Vadodara

વાઘોડિયા રોડ પદમ તળાવ ખાતેથી 5 ફૂટના મગરનુ રેસ્ક્યુ

વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર પદમ તળાવમાં આવી ગયેલ મગરને પકડવા મુકાયેલા પાંજરામાં 5 ફૂટનો મગર પુરાતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરી મગરને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર પદમ તળાવમાં આવી ગયા બાદ પાસેની ઝૂંપરપટ્ટી સુધી પહોંચી જતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.જેથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વનવિભાગને જાણ કરી મગરને પકડવા પાંજરું મૂક્યું હતું. જેમાં આજે મહાકાય મગર આબાદ પુરાઈ ગયો હતો.

આ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલીએન્ટર યુવરાજસિંહ રાજપુતે જણાવ્યું હતું કે અમારી અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર વાઘોડિયા રોડ ડી માર્ટની સામેથી પદમ તળાવ સામે આવેલ ઝૂંપડપટ્ટી માંથી ત્યાંના સ્થાનિક રહેવાસીનો ફોન આવ્યો હતો કે એક મગર તળાવમાં આવી ગયો છે અને તે રાત્રિના સમયે ઘર સુધી આવી ચેડ છે.જેથી આ ફોન સંસ્થાના કાર્યકર યુવરાજ સિંહ રાજપુત , સંતોષ રાવલ અને વડોદરા વનવિભાગ દ્વારા આ મગરને પકડવા માટે ગઈકાલે સવારે એક પીંજરું મૂકવામાં આવ્યું હતું. જેની અંદર આજરોજ બપોરે એક પાંચ ફૂટનો મગર પિંજરામાં પુરાઈ ગયો હતો.જે મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top