Top News

More Posts

   The Latest

Most Popular

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ (Tourist Point) બન્યું છે. આ દિવાળી વેકેશનમાં (Diwali Vacation) રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. આ દિવાળી વેકેશનમાં સ્ટેટ્યુ ઓફ યુનિટીની વિશેષતા એ છે કે અહીં આવતા પ્રવાસીઓને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય 17 પ્રોજેક્ટો પણ જોવા મળી રહ્યા છે. દિવાળીના મીની વેકેશનમાં 4 દિવસમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવી ચુક્યા છે. પ્રવાસીઓએ 3 કલાક સુધી લાંબી લાઈનોમાં ઉભા રહી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું હતું.

પ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની (Sardar Vallabhbhai Patel) વિશાળ પ્રતિમાં રસ્તાના માર્ગે અને આકાશ માર્ગે જોઈ શકતા હતા. હવે પ્રવાસીઓ સ્ટેટ્યૂને જળ માર્ગે પણ નિહાળે છે. સરદાર પટેલના મહાકાય સ્ટેચ્યુના લોકાર્પણને ત્રણ વર્ષ વીતી ગયા ત્યારે ક્રુઝ બોટમાં (Cruise) બેસી પ્રવાસીઓ પાણીના પ્રતિબિંબમાંથી ઉભરતી પ્રતિમાં જોવાનો લ્હાવો આ વર્ષે મેળવી રહ્યા છે.

Ekta Cruise | Statue Of Unity

આ ક્રુઝ બોટમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે બે નવા પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રુઝમાં હવે ક્લચર પોગ્રામ પણ નિહાળવા મળશે. સાથે સાથે ગોવામાં ક્રુઝમાં ડિનર હોય છે એમ નર્મદામાં ફરતી ક્રુઝમાં પણ પ્રવાસીઓને હવે પોતાની મનગમતી વાનગી જમવા મળશે. જેના માટે આયોજન કરવામાં આવ્યું છે. હવે ક્રુઝની સફર સાથે ડાન્સ અને ડિનર પણ કરવા મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા એકતા નગરીમાં દિવાળીની ઉજવણીને લઈ ઝગમગાટ કરવામાં આવ્યો છે. કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

પ્રવાસીઓ માટે સુવિધાઓનો અભાવ : નર્મદા જિ.પં. ન્યાય સમિતિના ચેરમેન

બીજી બાજુ નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન દીનેશ તડવીએ આક્ષેપ લગાવ્યો છે કે પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે પ્રવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અસંખ્ય પ્રવાસીઓ આવે છે, પરંતુ પ્રવાસીઓની સુવિધાઓ બાબતે નારાજગી છે. કોઈ પણ પાર્કિંગમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ હતો. પ્રવાસીઓ નાસ્તા માટે અને પાણીની બોટલ માટે વલખાં મારી રહ્યા હતા. આ બધી જરૂરિયાતોની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સત્તા મંડળની નિષ્ક્રિયતા બહાર આવી છે.

To Top