લોન મેળવવા માટે ઘણી વા૨ કોઈ મિલકત બેંકમાં ગીરો (મોર્ગેજ) મૂકવી પડે છે. મિલકત જુદી જુદી રીતે યાને મોર્ગેજ થઈ શકે છે....
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોળી મતદારોની સંખ્યા વધુ છે અને આમે ય ગુજરાતમાં એમની સંખ્યા 23 ટકા છે પણ એમની સંખ્યા મુજબ...
ઘણી વાર ડાયાબિટીસના દર્દીઓમાં આ તકલીફ જોવા મળતી હોય છેસમસ્યા: હાલ મારી ઉંમર 52 વર્ષની છે. મારી ઇન્દ્રિયના આગળના ભાગે છેલ્લા 5-6...
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં બહુપક્ષીય જંગ જામશે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ વેગ પકડશે. અનેક રાજકીય સમીકરણો બદલાશે. ગુજરાતના પ્રવાસે દિગ્ગજ નેતાઓનો કાફલો ઉતરશે...
ગુજરાત આખું એક બાજુ અને સુરત એક બાજુ! ગુજરાતમાં ચૂંટણીજંગ તેની પરાકાષ્ઠા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સુરત દેશભરના રાજકીય વિષયમાં...
આપણે ત્યાં બધા જાણે છે કે વ્યવસ્થાને બદલવા માટે આખા દેશ માટે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ જોઇએ. જેમના હૈયે પ્રજાનું હિત વળગેલું...
વિશ્વના બધા જ દેશોના લોકો, જેઓ કોઈ ને કોઈ કારણસર સ્વદેશ છોડીને, સ્થળાંતર કરીને અન્ય કોઈ દેશમાં જવા ઈચ્છતા હોય છે, એ...
મુંબઈ: મુંબઈમાં (Mumbai) આવેલી ધારાવી ઝૂપડપટ્ટી જેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ તેના પુન:વિકાસ માટેના પ્રોજેકટનું કામ એશિયાની સૌથી ધનિક ગણાતી ગૌતમ...
નવી દિલ્હી: મંગળવારના રોજ લગભગ રાત્રિના 9 વાગ્યાની આસપાસ દિલ્હી-NCRમાં (Delhi) 2.5 તીવ્રતાના ભૂકંપના (Earthquake) આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી...
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટીંગ સિસ્ટમ’ વિષય ઉપર સેશનને સંબોધતાં નિષ્ણાંત વકતા...
સુરતઃ નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (NCPA) અંતર્ગત શહેરમાં હવાનું પ્રદૂષણ (Air pollution) નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી ઇમ્પલિમેન્ટેશન કમિટીની તા.28 નવેમ્બરે...
સુરત : શહેર પોલીસનો (Police) 95 ટકા સ્ટાફ (Staff) હાલમાં ચૂંટણી (Election) બંદોબસ્તમાં છે. ત્યારે રાંદેરમાં દસ કરતા વધારે ગુનમાં સંડોવાયેલો આરોપી...
સુરત: આગામી તા.1લી ડિસેમ્બરે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કામાં સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન (Voting) યોજાવાનું...
સુરત: આગામી ગુરુવારે યોજાનારા મતદાનની (Voting) પૂર્વ તૈયારીના ભાગરૂપે આવતીકાલ તારીખ 30 નવેમ્બર ને બુધવારે બપોર બાદથી જ સુરત (Surat) શહેર જિલ્લાનાં...
સુરત : ગ્રે કાપડના વેપારીએ સંખ્યાબંધ વિવર્સોનું 3.16 કરોડનું કરી નાંખીને છ મહિનામાં તમામ નાણાં (Money) મોજશોખમાં ઉડાડી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં...
સુરત: ગુજરાતમાં (Gujarat) પહેલા તબક્કાના મતદાનને (Voting) ગણતરીને કલાકો જ બાકી છે, ત્યારે કામરેજ વિસ્તારમાં ચૂંટણી (Election) બહિષ્કારનાં બેનરો લાગતાં રાજકીય પાર્ટીઓ...
ભરૂચ: ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada) જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે મંગળવારે સાંજે ૫ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. ભરૂચની...
