વડોદરા : ચોલામંડલમ ફાઈનાન્સ કંપનીમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરી ને ૭. ૭૦ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાના ગુનામાં બેંકના કર્મચારીઓ વેલ્યુએશનર સહિતનાઓની સંડોવણી...
વડોદરા : અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવતા બરોડા ડેરી પણ ભાવ વધારો કરશે તેવી શક્યતાઓ વચ્ચે...
દાહોદ : ઝાલોદ તાલુકાના ગરાડુ નજીક એસટી બસમાં આગ ફાટી નીકળતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસમાં બેસેલા મુસાફરો જીવ બચાવી...
વડોદરા : કોર્પોરેશનની કચેરી પાછળ ખંડેરાવ માર્કેટની પાછળ ફરતે લારી-ગલ્લા પોલીસ દ્વારા દૂર કરવાની સૂચનાથી લારી ધારકોનો મોરચો મેયરને રજૂઆત કરવા પહોંચ્યો...
વડોદરા : શહેર નજીક પોરથી વડોદરા તરફ જવાના રસ્તે એક્સયુવી ગાડીમાં સંતાડી લવાઈ રહેલો વિદેશી શરાબનો જથ્થો ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડી...
સુરત: સુરત (Surat) મનપાનાં જુદાં જુદાં યુનિયનોએ બુધવારે (Thursday) સંયુક્ત રીતે પડતર માંગણીઓ મુદ્દે રજૂઆતો કરી હતી. જો કે, રજૂઆતમાં ઉગ્રતા આવી...
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુચિત પાર-તાપી યોજના અંગે આદિજાતિ બાંધવોના પ્રશ્નો – રજૂઆતોનું નિવારણ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ...
ગાંધીનગર : રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત (Gujarat) વિધાનભામાં તેમના પ્રવચનમાં ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારની 121 દિવસની સિદ્ધીઓને આગળ...
યુક્રેનની શેરીઓમાંથી ચિત્રો (Picture) ઉભરી આવ્યા છે જેમાં ક્રૂર શહેરી લડાઈમાં નાશ પામેલા રશિયન ટાંકીના ભંગાર દર્શાવવામાં આવ્યા છે. રશિયન બખ્તરનો વિશાળ...
ગાંધીનગર : સ્વ. ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) તથા વિધાનસભાના ઊંઝાના વર્તમાન ધારાસભ્ય સ્વ આશાબેન પટેલ (Aashaben Patel) તથા પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી...
રાજપીપળા: નર્મદા જિલ્લાના વરખડ ગામની સીમમાંથી 25-30 વર્ષની અજાણી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ (Deadbody) મળી આવતાં આમલેથા પોલીસે (Police) તપાસ હાથ ધરી...
વલસાડ : વાપીથી (Vapi) 20 પેસેન્જર ભરીને વલસાડ (Valsad) આવી રહેલી એસટી બસની (S.T Bus) વલસાડ એસપી સર્કલ પાસે બ્રેક ફેઇલ (Breakfail)...
નવસારી : કબીલપોરની પરિણીતા એસિડની (Acid) બોટલનું બુચ મોઢાથી ખોલવા જતા બુચ ખુલી જતા એસીડ પી જતા પરિણીતાનું મોત (Death) નીપજ્યું હતું....
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની (Dadranagar Haveli) બે યુવતીઓ યુક્રેનમાં (Ukrain) અભ્યાસ (Study) કરવા ગઈ હતી. ત્યાં યુદ્ધ શરૂ થતા ફસાઈ...
વલસાડ: (Valsad) વલસાડ નજીકના નંદાવલા હાઇવે ઉપર આવેલા શીવપૂજા સોસાયટીમાં પરિવારજનો ઘરમાં ઊંઘતા રહ્યાને તસ્કરોએ (Thief) એકી સાથે ૩ ઘરના તાળા તોડીને...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નગરપાલિકાના (Municipality) શાસક પક્ષના નેતા હરીશ ચીમનભાઈ ઓડ ઉપર ગણદેવી ચાર રસ્તા પાસે પાંચ અજાણ્યાઓ દ્વારા જીવલેણ હુમલો કરી...
સુરત: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સુરત મેટ્રોના 19.26 કિમી લાઈન-2 માટે અંતિમ સિવિલ ટેન્ડર નોટિસ પણ બહાર પાડી દેવાયા છે....
યુક્રેન: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચી ગયું છે. કારણ કે...
નવી દિલ્હી: (Russia) રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના (War) સાતમા દિવસે ભારતીય (India) વિદેશ મંત્રાલયે ફરી એક નવી એડવાઈઝરી...
ભરૂચ: ભરૂચ (Bharuch)ની ગુજરાત ગેસ કંપની (Gujarat Gas Company) માં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા 43 કર્મચારીને (employs) કોઈપણ જાતની કારણદર્શક નોટિસ (Notice)...
