Dakshin Gujarat

ઓલપાડમાં ચાલકે કાબુ ગુમાવતા કાર બ્રિજની દિવાલ તોડી ખાડીમાં ખાબકી, એકનું મોત

સુરત: સુરતના (Surat) ઓલપાડમાં (Olpad) આવેલા મૂળદ ગામ નજીક શુક્રવારની મધરાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. અહીં એક બેકાબુ બનેલી કાર (Car) બ્રિજ પરથી ખાડીમાં ખાબકી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર ખાડીમાં પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. કાર ખાડીમાં (Creek) પડી હોઈ ફાયર અને પોલીસને ગ્રામજનોએ જાણ કરી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડે (Fire Brigade) ઘટના સ્થળે દોડી જઈ ક્રેઈનની મદદથી કાર બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. કાર બહાર કાઢવામાં આવી ત્યારે કાર ચાલકનું મોત (Car Driver Death In Accident) થયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જ્યારે બાજુમાં બેઠેલી મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  • ઓલપાડની શિવગંગા સોસાયટીમાં રહેતા 49 વર્ષીય ગીરીશ રોનવેલીયાનું અકસ્માતમાં મોત
  • સુરતથી ઓલપાડ જઈ રહ્યાં હતાં ત્યારે કાર પુલની દિવાલ તોડી ખાડીમાં ખાબકી
  • ક્રેઈનની મદદથી કારને ખાડીની બહાર કાઢવામાં આવી, ચાલકનું મોત, મહિલા ઈજાગ્રસ્ત
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામે શિવગંગા સોસાયટીમાં રહેતા 49 વર્ષીય ગીરીશભાઈ કાંતિલાલ રોનવેલીયા શુક્રવારે પોતાની કારમાં સુરતથી ઓલપાડ જઈ રહ્યા હતા. તેઓ પૂરપાટ સ્પીડે ગાડી હંકારતા હોઈ ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવતા મૂળદ ગામથી સાયણ જતા રોડ ઉપર ગામમાં આવેલ ખાડી પુલની દિવાલ સાથે ગાડી અથડાઈ હતી અને દિવાલ તોડીને ગાડી સીધી ખાડીમાં ખાબકી ગઈ હતી. આ કેસમાં એવી પણ વાત જાણવા મળી છે કે ખેંચ આવવાના લીધે ચાલક કાર પરથી ગુમાવી બેઠા હતા અને અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત ને પગલે ગામના લોકોને જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને આ અંગે તંત્રને જાણ કરતા પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ખાડીમાં ખાબકેલી કારને રેસ્ક્યુ કરી ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી. બનાવમાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top