ભરૂચ: આમોદમાં (Aamod) સોમવારે રાત્રે કોંગ્રેસ (Congress) દ્વારા જંબુસર વિધાનસભાના ઉમેદવારના પ્રચાર અર્થે પુરસા રોડ નવી નગરી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં...
સુરત: (Surat) સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજલિ ઇન્ડસ્ટ્રીઝ ના અવાવરું ખુલ્લા ખેતરમાં (Farm) એક 30 થી 35 વર્ષે મહિલાની હત્યા (Murder) કરાયેલી...
હથોડા: કોઠવા (Kothva) ખાતે યોજાયેલા મેળામાં (Fair) ગત સોમવારે રાત્રે કવ્વાલીના સમયે લોકોનું કીડિયારું ઊભરાયું હતું. અને એકતરફ શાંતિથી કવ્વાલી ચાલતી હતી....
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ને ગુરુવારે યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ (Election) અંતર્ગત મતદાનના દિવસે જિલ્લાના નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત...
લિસ્બન : પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર (Footballer) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથેનો કરાર માન્ચેસ્ટર યુનાઈટેડે સમાપ્ત કરવાની જાહેરાત કર્યા પછી હવે સાઉદી અરેબિયાની ક્લબે રોનાલ્ડોને...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વરના હસ્તી તળાવ મુખ્ય માર્ગ ઉપર મંગળવારે સવારના સમયે ફોર વ્હીલ ગાડી, થ્રિ વ્હીલ ટેમ્પો અને એક બાઇક વચ્ચે ત્રિપલ...
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (Woman IPL) (ડબલ્યુઆઇપીએલ)ની તૈયારી કરી રહ્યું છે....
લુસેલ : ફિફા વર્લ્ડકપના (FIFA World Cup) ગ્રુપ એચની ગત મોડી રાત્રે રમાયેલી એક મેચમાં બ્રુનો ફર્નાન્ડિસના બે ગોલની મદદથી પોર્ટુગલે ઉરુગ્વે...
ગાંધીનગર: આગામી તા.1લી ડિસે.ના રોજ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજે સાંજે પ્રચાર પડઘમ શંત થયા છે. સૌરાષ્ટ્ર – કચ્છ તથા દક્ષિણ...
અમદાવાદ: ભાજપ (BJP) દ્વારા સરેઆમ ચૂંટણીની (Election) આદર્શ આચારસંહિતાના નિયમોની ઠેકડી ઉડાવાઈ રહી છે. આજે દાંતાના ભાજપના ઉમેદવાર હાર ભાળી ગયા હોવાથી...
ગાંધીનગર: રાજયમાં બે તબક્કામા મતદાન (Voting) થવાનું છ ત્યારે કુલ 1621 ઉમેદવારો પૈકી 330 જેટલા ઉમેદવારો સામે ગુનાઓ દાખલ થયેલા છે. તેમજ...
નવી દિલ્હી: વિસ્તારા એરલાઈન્સ (Vistara Airlines) એર ઈન્ડિયા (Air India) સાથે મર્જ થવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ 29 નવેમ્બર 2022ના...
નવસારી: (Navsari) ઉન ગામ પાસે ચાલક ટેમ્પો ઉભો રાખી સુઈ ગયો હતો. ત્યારે ચોરો (Thief) ટેમ્પોનો કાચ કાઢી મોબાઈલ ચોરી કરી 88...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
લોન મેળવવા માટે ઘણી વા૨ કોઈ મિલકત બેંકમાં ગીરો (મોર્ગેજ) મૂકવી પડે છે. મિલકત જુદી જુદી રીતે યાને મોર્ગેજ થઈ શકે છે. ઈકવીટેબલ મોર્ગેજની પ્રક્રિયા પ્રમાણમાં સરળ અને ઓછી ખર્ચાળ હોવાને કા૨ણે બેંકો મોટે ભાગે ઈકિવટેબલ મોર્ગેજ કરાવવાનું પસંદ કરે છે. મિલકત સંબંધિત અસલ દસ્તાવેજો બેંકમાં ડિપોઝીટ કરીને ઈકિવટેબલ મોર્ગેજ થઈ શકે છે. લોન લેનાર દ્વારા ધિરાણની પરત ચૂકવણી થઈ જાય ત્યાં સુધી આ દસ્તાવેજો સાચવવા તેમ જ પરત ચૂકવણી થઈ ગયા પછી આ દસ્તાવેજો પરત કરવા બેંક જવાબદાર અને બંધાયેલ છે. કેટલીક વાર કોઈ પણ કારણોસર મિલકતના માલિકે બેંકને સોંપેલા મિલકતના અસલ દસ્તાવેજોની ફાઈલ ગુમ થઈ જવાના સંજોગો પણ ઊભા થાય છે પરંતુ પોતાની પાસેની મિલકતના અસલ ટાઈટલ ડીડસ ગુમ થયાના કિસ્સામાં અને તે પરત ન કરી શકવાના સંજોગોમાં બેંક ક્ષતિયુક્ત સેવા માટે જવાબદાર ગણાશે અને વળતર આપવા જવાબદાર બનશે.
