SURAT

એરટેલે ખાડો ખોદતા સુરતના અડાજણમાં ગેસ સપ્લાય બંધ થયો

સુરત: સુરતના (Surat) અડાજણ અને પાલ વિસ્તારમાં આજે શનિવારે તા. 7 જાન્યુઆરી 2023ના રોજ સવારે ગેસ સપ્લાય (Gas Supply) ખોરવાઈ ગયો હતો. ખાનગી ટેલિકોમ કંપની દ્વારા ચાલતી કામગીરીના લીધે ગેસલાઈનમાં કાણું પડી જતા કંપનીએ સલામતીના કારણોસર અડાજણ અને પાલ વિસ્તારમાં ગેસનો સપ્લાય બંધ કરી દીધો હતો. કંપનીના સૂત્રોએ બપોર બાદ ગેસ પુરવઠો ચાલુ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. ગેસ સપ્લાય બંધ થઈ જવાના લીધે અહીંના રહીશો પરેશાન થયા હતા.

  • એરટેલ કંપનીની કામગીરીના લીધે ગુજરાત ગેસની પાઈપલાઈનમાં હોલ પડ્યો
  • ગુજરાત ગેસ કંપનીએ સલામતીના કારણોસર ગેસસપ્લાય અટકાવી દીધો
  • તાકીદના ધોરણે ગુજરાત ગેસ કંપની દ્વારા પાઈપલાઈન રિપેરિંગનું કામ શરૂ કરાયું
  • કલાકો સુધી ગેસ સપ્લાય અટકી રહેતાં અડાજણ-પાલના રહીશો પરેશાન થયા

પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ અને પાલ વિસ્તારમાં આજે સવારથી ગેસ સપ્લાય બંધ થયો હતો. ખાનગી ટેલિકોમ કંપી એરટેલ (Airtel) દ્વારા અહીં કામગીરી કરવામાં આવી રહી હોવાના લીધે ખાડા ખોદવામાં આવ્યા હતા, જેના લીધે ગેસ લાઈનમાં કાણું પડી ગયું હતું, જેના લીધે કંપની દ્વારા સલામતીના કારણોસર ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. કંપનીના સૂત્રોએ બપોર બાદ ગેસ પુરવઠો પુર્વવત્ત થશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. ગેસ સપ્લાય અવરોધાયો તેના લીધે અડાજણ અને પાલના રહીશોને કલાકો સુધી ગેસ પુરવઠો મળી શક્યો નહોતો, જેના લીધે અહીંના રહીશો હેરાન પરેશાન થયા હતા.

ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો કરાયો
ગઈ તા. 4 જાન્યુઆરીના રોજ ગુજરાત ગેસ (Gujarat Gas) દ્વારા સીએનજી અને પીએનજીની કિંમતાં ભાવવધારો જાહેર કરાયો હતો. કંપનીએ 1 કિલો સીએનજીનો ભાવ વધારીને 78.52 રૂપિયા તેમજ PNGની કિંમત વધારીને રૂ. 50.43 SCM (સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર) કરી હતી. બંને ગેસમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે ગુજરાત ગેસથી ઔદ્યોગિક ગ્રાહકોને રાહત મળી હતી. અહીં ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવા વર્ષના પહેલા દિવસે જ LPG ગેસ સિલિન્ડરનો ભાવ વધી ગયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ સામાન્ય લોકોને મોંધવારીનો જારદાર ફટકો પડ્યો હતો. સરકારી તેલ કંપનીઓએ રાજધાની દિલ્હી ખાતે 1 જાન્યુઆરી 2023ના રોજ LPG ગેસ સિલિન્ડરનો નવો ભાવ રજુ કર્યો હતો.

Most Popular

To Top