Business

વિસ્તારા સાથે વિલીનીકરણ બાદ એર ઈન્ડિયા ભારતનું અગ્રણી એરલાઈન જૂથ બનશે

નવી દિલ્હી: વિસ્તારા એરલાઈન્સ (Vistara Airlines) એર ઈન્ડિયા (Air India) સાથે મર્જ થવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ 29 નવેમ્બર 2022ના રોજ SIA અને Tata Sons બંને એરલાઈન્સને મર્જ કરવા માટે સંમત થયા છે. આ સાથે એવી જાણકારી મળી આવી છે કે આ મર્જ કરવા માટેની તમામ પ્રક્રિયા 2024માં પૂર્ણ થઈ જશે. આ વિલીનીકરણ પછી એર ઈન્ડિયા ભારતનું અગ્રણી એરલાઈન જૂથ બની જશે. મળતી માહિતી મુજબ સિંગાપોર એરલાઈન્સે ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે એર ઈન્ડિયામાં રૂ. 20,585 મિલિયનનું રોકાણ (Investment) કર્યું છે. આ દ્વારા SIAને એર ઈન્ડિયા ગ્રુપમાં 25.1%નો હિસ્સો મળશે. આ ઉપરાંત બંને એરલાઈન્સની મર્જ કરવા અંગેની તમામ પ્રક્રિયા માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

સિંગાપોર એરલાઈન્સે એર ઈન્ડિયામાં રૂ. 20,585 મિલિયનનું રોકાણ કર્યું, મર્જ કરવાની પ્રક્રિયા આ વર્ષ સુધીમાં પૂર્ણ થશે

સિંગાપોર એરલાઈન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગોહ ચૂન ફોંગે જણાવ્યું કે ટાટા સન્સ ભારતમાં સૌથી વધુ સ્થાપિત અને સન્માનિત એરલાઈન્સોમાંની એક છે. વર્ષ 2013 માં વિસ્તારા એરલાઇન્સની શરૂઆત પછી મળેલા સહકારને કારણે તેણે ટૂંકા સમયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે કહ્યું કે આ મર્જર પછી ટાટા એરલાઈન્સ સાથેના અમારા સંબંધો વધુ ગાઢ બને તેવી શકયતા છે.

ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનએ આ મર્જરને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે વિસ્તારા અને એર ઈન્ડિયાનું વિલીનીકરણ એર ઈન્ડિયાને ખરેખર વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાની અમારી સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વઘારામાં તેઓએ કહ્યું કે અમે આ મર્જર દ્વારા કરી રહ્યા છે કારણકે અમે દરેક ગ્રાહકની દર એર સફર વખતે તેઓને એક ઉત્તમ અનુભવ આપવા માંગીએ છીએ. આ અંતર્ગત એર ઈન્ડિયાના નેટવર્ક અને કાફલામાં વધારો કરવા ઉપરાંત અમે ગ્રાહકોની સુવિધા-સુરક્ષા-વિશ્વસનીયતા અને સમયસર પર ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી સુધારવા તરફ આગળ વધી રહ્યા છીએ.

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી વૈશ્વિક અર્થવ્યવસ્થા છે. 2027 સુધીમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે તેવી ઘારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન માટેનું બજાર પણ છે. હાલમાં જે રીતે ઉડ્ડયન બજારની માંગમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા આગામી 10 વર્ષમાં હવાઈ પ્રવાસીઓની સંખ્યા બમણીથી વધુ થવાની શકયતા છે. જણાવી દઈએ કે વિસ્તારા એરલાઈન્સે જાન્યુઆરી 2015માં પોતાની ઉડાન ભરવાની શરૂઆત કરી હતી.

Most Popular

To Top