SURAT

દક્ષિણ ભારતમાં લોકડાઉન લંબાતા સુરતના આ ઉદ્યોગને મોટો ફટકો

surat શહેરમાં એક તરફ કાપડ માર્કેટ ( textile market) અને હીરા બજારો સહિત રિટેલ માર્કેટ ( reatail market)ખુલી છે ત્યારે જરી ઉદ્યોગમાં વિપરીત સ્થિતિ જોવા મળી છે. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક, તામિલનાડૂ, આંધ્રપ્રદેશ અને કેરળમાં કોરોનાની ( corona) બીજી લહેરમાં મૃત્યુઆંક વધતા 7 જૂન સુધી જુદા-જુદા શહેરોમાં લોકડાઉન ( lockdown) લાગૂ થતા સિલ્ક સાડી ( silk saree) નું ઉત્પાદન કરતા હજારો કારખાનાઓ બંધ થયા છે.

તેની સીધી અસર સુરતના જરી ઉદ્યોગ પર પડી છે. છેલ્લા 20 દિવસથી દક્ષિણ ભારતના રાજ્યોની સ્થિતિ કથળતા સુરતમાં 90 ટકા જરીના કારખાનાઓ બંધ થઇ ગયા છે. કારખાના બંધ થવાનું એક કારણ જૂનુ પેમેન્ટ આવી રહ્યુ નથી અને માલની ડિમાન્ડ પણ નથી. બીજી તરફ જરીના રૉ-મટીરિયલ્સ સોના, ચાંદી અને તાંબાના ભાવો આસમાને પહોંચ્યા છે. તેને લઇને ઉત્પાદકો જોખમ ખેડવા માંગતા નથી. જો મોંઘી કિમતે રોમટીરિયલ્સની ખરીદી કરવામાં આવે અને ભાવ તૂટી પડે તો ઉત્પાદન ખર્ચ માથે પડી શકે છે. તામિલનાડૂમાં સેલમ, કાંચીપુરમ અને આરનીની મંડી બંધ છે. તેવીજ રીતે આંધ્રપ્રદેશમાં ધરમાવરમ, કર્ણાટકમાં બેંગ્લુરૂ અને કેરળમાં થિરૂવનંતપુરમની માર્કેટ પણ બંધ પડી છે. સુરતમાં ઉદ્યોગો બંધ હતા ત્યારે રિયલ અને ઇમિટેશન જરીનું ઉત્પાદન થયુ હતુ.

અત્યારે માલનો ભરાવો છે તે જોતા 90 ટકા યુનિટોમાં ઉત્પાદન બંધ છે. જે 10 ટકા યુનિટો ચાલી રહ્યા છે. તે ઓર્ડર અથવા કેપિસિટિ પર ચાલી રહ્યા છે. 7 જૂને દક્ષિણ ભારતના રાજ્યોની સ્થિત કેવી રહેશે તેના પર મેન્યુફેક્ચરિંગ શરૂ કરાશે. મુશ્કેલી એ છે કે દક્ષિણભારતના રાજ્યોમાં 60થી 90 દિવસની ક્રેડિટ પર જે વેપારીઓને માલ આપ્યો હતો. તે પૈકી કેટલાકના કોરોનામાં નિધન પણ થયા છે. આ પેમેન્ટ કઢાવવુ ખુબ મુશ્કેલ બનશે જરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના અગ્રણીઓ કહે છે કે પેમેન્ટ સાયકલ ખોરવાતા ઉત્પાદન અટકાવવુ પડ્યુ છે. જૂન મહીનામા સ્થિતિ કેવી રહેશે તેને આધારે નિર્ણય લેવાશે

Most Popular

To Top