સુરત: (Surat) મુંબઇથી સુરત આવેલા તિર્થ રજનીભાઇ પીપલીયાએ યુક્રેનની (Ukrain) સ્થિતિ અંગે વાત કરી હતી કે, કિવ અને ખારકિવ શહેરમાં રશિયન આર્મીએ...
યુક્રેન: યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે વધુ એક ભારતીયના મોતના સમાચાર સામે આવ્યા છે. પંજાબના ચંદન જિંદાલ નામના 22 વર્ષના વિદ્યાર્થીનું બુધવારે...
નવી દિલ્હી: ગયા ગુરૂવારે તા. 28 ફેબ્રુઆરીના રોજ રશિયાએ (Russia) યુક્રેન (Ukraine) પર મિસાઈલ હુમલો કર્યો તે વાતને સાત દિવસ થઈ ગયા...
ગાંધીનગર: આજથી ગુજરાત (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Budget Session) ની શરૂઆત થઇ ગઈ છે. 31 માર્ચ (March) સુધી આ સત્ર ચાલશે. ગુજરાત (Gujarat)માં...
યુક્રેન: રશિયા (Russia)અને યુક્રેન (ukrain)વચ્ચે યુદ્ધ (war)ચાલી રહ્યું છે. આ હાલતમાં યુક્રેનના સ્થાનિક નાગરીકો જીવનાં જોખમે અને ભય હેઠળ જીવી રહ્યા છે....
સુરત: કામરેજ પોલીસે ગત 25 ફેબ્રુઆરીએ ગાંજાના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યા બાદ આ જથ્થો મંગાવનાર આરોપીની આજે કતારગામ, ગજેરા સર્કલ...
નવી દિલ્હી: યુક્રેન(UKRAINE)માં ફસાયેલા ભારતીય (Indians) વિદ્યાર્થીઓને પરત ઓપરેશ ગંગા (operation ganga)ચાલી રહ્યું છે. ત્યારે યુરોપિયન રાષ્ટ્રમાં ફસાયેલા 6,300 થી વધુ ભારતીયોને...
મુંબઈ: (Mumbai) બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનના (ShahrukhKhan) પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryankhandurgscase) જબરદસ્ત વળાંક આવ્યો છે. જે કેસમાં એક મહિનો...
રાજકોટ: રાજકોટના (Rajkot) જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના આગેવાન મહેન્દ્ર ફળદુ (Mahendra Faldu) એ આપઘાત (Suicide) કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ...
સુરત: (Surat) સુરતની એસટીએમ (STM) માર્કેટના વેપારીઓને માર્કેટની લીઝ (Lease) રિન્યુ કરવા માટે મોકલાયેલા મેસેજમાં (Message) બે ચેક લાવવાના અને તેમાં પણ...
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
વડોદરા : ચોલામંડલમ ફાઈનાન્સ કંપનીમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરી ને ૭. ૭૦ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાના ગુનામાં બેંકના કર્મચારીઓ વેલ્યુએશનર સહિતનાઓની સંડોવણી સપાટી ઉપર આવી હતી. બેંક અધિકારીઓ ખુદ પોલીસ સ્ટેશનના ચક્કર કાપીને થાક્યા બાદ કોર્ટમાં ઘા નાખી હતી. અદાલતે ગુનો નોંધવાનો હુકમ કરતા જ ગોત્રી પોલીસે 22 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનો ગુનો દાખલ કરતા ખળભળાટ મચી ગયો હતો. આરસી દત્ત રોડ સ્થિત સેન્ટર પોઇન્ટ માં આવેલ ચોલામંડલમ ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડમાં ભેજાબાજો ની ઠગ ટોળકીએ રસ્તે ચાલતા ગ્રાહકો ઊભા કરીને જંગી રકમની લોનનું કૌભાંડ આચર્યું હતું.
સરકારે બજાર ભાવની નક્કી કરેલી જંત્રી મુજબના ભાવ કરતાં બમણા ભાવ ગણીને મીલકતોની ઉચી વેલ્યુ બતાવી હતી. તેવી ફાઇલોને બેંકમાં ફરજ બજાવતા નિતીન રાજપુત આકાશ શાહ કમલેશ ગુપ્તા અને આકાશ ફૂલવાડીએ તમામ વિગત જાણતા હોવા છતાં લોન પાસ કરાવવામાં મદદ કરી હતી.અત્યંત આયોજન બદ્ધ રચેલા કાવતરામાં લારી ગલ્લાં વાળા, પાથરના વાળા, તેમજ પર્સનલ લોન લેનારા તદ્દન મધ્યમ વર્ગના અજાણ્યા લોકોના નામે મિલકત વેચાણનું લોન કૌભાંડ રચાયું હતું. બેંકમાં વેલ્યુએશનર ધર્મેશ કલાથીયા અને ધર્મ બી શાહની ભેદી ભૂમિકા સપાટી પર આવી હતી. જે તે વિસ્તારની પ્રોપર્ટી ની વેલ્યુએશન સામાન્ય હોય ટીવી મિલકતોના વેલ્યુએશન ના ઉચ્ચા રીપોર્ટ બનાવી ને બેંકમાં રજૂ કર્યા હતા. બેંક સાથે લોન નું કામ કરતા મહીલા સહિતના કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડો રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. કેટલીક લોનમાં મંજૂર થયેલી રકમના નાણાં એજન્ટો કોન્ટ્રાક્ટરો અને ફ્રીલાન્સર ના ખાતામાં પણ સગેવગે કરાયા હતા.
