નડિયાદ: કઠલાલના ગંગાદાસના મુવાડા સીમમાં થોડા વર્ષો અગાઉ અમદાવાદના પરિવારે જમીન ખરીદી હતી. કોરોનાકાળમાં તેઓએ ખેતરમાં અવરજવર બંધ કરી હતી. દરમિયાન તકનો...
આણંદ : ખંભાત તાલુકાના પાલડી ગામે આવેલી એગ્રો ફેક્ટરીની માલીકીની લઇને બે ભાઇ વચ્ચે ચાલતી તકરારમાં નાના ભાઈએ રિવોલ્વર લાવી મોટા ભાઈ...
વડોદરા : શહેરના સમા વિસ્તારની ઉર્મી સ્કુલ પાસે આવેલા સમા ગામમાં ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના ધંધા પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા...
વડોદરા: શહેરના મધ્યમાં આવેલા રાવપુરા વિસ્તારમાં મોડી રાત્રે વાહન અકસ્માતની બાબતમાં બે કોમના ટોળા વચ્ચે અથડામણ સર્જાતા પથ્થરમારો અને વાહનોની તોડફોડનો બનાવ...
વડોદરા : સ્માર્ટ સિટી અંતર્ગત શહેરોમાં કરવામાં આવતી કામગીરીનું મૂલ્યાંકન કરીને કરાયેલ કામગીરીમાં ક્રમાંક આપવામાં આવે છે. ત્યારે વડોદરા મહનગર પાલિકા દ્વારા...
વડોદરા : દેશ-વિદેશમાં ખ્યાતનામ ધરાવતી રાજુ આમલેટની વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસેના મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલ શાખામાં ભર બપોરના સુમારે ધડાકા સાથે ભીષણ...
વડોદરા : ગુજરાતમિત્રએ વડોદરા મધ્યસ્થ જેલમાં હપ્તાબાજી તેમજ મોબાઈલની લે વેચ બે જડતી સ્કોર્ડના કર્મચારીઓ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ કરતા જેલના ઉચ્ચ અધિકારીઓ...
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની 20 વર્ષીય યુવતી બે દિવસ અગાઉ ઘરેથી જતી રહી હતી. ગૂમ થયેલી યુવતીએ પિતરાઈ બહેનને વોટ્સએપ...
મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) આજે અહીં રમાયેલી 30મી મેચમાં (Match) જોસ બટલરની આક્રમક સદી અને દેવદત્ત પડ્ડીકલ સાથે 97 ઉપરાંત સંજૂ...
સુરત: દર વર્ષે વર્લ્ડ લીવર ડે 19મી એપ્રિલે (April) મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ સ્વસ્થ લીવર (Leaver) વિશે જાગૃતિ વધારવા અને...
રાજકોટ: રાજકોટમાં રાત્રીના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરગઢ ભીચરી ગામમાં પિતા રાજુ ભોજવીયા (ઉ.વ.55)એ તેના જ પુત્ર અજીત ભોજવીયા (ઉ.વ.32)ને છાતીમાં...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત વિદ્યા સમીક્ષા સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને શાળાઓમાં કેવી રીતે શિક્ષણ કાર્ય...
ગાંધીનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર ખંભાળિયા હાઈવે પર ગોરધનપર ગામ પાસે 35 એકર જમીન...
પારડી : પારડી (Pardi) તાલુકાના કલસર પાતલિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસની ટીમ (Police team) વાહન (Vehicle) ચેકિંગમાં હતી, તે દરમિયાન દમણ પાતલિયા...
દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતના નિધન બાદથી અત્યાર સુધી તેમનું પદ ખાલી છે. ભારતના નવા લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની દેશના નવા...
શિનોર: વડોદરા (Vadodara) જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામનો યુવાન મનીષ જશભાઈ પટેલ નાનપણથી જ ગામના સરપંચ બનવાની ઇચ્છા ધરાવતો હતો. મનીષ B.S.C.નો...
અમદાવાદ: ભારતમાં (India) દિલ્લી બાદ હવે ગુજરાતમાં હિંસા જોવા મળી રહી છે. ભારત સામાજિક સદભાવની અનોખી મિસાલ આપે છે ત્યારે આ કોમીભેદભાવો...
પલસાણા: કડોદરા (Kadodra) સ્થિત અરિહંત પાર્કમાં (Arihant Park) છેલ્લા ત્રણ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સોમવારે (Monday) અરિહંત પાર્કની મહિલાઓ (Women) સહિત...
અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 18 થી 20 એપ્રિલ એટલે ત્રણ દિવસ સુધી ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. તેના માટે તે...
સિકર: રાજસ્થાનના (Rajasthan) માધોપુર ગામના એક વિદ્યાર્થીએ (Student) માત્ર ભારતમાં (India) જ નહિ પરંતુ વિદેશમાં પણ તેના માતા-પિતાનુ નામ રોશન કર્યુ છે....
