Business

બેન્ક ખુલવાના સમયમાં કરાયો બદલાવ, જાણો હવે સવારે કેટલાં વાગ્યે ખુલશે બેન્ક?

નવી દિલ્હી: બેન્કોના (Bank) ગ્રાહકો (Customers) માટે એક સારા સમાચાર છે. બેન્કોમાં ગ્રાહકો માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. આ ફેરફાર તા. 18 એપ્રિલથી જ લાગુ પડી ગયો છે. રિઝર્વ બેન્કના (Reserve Bank Of India) આદેશ અનુસાર હવે બેન્ક સવારે એક કલાક વહેલી ખુલશે. બેન્કો સવારે 9 વાગ્યાથી જ ખુલી જશે. જ્યારે બેન્કો અગાઉ જે સમયે બંધ થતી હતી તે પ્રમાણે નિયમિત સમયે જ બંધ થશે. આમ, ગ્રાહકોને બેન્કોમાં એક કલાક વધુ સમય મળશે.

  • ગ્રાહકોને બેન્કીંગ માટે એક કલાકનો વધુ સમય મળશે
  • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો આદેશ
  • 18 એપ્રિલથી જ નિયમ લાગુ પડી ગયો

આ અગાઉ કોરોનાના (Corona) લીધે બેન્કોના કામકાજનો સમય ઘટાડી દેવાયો હતો. જે હવે ફરી સામાન્ય કરવામાં આવ્યો છે. નવો નિયમ તા. 18 એપ્રિલ 20222ના રોજથી અમલમાં મુકાઈ ગયો છે.

કાર્ડ લેસ એટીએમ ટ્રાન્ઝેક્શન શરૂ કરાશે
આ ઉપરાંત બેન્કિંગમાં અન્ય એક મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર બેન્કો દ્વારા ટૂંક સમયમાં કાર્ડલેસ (Card Less) એટીએમ (ATM) ટ્રાન્ઝેક્શનની (Transaction) સુવિધા (Service) શરૂ કરવામાં આવશે. ગ્રાહકો UPI ના માધ્યમથી બેન્કો અને ATM માંથી કેશ કાઢી શકશે. RBI કાર્ડલેસ એટલે કે કાર્ડ વિના ટ્રાન્ઝેક્શનની સુવિધા ઝડપથી અમલમાં મુકવા જઈ રહી છે. આ સિસ્ટમ અમલમાં મુકાયા બાદ ગ્રાહકોને ડેબીટ-ક્રેડીટ (Debit-Credit) કાર્ડ (Card) લઈને ફરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

આ ઉપરાંત આ સિસ્ટમના (System) લીધે છેતરપિંડીના (Cheating) બનાવોમાં પણ ઘટાડો લાવી શકાશે એવું નિષ્ણાતોનું માનવું છે. કાર્ડનું ક્લોનિંગ, કાર્ડની ચોરી જેવા ખતરાઓ ઘટશે. તમને જણાવી દઈએ કે કાર્ડલેશ ટ્રાન્ઝેક્શનમાં ATM માં પિન (પાસવર્ડ)ના બદલે મોબાઈલ પિનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ફ્રોડ પર કાબુ મેળવી શકાશે.

Most Popular

To Top