ભેજાબાજોનો ભાંડો ફુટયા બાદ બેંક સત્તાવાળાઓએ ગોત્રી પોલીસ ને વારંવાર લેખિતમાં જાણ કરી હતી કરોડનું કૌભાંડ જાણવા મળ્યા છતાં પોલીસ તંત્રે ઉદાસીનતા દાખવી હતી બનાવ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાઇ હતી છતાં કોઈ પરિણામ ન મળતાં બેંક અધિકારીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અદાલતે તમામ પુરાવા ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવા પોલીસને હુકમ કર્યો હતો. કૌભાંડની અરજી સુદ્ધાં ધ્યાને ન લેનાર ગોત્રી પોલીસે રાતોરાત ગુનો દાખલ કરી દે ૩ થી ૪ શકમંદોની અટકાયત કરી ગુનાની તપાસ હાથ ધરી હતી.
બેન્કના ચાર કર્મચારી
નિતીન રાજપુત રહે દર્શનમ ઉપવન બાપોદ.
આકાશ શાહ રહે. વોર્ડ ઓફિસની ગલીમાં, પાણીગેટ.
કમલેશ ગુપ્તા, આકાશ ફૂલવાની (બંને રહે: સંવાદ વસાહત, એર પોર્ટની સામે, હરણી રોડ)
ભેજાબાજ વેલ્યુએશનર
(૧) ધર્મેશ કલથીયા : પોપ્યુલર સેન્ટર અમદાવાદ.
(૨)ધર્મ બી શાહ : ઉમા દર્શક અર્કેડ નવસારી, બનાવટી દસ્તાવેજો ઉભા કરનાર, ખોડીયાર ફાઈનાન્સ કન્સલ્ટન્સી ના સંચાલક
સન્ની ઠક્કર : અયોધ્યા નગરી ગોત્રી.
સંદીપ તિલક, યોગેશ પટેલ, અમિત શર્મા, અશોક ઠક્કર,કલ્પના વસાવા, ભરત જયસ્વાલ,ધમલ ધમેજની, પ્રકાશ માલી, સ્મિતા રાણા, અમિત પુવાર, કિશન ઇન્કા, રવિકુમાર પરમાર, દીપીકા વણકર, અને જયેશ પરમાર લાન્સર એડિશનલ વર્ગના કોન્ટ્રાક્ટરો છે.
આરોપીઓમાં અનેક વ્યાજખાઊં કરોડો રૂપિયા ૮ થી ૧૦ ટકાએ ફેરવે છે
ચોલામંડલમ ના કૌભાંડમા સંડોવાયેલા કેટલાક આરોપીઓ તો અઢળક માલેતુજાર છે ઉંચી વગ ધરાવતા રાજકારણીઓના તેમજ ઉચ્ચ અધિકારીઓના બેનંબરી નાણા ઓછા વ્યાજે લઈને ઊંચા વ્યાજે ફેરવે છે તેઓના કાળા ગોરખ ધંધા ઉપર ઢાંકપિછોડો કરવા માટે સમી સાંજથી જ ગોત્રી પોલીસ મથકમાં શહેરના વગદાર વ્યક્તિઓ તેમના મળતિયાઓ ને બચાવવા મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. કોઈપણ પ્રકારના ધીરધારના લાયસન્સ વગર વગદાર લોકોના છત્રછાયામાં મજબૂર અને ગરીબોને ઊંચા વ્યાજે નાણાં આપીને જીવનભર ની કમાણી ચૂસી લે છે. પોલીસે દરેક આરોપીઓની આવકના સ્ત્રોત ના તમામ પુરાવા તરફ ઊંડી તપાસ હાથ ધરે તો અનેક મોટા માથાઓની પણ સંડોવણી સપાટી ઉપર આવે તેમ જણાય છે. બેંકના જ કર્મચારીઓ અને વેલ્યુએશનરો ના મેળાપીપણામાં સમગ્ર કૌભાંડ લાંબા અરસાથી ચાલી રહ્યું હોવાથી છેતરપિંડીનો આંકડો હજુ પણ મોટો થવાની પોલિસ આશંકા સેવી રહી છે.