Gujarat

નવા વર્ષમાં કોરોનાના કેસોમાં વધ- ઘટ, 16થી 29ની વચ્ચે નવા કેસ નોંધાયા

રાજયમાં નવા વર્ષમાં પ્રારંભના દિવસોમાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી છે. ખાસ કરીને 16થી 29ની વચ્ચે નવા કેસો નોંધાયા હતા આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે ગતા તા.4થી નવે. એટલે કે દિવાળીના રોજ રાજયમાં રાજયમાં કોરોનાના 24 કેસો નોંધાયા હતા. જયારે તે જ દિવસે 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. દિવાળીએ રાજયમાં 220 દર્દીઓ સારવાર હેઠળ હતા. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. જયારે બાકીના 216 દર્દીઓની સ્થિતિ સ્થિર રહેવા પામી હતી.

તા.5મી નવે.ના રોજ રાખી ચૌદશે રાજયમાં કોરોનાના 20 કેસો નોંધાયા હતા. જયારે 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજયમાં તે દિવસે 223 દર્દીઓ સારવાર હેઠળ હતા. જયારે તે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર તથા 219 દર્દીઓની સ્થિતિ સ્થિર રહેવા પામી હતી. તા.6ઠ્ઠી નવે.ના રોજ રાજયમાં કોરોનાના કેસો ઘટીને 16 સુધી પહોચી ગયા હતા.

જયારે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.કુલ 227 દર્દીઓ સારવાર હેઠળ હતા. જયારે 3 દર્દીઓ વેન્ટિલેટર પર હતા.અન્ય 224 દર્દીઓની સ્થિતિ સ્થિર હતી. તા.7મી નવે.ના રોજ રાજયમાં કોરોનાના નવા 19 કેસો નોંધાયા હતા. જયારે 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.રાજયમાં કોરોનાના 229 દર્દીઓ સારવાર હેઠળ હતા. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર તથા અન્ય 225 દર્દીઓની સ્થિતિ સ્થિર રહેવા પામી હતી.

જ્યારે તા.8મી નવે. એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના 29 કેસો નોંધાયા છે. જેમાં રાજકોટ મનપામાં 4, સુરત મનપામાં 4, વલસાડમાં 4 , અમદાવાદ મનપામાં 3, જુનાગઢ મનપામાં 3, વડોદરા મનપામાં 3, ભાવનગર મનપામાં 2, જુનાગઢ જિ.માં 2, સાબરકાંઠામાં 2, આણંદમાં 1 અને સુરતમાં 1 કેસ નોંધાયો છે. જયારે 41 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.

રાજયમાં સારવાર હેઠળ 217 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે , જયારે 211 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 8,26,764 સુધી પહોચી ગઈ છે. જયારે રાજયમાં 816457 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત રાજયમાં સારવાર દરમ્યાન અત્યાર સુધીમાં કુલ 10090 દર્દીઓનું મૃત્યુ થયું છે

Most Popular

To Top