Top News

More Posts

   The Latest

Most Popular

ઇન્ડોનેશિયામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની બે ઘટના બનતાં ઓછામાં ઓછા 11ના મોત થયાં હોવાનું અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. ભૂસ્ખલનની આ ઘટનામાં 18ને ઇજા થઇ છે. ઘટના સ્થળે રાહત બચાવ માટે પહોંચેલી રેસ્ક્યુ ટીમ પણ ભૂસ્ખલનનો ભોગ બની હતી અને તેઓ પણ માટી હેઠળ દબાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનની બે ઘટનાઓ બની તેમાં ઘાયલોને લેવા આવેલી એક એમ્બ્યુલેન્સ પણ માટી હેઠળ દટાઇ હતી, અને તેને ક્રેનની મદદ વડે બહાર કાઢવામાં આવી હતી.

નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા રાદિત્ય જાતિએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 11ના મોત થયા છે અને 18 ઘાયલ છે. તેમણે જણાવ્યું હતું કે મૃતકોમાં રેસ્ક્યુ ટીમના સભ્યનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં વરસાદ અને હાઇ ટાઇડની ઘટનાઓને કારણે ઇન્ડોનેશિયાના ઘણાં વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. અહીંના 17,000 ટાપુમાં લાખો લોકો પર્વતીય વિસ્તારો કે નદીની નજીક આવેલા ફળદ્રુપ મેદાનો પાસે રહે છે. વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં રસ્તા અને પુલ બંધ થઇ ગયા હતા અને તેમને ફરી ખુલ્લા કરવા માટે મોટા પાયે મશીનરી કામે લગાડાઇ હતી.

To Top