ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા (Mahuva) નજીક એક ગમખ્વાર અકસ્માતની (Accident) દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં કાર (Car) અને ટ્રક (Truck) વચ્ચે...
એર ઇન્ડિયાના વિમાનમાં (Air India Flight) મહિલા પેસેન્જર પર પેશાબ (Urine) કરના વ્યક્તિ પોલીસના હાથે પકડાઈ ગયો છે. પોલીસે (Police) શંકર મિશ્રા...
દેહરાદૂન: ઉત્તરાખંડનું પ્રાચીન શહેર જોશીમઠ ભૂસ્ખલનની ઝપેટમાં છે, સતત ભૂસ્ખલનને કારણે શહેરના 700 થી વધુ મકાનો, હોટેલો અને દુકાનોમાં મોટી તિરાડો પડી...
સુરત: સુરતના (Surat) ડીંડોલી વિસ્તારમાં શુક્રવારે સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ટ્યુશન (Tuition Teacher) ક્લાસ માટે આવેલા વિદ્યાર્થી (Student) સાથે શિક્ષકે...
સુરત: (Surat) સુરત શહેરમાં ત્રણ દિવસથી સતત તાપમાન (Weather) વધતા ઠંડીની (Winter) અસર ઓસરી જવા પામી છે. આજે શનિવારે લઘુત્તમ તાપમાનમાં વધુ...
ઉત્તરાખંડ: જોશીમઠ (Joshi math) માં ભૂસ્ખલન (Landslide) ની ઝપેટમાં જ્યોતિર્મથ સંકુલ બાદ હવે શંકરાચાર્ય માધવ આશ્રમ મંદિર (Shankaracharya Madhav Ashram Tempal) ના...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર (Indian Cricketer) ઋષભ પંત (Rishabh Pant) કાર અકસ્માતમાં (Car Accidet) ઘાયલ થયા બાદ મુંબઈની (Mumbai) કોકિલાબેન હોસ્પિટલમાં (Kokilaben...
મુંબઈ: કોમેડી શો (Comedy) ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma) ઘર ઘર લોકોના દિલમાં રાજ કરે છે. દર સપ્તાહના અંતમાં કપિલ...
સુરત: સુરતના (Surat) અડાજણ અને પાલ વિસ્તારમાં આજે શનિવારે તા. 7 જાન્યુઆરી 2023ના રોજ સવારે ગેસ સપ્લાય (Gas Supply) ખોરવાઈ ગયો હતો....
સુરત: ઘણાં સમય સુધી પથારીવશ રહ્યા બાદ ડોકટરની સારવારથી ચાલતા થયેલા શીલા શ્રીવાસ્તવે પોતાનાં ડોક્ટર કુશ વ્યાસ માટે એક પુસ્તક લખી એમને...
નવી દિલ્હી: ભારતીય ટીમ (Indian Team) ઘર આંગણે શ્રીલંકા (Sri Lanka) સામે ત્રણ મેચની T20 શ્રેણી (T20 Series) રમી રહી છે. અને...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ (Uttarakhand) ના જોશીમઠ (Joshi math) માં ભૂસ્ખલન (Landslide)ની ઘટનાઓ સમસ્યા બની ગઈ છે. જોશીમઠ હિમાલયના પ્રદેશ હેઠળ ઉત્તરાખંડના ‘ગઢવાલ હિમાલય’માં...
અમદાવાદ: ઉત્તરાયણ (Uttarayana) નો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને લઇને પતંગ રસિયાઓનો ઉત્સાહ પણ વધતો જાય છે. ઉત્તરાયણનાં તહેવારમાં ચાઇનીઝ દોરી...
અમેરિકામાં હિમબોમ્બ ફાટ્યા બાદ હવે ઠંડીએ ભારત પર પોતાનો પ્રકોપ ઉતાર્યો છે. ભારતમાં છેલ્લા ચારેક દિવસથી ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે....
અમદાવાદ: શનિવારે તા. 7મી જાન્યુઆરીની વહેલી સવારે ફાયર બ્રિગેડની ગાડીઓના કાન ફાડી નાંખતા સાયરને અમદાવાદના (Ahmedabad Fire) લોકોની ઊંઘ ઉડાડી મુકી હતી....
નવી દિલ્હી: ભારતની ટેનિસ સ્ટાર (Indian Tennis star) સાનિયા મિર્ઝાએ (Sania Mirza) એક મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાની ક્રિકેટર (Pakistani Cricketer) શોએબ...
વોશિંગ્ટન: અમેરિકા (America) માં ફાયરીંગ (Firing)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષનાં બાળકે (Student) શિક્ષિકા (Teacher) પર...
રાજસ્થાન: ઉત્તર ભારતમાં (North India) તીવ્ર ઠંડી પડી રહી છે. ત્યારે સૌથી ગરમ પ્રદેશ રાજસ્થાનમાં (Rajasthan) પણ જાણે કાશ્મીર (Kashimr) જેવો માહોલ...
2022નું વર્ષ વિદાય લઇ ચુક્યું છે. અને તે ભૂતકાળ બની ગયું છે. અને એની સાથે 2023ના વર્ષનો સૂર્યોદય થઇ ગયો છે. સતત...
પીરિયડની પીડા..ડાઘ લાગવાની ઝંઝટ… અને દુનિયાભરના નિયમ. કોઈ પણ સામાન્ય છોકરી માટે દર મહિનાનો આ સંઘર્ષ છે. પીરિયડને લઈને ઘર કરી ગયેલી...
