Sports

ક્રિકેટર ઋષભ પંતની ત્રણ કલાક ઘૂંટણની સર્જરી ચાલી, કોકિલાબેન હોસ્પિટલમાંથી આવ્યું હેલ્થ અપડેટ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર (Indian Cricketer) ઋષભ પંત (Rishabh Pant) કાર અકસ્માતમાં (Car Accidet) ઘાયલ થયા બાદ મુંબઈની (Mumbai) કોકિલાબેન હોસ્પિટલમાં (Kokilaben Hospital) સારવાર ચાલી રહી છે. ત્યારે આજે કોકિલાબેન હોસ્પિટલમાંથી પંત વિશે એક મોટું હેલ્થ અપડેટ આવી રહ્યું છે. ઋષભ પંતની સર્જરી (Surgery) કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંતનો રિસ્પોન્સ સારો જોવા મળી રહ્યો છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સર્જરી જમણા પગના ઘૂંટણ પરના લિગામેન્ટ પર કરવામાં આવી હતી. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ ઋષભ પંતની આ સર્જરી શુક્રવારે થઈ હતી. આ ઓપરેશન ડો.દિનશા પદરીવાલાએ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ સર્જરી બાદ હવે ઋષભ પંતને લગભગ 3 થી 4 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

ઋષભ પંતનું આ ઓપરેશન ત્રણ કલાક ચાલ્યું
સૂત્રોએ જણાવ્યું કે ઋષભ પંતનું આ ઓપરેશન લગભગ 3 કલાક ચાલ્યું હતું. ઋષભ પંત સારવાર બાદ સારું અનુભવી રહ્યો છે અને તેનો પ્રતિભાવ પણ સારો છે. તમને જણાવી દઈએ કે કાર અકસ્માત બાદ ઋષભ પંતને માથા, પીઠ, પગ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ અગાઉ તેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પંતને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઋષભ પંતની કારનો અકસ્માત રૂરકી પાસે થયો હતો
જણાવી દઈએ કે ઈજાના કારણે ઋષભ પંતને શ્રીલંકા સામેની T20 અને ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો ન હતો. બીસીસીઆઈએ ઋષભ પંતને રિહેબ માટે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જવા કહ્યું હતું. પરંતુ તે પહેલા તે ક્રિસમસ મનાવવા દુબઈ ગયો હતો. અહીં તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.

ત્યાર બાદ ઋષભ પંત ઈન્ડિયા પરત ફર્યો અને પોતાની કારમાં દિલ્હીથી પોતાના હોમ ટાઉન રૂરકી જઈ રહ્યો હતો. આ દરમિયાન 30 ડિસેમ્બરની વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના રૂડકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થઈ હતી. ઋષભ પંત કારમાં એકલો હતો અને પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. પંતે કહ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. આ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.

BCCI એરલિફ્ટ કરીને મુંબઈ શિફ્ટ થઈ ગયું
આ અકસ્માત બાદ ઋષભ પંતને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. અહીં પણ પંતના ચહેરા અને અન્ય કેટલીક જગ્યાએ નાની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ આ પછી, બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો અને પંતને એરલિફ્ટ કરીને ગ્રીન કોરિડોર દ્વારા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ કોકિલાબેન હોસ્પિટલમાં ઋષભ પંતની સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top