Dakshin Gujarat

બારડોલી કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહનું 65.94 ટકા પરિણામ, A-1માં એકપણ વિદ્યાર્થીને સ્થાન નહીં

બારડોલી : ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (વિજ્ઞાન પ્રવાહ) (Science) પરીક્ષા 2022નું પરિણામ (Result) ગુરુવારના રોજ જાહેર થયું હતું. બારડોલી (Bardoli) કેન્દ્રનું પરિણામ 65.94 ટકા રહ્યું હતું. બારડોલી કેન્દ્રમાં A1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીને સફળતા મળી ન હતી. જ્યારે A2 ગ્રેડમાં માત્ર ચાર વિદ્યાર્થી નોંધાયા હતા. સૌથી વધુ પરિણામ એચ.એમ.પટેલ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલનું 80 ટકા આવ્યું હતું.

એમ.બી.વામદોત હાઈસ્કૂલમાં કુલ 56 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 42 વિદ્યાર્થી સફળ રહ્યા હતા. શાળાનું કુલ પરિણામ 76.78 ટકા આવ્યું હતું. જેમાં મનીષ પાટીલ A2, ચિંતન ત્રિવેદી અને મિત રાઠોડે B1 ગ્રેડ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. BABS હાઈસ્કૂલનું પરિણામ 49 ટકા આવ્યું હતું. કુલ 47 વિદ્યાર્થીમાંથી 23 વિદ્યાર્થી સફળ રહ્યા હતા. વિભાગ Bમાં ધ્યાની શાહ અને દિયા શાહે A2 ગ્રેડ, જય ચૌધરીએ B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. A વિભાગમાં આયુશી ચૌહાણ B1, ભૂપેશ સૂર્યવંશી તેમજ નીલ ખત્રી C1 સાથે શાળામાં આગળ પડતા રહ્યા હતા. અંગ્રેજી માધ્યમ શાળામાં 8માંથી 5 સફળ રહ્યા હતા. જેમાં અભિષેક યાદવ B1 સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

મોતાની એમ.જે.ભટ્ટ ગુજરાતી માધ્યમ શાળાનું પરિણામ 65.21 ટકા આવ્યું હતું. જેમાં ક્રિષ્ના ભોયા, વિનીત પીપલીયા અને શ્યામ ચૌધરીએ શાળામાં ટોપર્સ રહ્યા હતા. અંગ્રેજી માધ્યમનું પરિણામ 70 ટકા આવ્યું હતું. જેમાં માહી પટેલ, દૃષ્ટિ પટેલ અને કરણ પ્રજાપતિએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સેન્સેરીતે ઈંગ્લિશ મિડિયમ સ્કૂલનું પરિણામ 78.04 ટકા આવ્યું હતું. કુલ 41માંથી 32 વિદ્યાર્થીએ સફળતા પ્રાપ્ત કરી હતી. જેમાં હાર્દિક લાલાણી A2 ગ્રેડ અને તેહસીન મેમણ તથા નેહ પટેલે B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. સરસ્વતી શિશુ મંદિરમાં કુલ 9માંથી 5 વિદ્યાર્થીએ પરીક્ષામાં સફળતા મેળવી હતી. જેમાં હર્ષદ જાદવ, શિવ પ્રજાપતિ અને પ્રવણી રાઠોડે શાળામાં આગળ પડતું સ્થાન મેળવ્યું હતું.

એચ.એમ.પટેલ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં કુલ 10 વિદ્યાર્થીમાંથી 8 સફળ રહ્યા હતા. માનસ જૈને B1, રિતેશ પટેલે C1 અને રિતિકા ધારિયાએ C1 ગ્રેડ મેળવ્યો હતો. જે.એમ.પટેલ હાઈસ્કૂલમાં 25 વિદ્યાર્થીઓમાંથી 17 વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા.શાળાનું પરિણામ 68 ટકા આવ્યું હતું. શાળામાં ઇશિકા કટારિયા, સરસ્વતી કુશવાહ અને ઝીલ ભંડારી ટોપર્સ રહ્યાં હતાં. આમ, બારડોલી કેન્દ્રમાં કુલ 957માંથી 631 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવામાં સફળ રહ્યા હતા. જ્યારે 326ને સુધારાની જરૂરિયાત જણાઈ હતી.

ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું ૬૮.૧૨ ટકા પરિણામ, માત્ર ૭ વિદ્યાર્થીનો A-1માં સમાવેશ
ભરૂચ: ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-૨૦૨૨માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાનું ૬૮.૧૨ ટકા પરિણામ જાહેર થયું છે. જો કે, છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવતી હતી. જેની અસર આ વખતે બોર્ડનાં પરિણામો પર પણ દેખાઈ રહી છે. ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું હોય તેમ ગુરુવારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલાં પરિણામો પરથી લાગ્યું હતું. ભરૂચ જિલ્લાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૮.૧૨ ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં ચોંકાવનારી વાત એ હતી કે A-1 ગ્રેડમાં જિલ્લામાં માત્ર ૭ વિદ્યાર્થી આવ્યા હતા.
જિલ્લાના ગ્રેડ વાર પરિણામ ઉપર નજર કરીએ તો A-1માં ૭, A-2માં 54, B-1માં ૨૦૪, B-2માં ૩૨૨, C-1માં ૪૯૯, C-2માં ૫૯૦, જ્યારે ડી ગ્રેડમાં ૧૪૭ વિદ્યાર્થીઓ આવ્યા હતા. જિલ્લામાં કુલ ૨૬૮૮ વિદ્યાર્થી નોંધાયા હતા. ગુરુવારે પૈકી ૨૬૭૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૮૨૩ વિદ્યાર્થી પાસ થયા છે. ગુરુવારે સવારે દસ કલાકે ઓનલાઈન પરિણામ જાહેર થયાં હતાં. પરિણામ આવતાં વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ દેખાતો હતો. અને હવે બાદમાં પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા શાળાઓ દ્વારા હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top