Sports

ટેનિસને અલવિદા કહેશે સાનિયા મિર્ઝ, આ મોટી ટૂર્નામેન્ટ બાદ લેશે નિવૃત્તિ

નવી દિલ્હી: ભારતની ટેનિસ સ્ટાર (Indian Tennis star) સાનિયા મિર્ઝાએ (Sania Mirza) એક મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાની ક્રિકેટર (Pakistani Cricketer) શોએબ મલિકથી (Shoaib Malik) છૂટાછેડાના સમાચાર વચ્ચે સાનિયા મિર્ઝાએ એક જાહેરાત કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. સાનિયા મિર્ઝાએ તેની પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીમાંથી નિવૃતિ (Retirement) જાહેર કરી દીધી છે. સાનિયાએ પોતાની ઈજાને (Injured) લઈને આ નિર્ણય લીધો છે. સાનિયાએ કહ્યું છે કે તે આવતા મહિને દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમશે. આ ચેમ્પિયનશિપ સાનિયાની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. આ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ WTA 1000 ઇવેન્ટ હશે. સાનિયાના ફેન્સ છેલ્લી વખત તેને આ ટૂર્નામેન્ટમાં રમતા જોઈ શકશે જોવા મળશે.

સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપન રમશે
36 વર્ષીય સાનિયા મિર્ઝા પણ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 રહી છે. જણાવી દઈએ કે સાનિયાએ ગયા વર્ષે જ જાહેરાત કરી હતી કે તે 2022ના અંતમાં નિવૃત્ત થશે. પરંતુ ઈજાના કારણે તે યુએસ ઓપન રમી શકી નહોતી. આવી સ્થિતિમાં સાનિયા મિર્ઝા આ વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન રમશે. આ પછી તે યુએઈમાં ચેમ્પિયનશિપ રમીને ટેનિસને અલવિદા કહી દેશે. આ મહિને ઓસ્ટ્રેલિયન ઓપનમાં કઝાકિસ્તાનની અના ડેનિલિના સાથે મહિલા ડબલ્સ રમશે, કારણ કે કોણીની ઈજાને કારણે ગયા વર્ષે યુએસ ઓપનમાં ચૂકી ગયા બાદ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં તેણીનો છેલ્લો દેખાવ હશે.

ગયા વર્ષે જ નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી
હાલમાં સાનિયાને ફિટનેસ અને ઈજાઓએ પરેશાન કરી નાખી છે. સાનિયાએ કહ્યું, ‘મેં ગયા વર્ષે ડબલ્યુટીએ ફાઈનલ પછી જ નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી. પરંતુ જમણી કોણીની ઈજાને કારણે યુએસ ઓપન અને બાકીની ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચવું પડ્યું હતું. હું મારી પોતાની શરતો પર જીવતી વ્યક્તિ છું. આ જ કારણ છે કે હું ઈજાના કારણે બહાર થવા માંગતી નથી અને હજુ પણ તાલીમ લઈ રહી છું. આ જ કારણ છે કે હું દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ પછી નિવૃત્તિ લેવાનું વિચારી રહી છું. જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાએ પાંચ મહિના સુધી ડેટ કર્યા બાદ 2010માં શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. દંપતીએ 30 ઓક્ટોબર 2018 ના રોજ પુત્ર ઇઝાન મિર્ઝા મલિકનું સ્વાગત કર્યું. હવે પાકિસ્તાની મીડિયામાં સાનિયા અને શોએબના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે.

નિવૃત્તિ પછીની યોજના
આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ પછી, સાનિયા દુબઈ અને હૈદરાબાદમાં તેની એકેડેમી પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે. આ અંગે તેણીએ કહ્યું કે “હું જ્યાં રહું છું ત્યાંના મારા અનુભવો શેર કરવા મારા માટે મહત્વપૂર્ણ છે, તેથી મારી પાસે હૈદરાબાદમાં એક અને દુબઈમાં એક એકેડમી છે.” તમને જણાવી દઈએ કે સાનિયા છેલ્લા એક દાયકાથી દુબઈમાં રહે છે.

સાનિયાએ આ એવોર્ડ અને ટાઇટલ જીત્યા
સાનિયા મિર્ઝાને અર્જુન એવોર્ડ (2004), પદ્મ શ્રી એવોર્ડ (2006), રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (2015) અને પદ્મ ભૂષણ એવોર્ડ (2016)થી પણ સન્માનિત કરવામાં આવી છે. સાનિયાએ અત્યાર સુધીમાં 6 મોટી ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા છે. તેણે ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન (2016), વિમ્બલ્ડન (2015) અને યુએસ ઓપન (2015) ટાઇટલ જીત્યા છે. આ સિવાય તેણે મિક્સ્ડ ડબલ્સમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન (2009), ફ્રેન્ચ ઓપન (2012) અને યુએસ ઓપન (2014) ટાઇટલ પણ જીત્યા છે.

Most Popular

To Top