચક્કરમાં અને બહુ મોટો પથ્થર હશે તે ખોટી માન્યતાથી આટલા સમયથી તેનું નુકસાન થઈ રહ્યું હતું.મોટો પથ્થર હશે ..
આસાનીથી નહિ નીકળે તેવી માન્યતા કે ડર રાખ્યા વિના આ આજે કરી તે મહેનત પહેલાં જ કરી લેત તો તેનું આટલું નુકસાન ન થયું હોત.આપણે પણ ઘણી વખત જીવનમાં આવનારી નાની-નાની મુશ્કેલીઓને ખૂબ મોટી સમજી લઈએ છીએ અને તેનાથી છુટકારો મેળવવાની જગ્યાએ તકલીફ ભોગવતા રહીએ છીએ. પછી જ્યારે આપણે આ સમસ્યાનો ઉકેલ લાવી દઇએ છીએ ત્યારે ખબર પડે છે કે સમસ્યાનો ઉકેલ એટલો અઘરો ન હતો નાહક આપણે આટલા સમયથી પોતાનું જ નુકસાન કરી રહ્યા હતા. એટલે સમસ્યા નાની હોય કે મોટી, તેનો ઉકેલ તરત લાવી દેવામાં જ શાણપણ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.