SURAT

વિશ્વ લીવર દિવસ: સુરત-દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી 180 લીવરનું દાન

સુરત: દર વર્ષે વર્લ્ડ લીવર ડે 19મી એપ્રિલે (April) મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ સ્વસ્થ લીવર (Leaver) વિશે જાગૃતિ વધારવા અને લીવર સંબંધિત રોગો તરફ ધ્યાન દોરવાનો છે. સુરત (Surat) અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ (Donate) લાઈફ દ્વારા અત્યાર સુધી કુલ 1006 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 180 લીવરનું દાન અત્યાર સુધી થયું છે.

લીવર આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અને બીજા નંબરનું સૌથી મોટું અંગ છે. તે સૌથી જટિલ અંગોમાંનું પણ એક માનવામાં આવે છે. જે શરીરના નિર્ણાયક કાર્યો કરે છે. અને તે વ્યક્તિના પાચન, રોગપ્રતિકારક શક્તિ, ચયાપચય અને પોષણ સંગ્રહ સાથે સંકળાયેલું છે. તેના મહત્વ અને તેના કાર્યો અને લીવર સંબંધિત રોગોની જાગૃતિને ચિહ્નિત કરવા માટે, વિશ્વ યકૃત દિવસ 2022 દર વર્ષે 19મી એપ્રિલે ઉજવવામાં આવે છે.

લિવરની સૌથી સામાન્ય બિમારી છે, જે લાખોના મોતનું કારણ બની રહી છે. અમેરિકાના 10 કરોડ યુવાઓમાંથી 40 ટકા ઓવરઇટિંગને કારણે નોન એલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડોક્ટરનો તર્ક છે કે, એવા લોકો જે પહેલાથી જ ડાયાબિટીઝ, મેદસ્વીતા અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીથી પીડિત છે, તેઓમાં તેનો વધુ ખતરો રહેલો છે. અનેક લોકોને આ બિમારી અનુવાંશિક રીતે પણ થાય છે. ખાવાનું પાચન ન થવું, ટાઈપ-2 ની ડાયાબિટીઝ અને અનહેલ્થી ફુડના સેવનથી એનએફએલડી ઝડપી રીતે વધી રહ્યું છે.

નિયમિત ફિઝિયોથેરાપી કસરતો પરિણામ આપે છે
નવી સિવિલના ફિઝિયોથેરાપી વિભાગના ડો.નિશાંતે જણાવ્યું હતું કે, નિયમિત કસરત હેપેટાઈટિસ-સીમાં સિરિહોસિસનું જોખમ ઓછું કરે છે. એચઆઈવી દર્દીઓમાં સ્થુળતાના બનાવોમાં ઘટાડો કરે છે. સ્થૂળતા ટાળવાથી ફેટી લીવર, એલિવેટેડ બ્લડ ઇન્સ્યુલિન જે સિરોસિસ માટે જવાબદાર છે તેને રોકવામાં મદદ કરે છે. તાકાત તાલીમ દ્વારા એન્ટ્રોફી ઘટાડો કરે છે. એરોબિક કસરતની યકૃતના કાર્ય પર સૌથી વધુ અસર પડે છે. નિયમિત કસરત કરવાથી કાર્ડિયોવેસ્કયુલર લાભ થાય છે.

લીવરને સ્વસ્થ રાખવા માટેની ટિપ્સ
લસણ, ગ્રેપ ફ્રૂટ, ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, સફરજન અને અખરોટ ખાવા જરૂરી છે. લીંબુ, લીંબુનો રસ અને ગ્રીન ટી લો. બાજરી જેવા વૈકલ્પિક અનાજને પ્રાધાન્ય આપો. બ્રોકોલી અને કોબીજ જેવા ક્રુસિફેરસ શાકભાજી ઉમેરો. ભોજનમાં હળદરનો ઉપયોગ કરવો સારું રહેશે.

Most Popular

To Top