Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: કોરોના વાઇરસ (corona virus)ની જેમ હવે સતત શિક્ષણને લગતાં રાજ્ય સરકાર (state govt)ના નિર્ણયો પણ સમજની બહાર (out of understanding) છે. સરકારે તાજેતરમાં ઇન્ટર મિડિએટ લેવલે બીજા અને ચોથા સેમેટસ્ટરમાં પ્રોગેશન (prog ration) જાહેર કરતા ફરી યુનિ.ની મુશ્કેલીઓ વધી છે.

વીર નર્મદ યુનિ. (vnsgu) એ કોરોનાને લઇને ઓનલાઇન એકઝામ્સ (online exams) માટે તડામાર તૈયારીઓ કરી દીધી હતી. એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટ જેવા સત્તામંડળે પણ આ અંગે નિર્ણયો કરી દીધા હતા. વીર નર્મદ યુનિ.એ તો સમસ્ત દક્ષિણ ગુજરાતભરની શાળા કોલેજો સહિતની સંસ્થાઓ પાસે કોમ્પ્યુટર લેબ (computer lab) સહિત સીસીટીવી (cctv)ની વ્યવસ્થાનો કયાસ કઢાવ્યો હતો. યુનિ. ઓનલાઇન એકઝામ માટે આગળ વધે તે વચ્ચે ગયા અઠવાડિયે રાજય સરકારે મેડકલ અને પેરામેડિકલ સિવાયના તમામ નોન પ્રોફેશનલ કોર્ષિસમાં ઇન્ટર મિડિએટ લેવલે બીજા અને ચોથા સેમેસ્ટરમાં પ્રોગેશન જાહેર કર્યું હતું.

સરકારે પ્રોગેશન માટે ગણતરી સાથે ઉદાહરણ સહિત પરિપત્ર પણ જારી કરી દીધો હતો. પરંતુ આ પરિપત્રને પગલે ફરી રાજયભરની યુનિ.માં અસમંજસતા ફેલાઇ છે. આ અંગે યુનિ.ના અંતરંગ સૂત્રોનું માનીએ તો યુનિ.ના શિક્ષણવિદો પ્રોગેશનના હિતમાં નથી. પરંતુ રાજય સરકારના આદેશ ને પગલે હવે બીજા અને ચોથા સેમેસ્ટરમાં પ્રોગેશન સિવાય છુટકો નથી. તે સિવાય બાકી રહેલા યુજીના 1-3-5-6 તેમજ પીજીના 1-3–5-6 સેમેસ્ટર માટે શું કરવુ તે હવે યુનિ.માં વિચારાધીન છે. યુનિ.એ આ માટે આવતીકાલે એકડેમિક કાઉન્સિલની બેઠક બોલાવી છે. જેમાં અન્ય વિષયની પરીક્ષા અંગે નિર્ણય કરાશે.

યુનિ.ના સત્તાધિશો ઓનલાઇન એકઝામ્સ લેવાના મૂડમાં જ છે

યુનિ,ના સૂત્રોનું માનીએ તો યુનિએ રાજય સરકારે જાહેર કરેલા બીજા અને ચોથા સેમેસ્ટર સિવાયના અન્ય સેમેસ્ટર માટે ઓનલાઇન એકઝામ્સ લેવાના મૂડમાં તે માટે આવતીકાલે ગહન ચર્ચા કરાશે. સંભવત: રાજય સરકાર પાસે આ અંગ ગાઇડન્સ પણ મંગાશે. જેથી પરીક્ષા અંગે ચિત્ર સ્પષ્ટ થાય અને ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી શકે.

To Top