SURAT

વિવર્સ પાસેથી કરોડોનો માલ ખરીદી ચીટરે જલસા કર્યા, નાણાં ખલાસ થઇ જતા ફરીથી વેપારી સુરત આવ્યો અને..

સુરત : ગ્રે કાપડના વેપારીએ સંખ્યાબંધ વિવર્સોનું 3.16 કરોડનું કરી નાંખીને છ મહિનામાં તમામ નાણાં (Money) મોજશોખમાં ઉડાડી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમામ નાણાં ખલાસ થઇ જતા ફરીથી આ વેપારી સુરતમાં (Surat) આવતા ઇકોનોમી સેલ દ્વારા સંજય ખત્રી નામના ચીટર વેપારીની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.

  • નાણાં ખલાસ થઇ જતા સુરત પરત આવેલા આ વેપારીને ઇકોનોમી સેલે પકડી પાડ્યો
  • સેંકડો વેપારીઓ પાસેથી 3.16 કરોડનું ગ્રે લઇને તેની રોકડી કરીને ચીટર સંજય ખત્રી ગુમ થઇ ગયો હતો
  • વિવર્સ પાસેથી 3.16 કરોડનો માલ ખરીદી ચીટરે જલસા કરી લીધા

દેશના હિમાચલ પ્રદેશ, ઉતર પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ કશમીરમાં જલસા કરવા છ મહિના સુધી આ વપારીએ ગુજરાત છોડી મોજશોખમાં નાણા વાપર્યા હોવાનું બહાર આવ્યુ હતું. કાપડ બજારમાં છ મહિના પહેલા 3.16 કરોડની છેતરપિંડી કરીને ભાગેલા આરોપીને પકડવા માટે ઇકોનોમી સેલને સફળતા મળી છે. કાપડ બજારના સંખ્યાબંધ વેપારીઓ પાસેથી ગ્રે ખરીદી કરીને આ વેપારી પલાયન થઇ ગયો હતો. આ મામલે પ્રદિપ ગોવિંદરામ બક્કાની (ઉ.વ.૪૫ ધંધો. વેપાર રહેવાસી બી-૪૦૧ કાસાકિંગ સોસાયટી જલારામ ઇન્ટર નેશનલ સ્કૂલની બાજુમાં પાલનપુર કેનાલ રોડ) દ્વારા આરોપી સંજય કનૈયાલાલ ખત્રી કાશ ટેક્ષટાઇલ્સના પ્રોપાઇટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ટેક્ષટાઇલ માર્કેટમાં વિવર્સો સાથે પ્રથમ વિશ્વાસ સંપાદન કરવા માટે સમયસર પેમેન્ટ ચુકવણી કરેલી હતી. તા.૨૦/૦૯/૨૦૨૧ થી તા.૨૨/૦૩/૨૦૨૨ સુધી કુલ 1.99 કરોડનો કાપડનો માલ વેચાણથી આપેલો હતો. જેની અવેજમાં ટુકડે ટુકડે કરી રૂ.૧,૩૬,૮૧,૮૩૪ આપેલા હતા. અને બાકીના રૂપિયા 62.67 લાખ નહીં આપી માર્કેટમાંથી વિવર્સો પાસેથી મોટા પ્રમાણમાં ગ્રે કાપડનો માલ ખરીદ કરી પેમેન્ટની ચુકવણી કરી ન હતી. જેમાં ફરીયાદી તથા અન્ય વેપારીઓના મળી કુલ રૂપિયા ૩.16 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા આ મામલો પોલીસ સ્ટેશનમાં ગયો હતો.

Most Popular

To Top