SURAT

સુરતના આ વિસ્તારમાં અજાણી મહિલાના પ્રાયવેટ પાર્ટ પર ચાકૂ ગોદીને હત્યા કરાયેલી લાશ મળી

સુરત: (Surat) સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજલિ ઇન્ડસ્ટ્રીઝ ના અવાવરું ખુલ્લા ખેતરમાં (Farm) એક 30 થી 35 વર્ષે મહિલાની હત્યા (Murder) કરાયેલી લાશ (Dead Body) મળી આવી છે. આ અંગેની જાણ થતા અમરોલી પોલીસનો (Police) સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મહિલાની ક્રૂર રીતે હત્યા કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મહિલાની લાશની ઓળખ થઈ શકી નથી ત્યારે પોલીસ સૌપ્રથમ ઓળખ કરવાની દિશામાં પ્રથમ તપાસ શરૂ કરી છે.

મહિલાના મોઢા પર અને શરીરના જુદા જુદા ભાગ પર ચપ્પુના તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે. મહિલા પર સાતથી વધુ ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હોય તેવું મહિલાના મળી આવેલા મુદ્દે પરથી માનવામાં આવી રહ્યું છે. હત્યા કરાયેલી મહિલાની લાશ મળતા અમરોલી પોલીસ તાત્કાલિક તપાસમાં જોતરાઈ હતી.દરમિયાન મહિલાના મૃતદેહથી થોડે દૂર પોલીસને એક બેગ મળી આવ્યું છે. આ બેગમાં ચાવી, લિપસ્ટિક, વેસેલિન અને લેડીસ રૂમાલ જેવો સામાન મળી આવ્યો છે. પરંતુ બેગમાં રહેલ ઓળખ સાથેના કોઈપણ આધાર પુરાવા કે કોઈપણ લખાણવાળું કાગળ મળી આવ્યું નથી. આવા આધાર પુરાવા હત્યારા લઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેગ ખુલ્લા ખેતરમાં ફેંકી દેવામાં આવ્યું હતું.

મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા
મળી આવેલી અજાણી આ મહિના મૃતદેહ સાથે દુષ્કામ કરીને તેની હત્યા કરી દેવાની હોવાનું આશંકા હાલ વ્યક્ત કરાઈ રહી છે.કારણ કે મહિલાના શરીર પર તીક્ષ્ણ હથિયારોના જે રીતે ગામ મળી આવ્યા હતા તેમાં મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર પણ ઘા મારવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેને લઇ હાલ એવું અનુમાન સિવાય રહ્યું છે કે આ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય ત્યારબાદ તેની હત્યા કરી દેવાઈ ની આશંકા ઉપજી રહી છે.

મિત્રની પ્રેમિકાના પતિ ઉપર હુમલો કરવામાં મદદ કરનાર આરોપી પકડાયો
સુરત : જહાંગીરપુરા ખાતે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢવા ખુલ્લા ખેતરમાં બોલાવી ગળે કટર ફેરવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસે અગાઉ પત્ની અને પ્રેમીની ધરપકડ કર્યા બાદ તેમને મદદ કરનાર વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. ભાવનગરનો વધુ એક આરોપી વોન્ટેડ છે. રાંદેર અંબિકાનગર સોસાયટીમાં રહેતા અને નાનપુરામાં કાપડની દુકાનમાં નોકરી કરતા 39 વર્ષીય જયેશભાઈ ખીમજીભાઈ મકવાણાને તેના મિત્ર હિતેશ બારોટે જહાંગીરપુરા ખાતે ખુલ્લા મેદાનમાં મળવા બોલાવ્યા હતા. અને ત્યાં જયેશને ગળાના ભાગે કટર વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે જહાંગીરપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા જયેશની પત્ની અને હિતેશ બારોટ બંને સાથે કામ કરે છે. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢવા પ્લાન બનાવ્યો હતો. જેથી પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કર્યા બાદ તેમને મદદ કરનાર આરોપી જીગ્નેશ મીઠાભાઈ મકવાણા (ઉ.વ.૨૧, ધંધો- હિરા મજુરી, રહે-બી/૬૬,બહુચરનગર, હરીઓમ મિલની સામે વેડ રોડ કતારગામ તથા મુળ ભાવનગર) ની ધરપકડ કરી હતી. આ સિવાય વધુ એક આરોપી વોન્ટેડ છે.

Most Popular

To Top