Gujarat

મહુવા: કાર ટ્રક સાથે અથડાયા બાદ અચાનક જ સળગી ઉઠી, ચાલકે કાચ તોડવાનો પ્રયાસ કર્યો પણ અંતે હોમાયો

ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા (Mahuva) નજીક એક ગમખ્વાર અકસ્માતની (Accident) દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં કાર (Car) અને ટ્રક (Truck) વચ્ચે થયો હતો, જેમાં કાર ટ્રક સાથે અથડાયા બાદ સળગી ઉઠી હતી. ત્યારે કારમાં એક વ્યક્તિ ફસાઈ જતાં આગમાં હોમાય ગયો હતો. આ ઘટનાને નજરે જોનારા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના સ્થળે કારમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ આ ઘટના અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં મહુવાના વડલી-નેસનડ રોડ પર આજે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો, ત્યાર બાદ અચાનક જ કારમાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ એટલી વિકારળ થઈ કે કારમાં સવાર કારચાલક પણ કઈ સમજી શક્યો ન હતો. કારચાલકે કારમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો, કારચાલકે કાચ તોડીને બહાર આવવાના પણ પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ને કારમાં જ બળીને ખાખ થઈ ગયો હતો. હાઈવે પર ભયંકર અકસ્માત બાદ આગ ફાટી નીકળતાં જ નજરે જોનાર લોકોના રૂવાંટાં ઊભાં થઈ ગયા હતા.

કારચાલકે કાચ તોડવાના પ્રયાસો કર્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહુવા તરફ જતી કાર અને ભાવનગર તરફથી આવતું કેમિકલ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેમાં ટ્રક સાથે અથડાયા બાદ કારનો કૂચો બોલી ગયો હતો. ધડાકાભેર કાર અથડાયા બાદ કારમાં અચાનાક જ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતને પ્રત્યેજોનાર લોકોના કહ્યા પ્રમાણે જ્યારે કારમાં આગ લાગી ત્યારે કારચાલક અંદર જ સવાર હતો અને તેણે કારમાંથી નીકળવાના અનેક પ્રયાસો કર્યા હતા, તેણે કારનો દરવાજો ખોલવાની ટ્રાય પણ કરી હતી તેમજ કાચને પગથી તોડવાના પ્રયાસો કર્યા હતા. પરંતું કારનો કાચ તોડવામાં તે નીષ્પળ રહ્યો હતો અને ભડ-ભડ બળતી કારમાં કારચાલક હોમાય ગયો હતો. કારમાં આગ ક્યાકરાણોસર લાગી તે કહેવું ઘણું મુશ્કેલ છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ કારમાંથી યુવકનું કંકાલ જ મળ્યું હતું. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અકસ્માતમાં ભોગ બનનાર કારચાલક કોણ છે તેની ઓળથ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ભયાનક અકસ્માતના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.

Most Popular

To Top