Gujarat

ગાંધીનગરમાં પ૬૦ સરકારી કર્મયોગીઓને આવાસોની ચાવી અર્પણ કરતાં દાદા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ૬૦ બહુમાળી આવાસોની ચાવી અર્પણ કરીને રાજ્ય સરકાર તરફથી દિપાવલી ભેટ આપી હતી.રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલા ‘બી’ ટાઇપના ર૮૦ અને ‘સી’ ટાઇપના ર૮૦ આવાસોની આ વસાહતના લોકાર્પણ અવસરે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ નરહરિ અમીન, ગાંધીનગરના નવનિયુકત મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જશવંતભાઇ પટેલ, સચિવ સંદીપ વસાવા, મુખ્ય ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી પટેલે આવાસોના લોકાર્પણ વેળાએ એક દિકરી પાસે કુંભ ઘડો મૂકાવી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને ‘સી’ ટાઇપ આવાસ બ્લોકની પ્રત્યક્ષ મૂલાકાત લઇને પૂરી પાડવામાં આવેલી સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું. આ વસાહતના આવાસોમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ, ફિક્સ ફર્નીચર, PNG ગેસ પાઇપ લાઇન કનેકશન, લિફટ, ફાયર સેફટી સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, વિશાળ પાર્કિંગ અને સિક્યુરિટી કેબિન જેવી અદ્યતન સવલતો પણ પૂરી પાડવામાં આવી છે તેની જાણકારી મેળવી હતી. સરકારી વસાહતોને રાષ્ટ્રવીરોનું નામાભિધાન આપવાની નવતર પરંપરા રૂપે આ પ૬૦ આવાસોની વસાહતને ”વીર ભગતસિંહ નગર” નામ આપવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં પાછલા પાંચ વર્ષમાં શ્યામજીકૃષ્ણ વર્મા પાર્ક, વીર સાવરકર નગર અને વંદેમાતરમ પાર્ક નામકરણ સાથે કુલ ૧૧ર૦ આવાસો રૂ. ર૧૯ કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયાર કરી લાભાર્થી કમર્યોગીઓને આવાસ સુવિધા પૂરી પાડવામાં આવી છે. એટલું જ નહિ, ૧૪પ૬ આવાસોનું રૂ. ૩૬પ કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પ્રગતિમાં છે

Most Popular

To Top