Entertainment

આયુષ્માન ખુરાનાએ ખરીદી આટલી મોંઘી બાઈક જેની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જશે

નવી દિલ્હી : રોડિસ ફેઈમ અને બૉલીવુડના (Bollywood) ફિલ્મ સ્ટાર (Movie star) આયુષ્માન ખુરાનાનો (Ayushmann Khurrana) મોટરસાયકલ પ્રત્યેનો પ્રેમ સાફ છલકાઈ છે.આયુષ્માન એમ ટીવી રોડિસ-2ની સીઝન જીત્યો હતો. આ શોના માધ્યમથી તેમણે દેશના યુવાઓના દિલમાં જગ્યા બનવી દીધી હતી. જોકે મોટરસાયકલ હંમેશા તેના માટે જૂનુંનો વિષય બની રર્હ્યો છે. અને તેથી તેણે ફરી એક વાર તેના જૂનુંનને લોકો સામે મૂક્યું છે.હાલમાં જ તેને એક સુપર બાઈક ખરીદી છે. ડુકાટી સ્ક્રેમ્બલર (Ducati Scrambler) ઉપર તે શાનથી રાઈડ કરતો પણ દેખાયો હતો..

આ કેપ્શનથી ખુલ્યું હતું તેનું રહસ્ય
આયુષ્માને કરેલી એક નવી પોસ્ટમાં કેપ્શન સાથે આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે કેપ્શન લખ્યું હતું કે ‘2023 અને જીવન માટેના સંકલ્પો ઓછા મુસાફરીવાળા રસ્તાને પસંદ કરો’! આ ઉપરાંત એક વિસીયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે ચંદીગઢના રસ્તાઓ ઉપર તેની નવી બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. તેણે આ રીતે નવા વર્ષની શરૂઆત કરી હતી. સાથે પ્રોમિસ પણ આપ્યું હતું કે તે ફિલ્મોની પસંદગીની બાબતમાં વધુ ફેરફાર કરશે.

આટલી મોંઘી બાઈકની સામે તો ત્રણ કાર આવી જાય
આયુષ્માન ખુરાનાના વિડીયોમાં જોઈ શકાય છે કે તે તેના ઘરના આંગણામાં ઉભો છે. અને આંહીં જ એક કવિતા પણ તેના મધુર સ્વરમાં ગઈ રહ્યો છે. અને ત્યારબાદ તે મોટરસાયક્લની સવારી પર નીકળી પડે છે. અને ત્યારબાદ એક જગ્યાએ રોકાઈને સ્ટ્રીટ ફૂડની પણ મઝા મણિ રહ્યો છે. તમને અહીં જણાવી દઈએ કે, આયુષ્માન ખુરાનાએ ડુકાર્તિ સ્ક્રેમ્બલર છે જેનું સામાન્ય મોડલની કિંમત જ 8 લાખ 89 હજાર સુધીની છે.જેના ટોપ મોડલની કિંમત 15 લાખ સુધી જાય છે.અને લગભગ આટલી કિંમતમાં તો ત્રણ ઓલ્ટો કાર આવી જાય તેમ છે.

નવા વર્ષના સેલિબ્રેશન માટે તે હોમટાઉનમાં ગયો
તમને જણાવી દઈએ કે આયુષ્માન પોતાના પરિવાર સાથે ચંદીગઢમાં નવું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ એ જ ઘર છે જેમાં તે મોટો થયો હતો. દેખીતી રીતે તેણે આ વર્ષનો પહેલો અઠવાડિયું સૂર્યને પલાળવામાં, કવિતા લખવામાં, તેની બાઇક ચલાવવામાં અને તેના પરિવાર સાથે સમય વિતાવ્યો. વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ટૂંક સમયમાં ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

Most Popular

To Top