Top News

More Posts

   The Latest

Most Popular

OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ પોસ્ટ મૂકનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કેવડીયા કોલોની પોલીસ ટીમે OLX કંપનીનો સંપર્ક સાધીને કંપની પાસેથી આ પોસ્ટ કયા ID પરથી અને કોણે ક્યારે મૂકી હતી એ વિગત માંગી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રએ ફરિયાદમાં પોસ્ટ મુકનારા અને OLX ના સંચાલકોને આરોપી બનાવવા લેખિત ફરિયાદ આપી છે, પોલીસે હજુ આરોપી માત્ર પોસ્ટ મુકનારાને બનાવ્યો છે ત્યારે આગળની તપાસમાં આરોપી તરીકે કંપની સંચાલકો આવશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.

કેવડિયા પીઆઈ પી.ટી.ચૌધરીના જણાવ્યા મુજબ અમે OLX કંપની પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવાની પોસ્ટ મુકનારાની તમામ વિગત માંગી છે હાલમાં આરોપી તરીકે પોસ્ટ મુકનાર અજાણ્યો શખ્શ છે .અમે ફરિયાદ લીધા બાદ OLX કંપનીનો સંપર્ક સાધ્યો છે.અને જે વ્યક્તિએ પોસ્ટ મૂકી છે તેનું નામ-સરનામાંની વિગત મેળવી રહ્યા છે. જે IP એડ્રેસ પરથી આ પોસ્ટ મૂકવામાં આવી તેની સમગ્ર જાણકારી મેળવવામાં આવી છે અને આ જાણકારી મળ્યા બાદ અમે જે તે વ્યક્તિની સામે જરૂરી કાર્યવાહી કરીશું. હાલમાં જે મામલતદારની લેખિત ફરિયાદ આધારે FIR કેવડિયા પોલીસે નોંધી છે તેમાં આરોપીઓંના નામમાં કંપનીના સંચાલકોના નામ નથી ત્યારે આ બાબતે પોલીસનું કહેવું છે ગુનાની તપાસ બાદ વધુ આરોપીઓ નામો આવશે.

To Top