ઘેજ: ચીખલી (Chikli) તાલુકાની વાંઝણા-નાયકીવાડ પ્રાથમિક શાળાના (Primary school) જર્જરિત ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાઓનું બાંધકામ કરવામાં ન આવતાં છેલ્લાં એકાદ...
બારડોલી: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) આવેલી સુગર મિલોના (Sugar Mills) ખેડૂત (Farmer) સભાસદો દ્વારા વહેલી શેરડી રોપવા માટે પડાપડી થતી હોય છે....
સુરત: પશ્ચિમ રેલવે (Railway) વિભાગેમાં આરપીએફે (RPF) વર્ષ 2022માં સરાહનીય કામગીરી કરી હતી. આરપીએફે 46 લોકોનો જીવ બચાવ્યો અને 649 કિશોર અને...
ભરૂચ: ભરૂચની (Bharch) જીએનએફસી કંપનીમાંથી કેમિકલ ભરી સુરત તરફ જતું ટેન્કર (Tanker) લુવારા નજીક યુ-ટર્ન લઈ રહ્યું હતું. એ દરમિયાન પાછળથી આવતા...
વ્યારા: સોનગઢ (Songarh) તાલુકા પંચાયતમાં ગ્રામસેવક તરીકે આઈ.આર.ડી. (I.R.D) ખાતામાં ફરજ બજાવતા કર્મચારી (Employee) સરકારી આવાસમાંથી ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવ્યો...
સુરત : શહેરમાં રોજે રોજ નીકળતા 2200 ટનથી વધુ કચરાના (Garbage) વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે પ્રયાસો કરી રહેલા સુરત મનપાના (SMC) તંત્ર...
પુણે : ભારતીય ટીમના (Indian Team) મુખ્ય કોચ રાહુલ દ્રવિડે 2024માં રમાનારા ટી-20 (T20) વર્લ્ડકપને ધ્યાને લઇને એક યુવા ટીમ બનાવવાનો મજબૂત...
નવી દિલ્હી : રોડિસ ફેઈમ અને બૉલીવુડના (Bollywood) ફિલ્મ સ્ટાર (Movie star) આયુષ્માન ખુરાનાનો (Ayushmann Khurrana) મોટરસાયકલ પ્રત્યેનો પ્રેમ સાફ છલકાઈ છે.આયુષ્માન...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) શુક્રવારે સતત બીજા દિવસે શીત લહેર ચાલુ રહી હતી, દક્ષિણપશ્ચિમ દિલ્હીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ સુધી...
નવી દિલ્હી: શેરબજારમાં (Stock market) રસ ધરાવતા અને શેરબજારમાં રોકાણ (Invest) કરનારા લોકોની સંખ્યાની દષ્ટિએ ભારતનો (India) વિશ્વમાં (World) બીજો ક્રમ આવે...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા (Mahuva) નજીક એક ગમખ્વાર અકસ્માતની (Accident) દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં કાર (Car) અને ટ્રક (Truck) વચ્ચે થયો હતો, જેમાં કાર ટ્રક સાથે અથડાયા બાદ સળગી ઉઠી હતી. ત્યારે કારમાં એક વ્યક્તિ ફસાઈ જતાં આગમાં હોમાય ગયો હતો. આ ઘટનાને નજરે જોનારા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના સ્થળે કારમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ આ ઘટના અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં મહુવાના વડલી-નેસનડ રોડ પર આજે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો, ત્યાર બાદ અચાનક જ કારમાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ એટલી વિકારળ થઈ કે કારમાં સવાર કારચાલક પણ કઈ સમજી શક્યો ન હતો. કારચાલકે કારમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો, કારચાલકે કાચ તોડીને બહાર આવવાના પણ પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ને કારમાં જ બળીને ખાખ થઈ ગયો હતો. હાઈવે પર ભયંકર અકસ્માત બાદ આગ ફાટી નીકળતાં જ નજરે જોનાર લોકોના રૂવાંટાં ઊભાં થઈ ગયા હતા.
કારચાલકે કાચ તોડવાના પ્રયાસો કર્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહુવા તરફ જતી કાર અને ભાવનગર તરફથી આવતું કેમિકલ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેમાં ટ્રક સાથે અથડાયા બાદ કારનો કૂચો બોલી ગયો હતો. ધડાકાભેર કાર અથડાયા બાદ કારમાં અચાનાક જ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતને પ્રત્યેજોનાર લોકોના કહ્યા પ્રમાણે જ્યારે કારમાં આગ લાગી ત્યારે કારચાલક અંદર જ સવાર હતો અને તેણે કારમાંથી નીકળવાના અનેક પ્રયાસો કર્યા હતા, તેણે કારનો દરવાજો ખોલવાની ટ્રાય પણ કરી હતી તેમજ કાચને પગથી તોડવાના પ્રયાસો કર્યા હતા. પરંતું કારનો કાચ તોડવામાં તે નીષ્પળ રહ્યો હતો અને ભડ-ભડ બળતી કારમાં કારચાલક હોમાય ગયો હતો. કારમાં આગ ક્યાકરાણોસર લાગી તે કહેવું ઘણું મુશ્કેલ છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ કારમાંથી યુવકનું કંકાલ જ મળ્યું હતું. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અકસ્માતમાં ભોગ બનનાર કારચાલક કોણ છે તેની ઓળથ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ભયાનક અકસ્માતના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.