દિલ્લી: રાજધાની દિલ્હીના (Delhi) જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર થયેલી હિંસાના (violence) મામલામાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસે (Police) બજરંગ દળ...
નવી દિલ્હી: બીએનપીએલ (BNPL) અને ડિજિટલ કરન્સી (Digital currency) જેવી નવી પદ્ધતિઓ ભવિષ્યમાં ચૂકવણીને લીડ કરે તેવી શક્યતા છે. તેમ છતાં આગામી...
નવી દિલ્હી: દેશ(Nation)માં કોરોના(Corona)નાં કેસો(Cases)માં ફરી વધારો નોંધાયો છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈ ચીનમાં સ્થિતિ ગંભીર બની છે. જેના પગલે કેન્દ્ર સરકાર...
સુરત: સુરતના (Surat) ડુમસના (Dumas) દરિયામાં (Sea) એક 17 વર્ષીય યુવતીનું દરિયામાં ડૂબી જવાથી મોત (Death) નિપજ્યું છે. સુરતમાં ડુમસના દરિયામાં પરિવાર...
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય નાગરિકોને, ખાસ કરીને યુવાનોને સલાહ આપી છે કે તેમણે અંગ્રેજીની જગ્યાએ હિન્દી ભાષામાં વાતચીત કરવી જોઈએ....
ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department) માવઠાની (Mawathu) આગાહી (Forecast) કરી છે. રાજ્યના હવામાનમાં 18 એપ્રિલ એટલે કે આજથી...
આમ તો આપણે બધાં આલિયા રણબીરનાં લગ્ન પતાવીને બેઠા બેઠા કોમવાદ અને કટ્ટરવાદની ચર્ચા કરવામાં બિઝી હોઇશું પણ ઋષિ સુનક નામ તમને...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) લખીમપુર ખેરી(Lakhimpur Kheri) કેસના આરોપી આશિષ મિશ્રા(Ashish Mishra)ના જામીન રદ કરી દીધા છે. સુપ્રિમ કોર્ટે સોમવારે અલ્હાબાદ...
નવી દિલ્હી: બેન્કોના (Bank) ગ્રાહકો (Customers) માટે એક સારા સમાચાર છે. બેન્કોમાં ગ્રાહકો માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. આ ફેરફાર...
નવ સ્પંદન, આત્મીયતાને સર્જકો અવનવી રીતે રજૂ કરતાં હોય છે. આ કળા પાષાણ યુગથી માનવીએ વિકસાવી છે. પથ્થરોમાં કોતરીને પોતાની સર્જકતા અમર...
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
નડિયાદ: કઠલાલના ગંગાદાસના મુવાડા સીમમાં થોડા વર્ષો અગાઉ અમદાવાદના પરિવારે જમીન ખરીદી હતી. કોરોનાકાળમાં તેઓએ ખેતરમાં અવરજવર બંધ કરી હતી. દરમિયાન તકનો લાભ લઈ ત્રણ ભાઇએ આ જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. અમદાવાદ રહેતાં મુકેશભાઈ પ્રગાજીભાઈ ડાબરીયાની માતા મંજુબેને થોડા વર્ષો અગાઉ કઠલાલ તાલુકાના ગંગાદાસના મુવાડા સીમ વિસ્તારમાં આવેલી ખેતીલાયક જમીન પ્રભાતભાઈ વાલાભાઈ ચૌહાણના વારસદારો પાસેથી ખરીદી હતી. જે બાદ મંજુબેનના પુત્ર મુકેશભાઈએ આ જમીનમાં ખેતી કરી ઉપજ લેવાનું શરૂ કર્યું હતું. જોકે, કોરોનાકાળ દરમિયાન તેઓએ ખેતરમાં જવાનું બંધ કર્યુ હતું.
દરમિયાન તકનો લાભ લઈને રમેશ દેસાઈભાઈ ચૌહાણ, કનુ દેસાઈભાઈ ચૌહાણ અને પુનમ દેસાઈભાઈ ચૌહાણે આ જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હતો. આ વાતથી અજાણ મુકેશભાઈ ચારેક મહિના અગાઉ તેમના ખેતરે ગયાં હતાં. તે વખતે ખેતરમાં હાજર રમેશભાઈ, કનુભાઈ અને પુનમભાઈએ ભેગાં મળી મુકેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને આ જમીનમાં અમારો કબ્જો છે, તારે આ જમીનમાં આવવાનું નહીં, જો આવીશ તો મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી મુકેશભાઈએ આ મામલે ખેડા કલેક્ટરમાં અરજી આપી હતી. જેની તપાસમાં ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કર્યો હોવાનું જણાઈ આવ્યુ હતું. જેના આધારે મુકેશભાઈ ડાબરીયાએ રમેશ દેસાઈભાઈ ચૌહાણ, કનુ દેસાઈભાઈ ચૌહાણ અને પુનમભાઈ દેસાઈભાઈ ચૌહાણ સામે કઠલાલ પોલીસમથકમાં ફરીયાદ આપતાં, પોલીસે ત્રણેય ભાઈઓ સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધ્યો હતો.