Madhya Gujarat

આણંદમાં 12 સાયન્સનું 62.60 ટકા પરિણામ જાહેર

આણંદ : એજ્યુકેશન હબ આણંદ જિલ્લામાં ગુરૂવારે જાહેર થયેલું ધો.12 સાયન્સનું પરિણામ 62.60 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગયા વરસે કોરોના મહામારીના પગલે સો ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આ વરસે કોરોના કંટ્રોલમાં રહેતા ઓફલાઇન એક્ઝામ લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વરસભર ઓનલાઇન ભણેલા વિદ્યાર્થીઓને મળેલા પર્સન્ટાઇલમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 38 ટકા વિદ્યાર્થી નપાસ જાહેર થયાં છે. તો 1649 વિદ્યાર્થી સી અને ઇ ગ્રેડ મળ્યો છે.

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે ધો.12 સાયન્સમાં 3839 વિદ્યાર્થી નોંધાયા હતાં. જેમાં 3834 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું ગુરૂવારના રોજ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 62.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જોકે, તેમાં મોટા ભાગના એટલે કે 1649 વિદ્યાર્થીને સી અને ઇ ગ્રેડ મળતાં નિરાશાનો પણ માહોલ જોવા મળ્યો હતો. માત્ર ત્રણ જ વિદ્યાર્થી એ-1 ગ્રેડ મેળવી શક્યાં છે. જ્યારે એ-2માં 84 અને બી-1માં 245 અને બી-2માં 419 વિદ્યાર્થીને મળ્યાં છે.
આ ઉપરાંત ખેડા જિલ્લાનું કુલ 59.88 ટકા પરિણામ રહ્યું હતું.

જિલ્લાના કુલ 2090 વિદ્યાર્થીમાંથી 2079 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરંતુ તેમાંથી કોઇને એ-1 મળ્યો નહતો. જ્યારે એ-2માં 40, બી-1માં 145, બી-2માં 215, સી-1માં 300, સી-2માં 398, ડીમાં 145 વિદ્યાર્થીને ગ્રેડ મળ્યાં છે. જ્યારે મહિસાગર જિલ્લામાં 1325 વિદ્યાર્થીમાંથી 1320 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તેમાંથી એ-2માં 13, બી-1માં 41, બી-2માં 109, સી-1માં 208, સી-2માં 239, ડી વર્ગમાં 61 વિદ્યાર્થીને ગ્રેડ મળ્યો હતો.

મહિસાગર કેન્દ્ર પ્રમાણે પરિણામ
સેન્ટર નોંધાયેલા હાજર પાસ નપાસ ટકા
લુણાવાડા 880 877 135 397 55.07
સંતરામપુર 400 398 73 265 33.92
બાલાસિનોર 128 128 341 55 57.03

આણંદના કેન્દ્ર પ્રમાણે પરિણામ
સેન્ટર નોંધાયેલા હાજર પાસ નપાસ ટકા
આણંદ 880 879 527 353 59.95
બોરસદ 908 906 526 382 58.06
ખંભાત 486 485 357 129 73.61
પેટલાદ 509 509 261 248 51.28
વિદ્યાનગર 910 909 642 268 70.63
ખેડાના કેન્દ્ર પ્રમાણે પરિણામ
સેન્ટર નોંધાયેલા હાજર પાસ નપાસ ટકા
નડિયાદ શહેર 676 676 472 204 69.82
નડિયાદ સ્ટેશન 469 469 275 194 58.64
ડાકોર 284 282 160 124 56.74
થર્મલ 149 149 68 81 45.64
કપડવંજ 368 360 165 203 45.83
ખેડા 345 344 233 112 67.73

Most Popular

To Top