Gujarat

અમદાવાદના રસ્તા પર બકરાના કપાયેલા માથા ફેંકાયા

અમદાવાદ: ભારતમાં (India) દિલ્લી બાદ હવે ગુજરાતમાં હિંસા જોવા મળી રહી છે. ભારત સામાજિક સદભાવની અનોખી મિસાલ આપે છે ત્યારે આ કોમીભેદભાવો (Communalism) ફાટી નીકળી રહ્યા છે. અગાઉ કેટલાક દિવસોથી ભારત જ નહિ પરંતુ ગુજરાતમાં (Gujarat) પણ હિંસાના બનાવો બની રહ્યા છે. ત્યાર બાદ હવે ગુજરાતના અમદાવાદમાં (Ahemdabad) આવો જ એક બનાવ બન્યો છે. અમદાવાદના ભીલવાડા વિસ્તારમાં કોઇએ જાહેર રસ્તા પર બકરાના કપાયેલા માથા ફેંક્યા હતા. જે બાદ ત્યાના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.

આ ઘટના છે અમદાવાદના અમરાઈવાડી ભીલવાડા વિસ્તારની. જ્યા મૈટૌ પિલ્લર નંબર 62 પાસે દુકાનોની નજીક કોઇ અજાણ વ્યક્તિ બકરાના કપાયેલા માથા રસ્તા પર ફેંકીને જતો રહ્યો હતો. આ જોઇ લોકોમાં હોબાળો મચી ગયો હતો. આસપાસના વિસ્તારમાં બકરાના કપાયેલા માથાની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જેથી ત્યાંથી જનારા લોકોને મુશ્કેલી થતી હતી. સૌપ્રથમ બકરાના કપાયેલા મસ્તકનું દ્રશ્ય મૈટૌ પિલ્લર નંબર 62 પાસે દુકાનના માલિકે જોયુ હતુ. ત્યાર પછી સ્થાનિક લોકોએ કોર્પોરેટર જગદીશ રાઠોડને આ અંગેની જાણકારી આપી હતી. 

હાલ આ દુર્લભ કૃત્ય કરનાર સામે સ્થાનિક વેપારી પારસમલ જૈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ જાહેરમાં બકરાના કપાયેલ માથા નાંખી કોમી ભેદભાવને પ્રોત્સાહન આપવાના તત્વ સામે સખત કાર્યવાહીની રજુઆત કરવામાં આવી છે. તેમજ સ્થાનિક નગરસેવકે મૈટૌની આસપાસ CCTV કેમેરા લગાવવાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની સાવચેતી લેવામાં આવે તેવી માંગ પણ કરી છે.

આ પહેલા પણ ગુજરાતના વડોદરા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખંભાતમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે એ જોવા મળી રહ્યુ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં તણાવપૂર્ણ માહોલ ઊભું કરવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. હિંમતનગર અને ખંભાતમાં રામ નવમી નિમિત્તે શોભાયાત્રામાં હુમલો કરી હિંસા ફેલાવવામાં આવી હતી. તેમજ વડોદરાના રાવપુરામાં બાઇક અથડામણ બાદ તલવાર સાથે આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેમાં 10 થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરી પથ્થરમારો કરતા 4 વ્યક્તિને ઈજા થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. આવામાં પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કયા કારણોસર અવારનવાર હિંસાની ઘટનાઓ બની રહી છે, અસામાજિક તત્વો પર ક્યારે પૂર્ણવિરામ આવશે તે ચિંતાનો વિષય છે.

Most Popular

To Top