Top News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની કોવેક્સિનને ઈમરજન્સી ઊપયોગની મંજૂરી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) આખરે કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકના (Bharat Biotech) કોવેક્સિનને (Covaxin) મંજૂરી આપી દીધી છે. ભારતે રસીની મંજૂરીને લઈને WHOના અડગ વલણ પર પણ ઘણી વખત સવાલો ઉઠાવ્યા હતા. પછી WHO એ દલીલ કરી કે રસીના ઉપયોગને મંજૂરી આપવાના નિર્ણય માટે સંપૂર્ણ મૂલ્યાંકનની જરૂર છે તેથી આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે. હવે WHOના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપે ભારત બાયોટેકના કોવેક્સિન માટે ઈમરજન્સી યુઝ લિસ્ટિંગની સ્થિતિની ભલામણ કરી છે. 26 ઓક્ટોબરના રોજ બેઠકમાં ભારત બાયોટેક જે કોવેક્સીન બનાવે છે, તેનાથી ફાઇનલ રિસ્ક બેનિફિટ ફોર ગ્લોબલ યૂઝ માંગવામાં આવી હતી, જેના પર નિર્ણય આવ્યો છે.

દિવાળીના એક દિવસ પહેલા WHOએ 18 વર્ષથી વધુ વયના લોકોને કોવેક્સિન લગાવવાની મંજૂરી આપી દીધી છે. કોવાક્સિન ભારતમાં જ વિકસાવવામાં આવી છે. તેને હૈદરાબાદના ICMR અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. એક નિવેદનમાં WHOએ જણાવ્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાતોની બનેલી અમારી ટીમે નિર્ણય લીધો છે કે કોવેક્સિન કોરોનાથી રક્ષણ માટે WHOના ધોરણોને પૂર્ણ કરે છે. વેક્સિનનો લાભ તેના જોખમ કરતા વધુ છે. આ વેક્સિન દુનિયા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. 

કોવેક્સિનની સમિક્ષા WHOના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ ઓન ઈમ્યૂનાઈઝેશન (SAGE)એ કરી હતી. ડબ્લ્યૂએચઓની ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક થઇ હતી. કંપની તરફથી વેક્સીનનો એફિકેસી, ઇમમુનોજેન્સિટી અને રિસ્ક અસેસમેન્ટ ડેટા આપવામાં આવ્યો છે. ગત 26 ઓક્ટોબરના રોજ બેઠકમાં ભારત બાયોટેક જે કોવેક્સીન બનાવે છે, તેનાથી ફાઇનલ રિસ્ક બેનિફિટ ફોર ગ્લોબલ યૂઝ માંગવામાં આવી હતી, જેના પર નિર્ણય આવ્યો છે.

તાજેતરમાં જી-20ની બેઠકમાં ઇટાલીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ WHOના વડા ડો. એંતોનિયો ગુતારેસ સાથે કોવેક્સિનની મંજૂરી અંગે ચર્ચા કરી હતી. G20 શિખર સંમેલનના પહેલાં સત્રમાં ગ્લોબલ ઇકોનોમી અને ગ્લોબલ હેલ્થ પર બોલતાં પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ કહ્યું હતું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે આપણે એક પૃથ્વી-એક સ્વાસ્થ્યનું વિઝન વિશ્વ સામે રાખ્યું છે. ભવિષ્યમાં એવું કોઇપણ સંકટનો સામનો કરવા માટે આ વિઝન વિશ્વની ખૂબ મોટી તાકાત બની શકે છે. તેમણે કહ્યું હતું કે ફાર્મસી ઓફ ધ વર્લ્ડની ભૂમિકા ભજવતાં ભારતે 150 થી વધુ દેશોને દવાઓ પહોંચાડી છે.

Most Popular

To Top