ભારતની સર્વોચ્ચ ગ્રાહક અદાલત સમક્ષના સી.એલ.ખન્ના વિરૂદ્ધ દેના બેંકના મહત્ત્વના કેસની વિગત જોઈએ તો આ કેસમાં સી.એલ.ખન્ના (ફરિયાદી)એ દેનાબેંક (સામાવાળા)પાસે મેળવેલી ટર્મલોન અને ઓવ૨ડ્રાફટના કુલ રૂપિયા એક લાખના ધિરાણની સલામતી માટે પોતાના મિલકતના અસલ દસ્તાવેજો ટાઈટલ ડીડસ બેંકને ડિપોઝીટ કરી મિલકત ૫૨ સામાવાળા બેંકનું ઈકિવટેબલ મોર્ગેજ ઉત્પન્ન કર્યું હતું. થોડા સમય બાદ ફરિયાદીએ બેંકને લેણી રકમ ચૂકવી આપવા તૈયારી બતાવી હતી અને તેની સામે બેંક પાસે પોતાને ડિપોઝીટ કરેલી મિલકતના અસલ ટાઈટલ ડીડસ ૫૨ત માંગ્યા હતા. પરંતુ બેંક પાસે ફરિયાદીના અસલ ટાઈટલ ડીડસ જડતા ન હતા. જેથી ફરિયાદીએ ધિરાણની રકમની ચૂકવણી કરી ન હતી અને જેને કા૨ણે વ્યાજનું મીટ૨ ફ૨તું રહ્યું હતું અને બાકી ૨કમ વધતી જતી હતી. ફરિયાદીએ આખરે ફરિયાદનું નિવારણ લાવવા માટે સર્વોચ્ચ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી હતી.
પ્રમુખ ન્યાયમૂર્તિ જસ્ટીસ એમ.બી.શાહ અને સભ્ય પી.ડી. શેનોયની બનેલી બેંચે આપેલા પોતાના ચુકાદામાં બેંકની સેવામાં ગંભીર ખામી થઈ હોવાનું જણાવી બેંકને ફરિયાદીની મિલકતના અસલ ટાઈટલ ડીડસ બેંકથી ગુમ થઈ ગયા હોવાનું જણાવતી એક જાહેર નોટિસ અખબા૨માં પ્રસિદ્ધ કરવા આદેશ આપ્યો હતો તેમ જ વધુમાં ફરિયાદીના અસલ ટાઈટલ ડીડસ ગુમાવી નાંખવા બદલ ફરિયાદીને રૂપિયા એક લાખનું વળત૨ ચૂકવવા પણ બેંકને આદેશ આપ્યો હતો. તેમ જ ફરિયાદીએ જે તારીખથી લેખિતમાં ધિરાણની પરત ચૂકવણી ક૨વાનું બેંકને જણાવ્યું તે તારીખથી ફરિયાદી પાસે ધિરાણની બાકી ૨કમ ૫૨ કોઈ પણ વ્યાજ વસૂલ લેવાનો હુકમ પણ બેંકને કર્યો હતો. આમ, લોનની સલામતી માટે ઈકિવટેબલ મોર્ગેજ બેંકને આપવામાં આવેલ મિલકતના ટાઈટલ ડીડસ સાચવવાને બેંક જવાબદાર છે અને આ ટાઈટલ ડીડસ બેંકથી (યા બેંકના એજન્ટથી) ગુમ થઈ જવાનું બેંકને ભારે પડશે અને તેવા સંજોગોમાં બેંક મિલક્તના માલિકને વળતર ચૂકવવા જવાબદાર બનશે. બેન્કર્સ સાવધાન.