Vadodara

એક વર્ષથી વોન્ટેડ ભૂમાફિયા ઇર્શાદ સિન્ધીને સુસેન ચાર રસ્તા પાસેથી ઝડપી પડાયો

વડોદરા: સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ ભુમાફિયા ઇર્શાદ સિન્ધીને પીસીબીની ટીમે મંગળવારે દબોચી લીધો હતો. વડોદરા શહેરના વરણામાની હદમાં આવેલી સોનાની લગડી સમાન જમીન પચાવી પાડવા ભૂમાફિયાઓએ ષડયંત્ર રચ્યું હતું. જમીન માલિકની જમીન પર કબજો જમાવવાના ઇરાદે ધાકધમકી આપતા ઇસમો વિરૂદ્ધ વરણામા પોલીસ મથકમાં એક વર્ષથી પૂર્વે ગુજરાત લેન્ડ એન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં સીધો સંડોવાયેલો કુખ્યાત ઇર્શાદ રહીમભાઇ સિન્ધી ( ગુજરાત ટ્રેક્ટર સોસાયટી, તાંદલજા ) ફરાર થઇ ગયો હતો.

એક વર્ષથી નાસતો ફરતો ઇર્શાદ મકરપુરાના સુશેન ચાર રસ્તા પાસે હોવાની બાતમી પીસીબીની ટીમને મળી હતી. પીઆઇ જે જે પટેલના માર્ગદર્શન મુજબ ટીમ સુશેન ચાર રસ્તા પાસે ધસી જઇને વોચ ગોઠવીને હતી. તે દરમિયાન ઇર્શાદ સિન્ધી નજરે પડતા જ પીસીબીને ટીમે તેને દબોચી લીધો હતો. વરણામા પોલીસ મથકનો વોન્ટેડ આરોપી ઇર્શાદ સકંજામાં આવતા જ વરણામા પોલીસને જાણ કરીને સોંપી દેવાની કાર્યવાહી પીસીબીએ હાથ ધરી હતી.

Most Popular

To Top