Business

શેરબજારમાં રસ ધરાવતા લોકોની સંખ્યાની દષ્ટિએ ભારતનો વિશ્વમાં બીજો ક્રમ

નવી દિલ્હી: શેરબજારમાં (Stock market) રસ ધરાવતા અને શેરબજારમાં રોકાણ (Invest) કરનારા લોકોની સંખ્યાની દષ્ટિએ ભારતનો (India) વિશ્વમાં (World) બીજો ક્રમ આવે છે એમ એક અભ્યાસ જણાવે છે. યુકેની (UK) એક ફાયનાશ્યલ સર્વિસ પ્રોવાઇડર કંપની સીએમસી માર્કેટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલ એક અભ્યાસમાં આ જાણવા મળ્યું છે કે શેરબજારમાં રસ ધરાવનાર લોકોની સંખ્યા ભારતમાં નોંધપાત્ર મોટી છે અને આવા લોકોની સંખ્યાની દષ્ટિએ ભારતનો દુનિયામાં બીજો ક્રમ આવે છે. આ કંપની દ્વારા આ અભ્યાસ કરવામાં માટે ગૂગલ ટ્રેન્ડ્સના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. શેર બજારમાં અને શેરોની લે-વેચમાં રસ ધરાવતા લોકો ઘણી વાર ગૂગલ પર સર્ચ કરતા હોય છે. છેલ્લા ૧૨ મહિનામાં કેટલા લોકોએ શેરબજાર અંગે સર્ચ કર્યુ તે આના પરથી જાણવા મળ્યું હતું અને તેના આધારે દેશોને ક્રમ આપવામાં આવ્યા હતા.

  • શેરબજારમાં રસ ધરાવતા લોકોની સૌથી વધુ સંખ્યા સિંગાપોરમાં, કેનેડા ત્રીજા અને અમેરિકા ચોથા ક્રમે
  • -યુકેની એક નાણાકીય સેવા કંપનીએ ગૂગલ પર કરાતી સર્ચના ડેટાના કરેલા વિશ્લેષણ પરથી જાણવા મળેલી વિગતો

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સિંગાપોરમાં શેરબજાર અને શેર ટ્રેડિંગમાં રસ ધરાવનાર લોકોની સંખ્યા સૌથી વધુ છે. સંભવિત ૭૦૦માંથી પપપના સર્ચ સ્કોર સાથે સિંગાપો શેરબજાર અંગેના સર્ચમાં દુનિયામાં પ્રથમ ક્રમે આવ્યું હતું. સ્ટોક્સ, બાય સ્ટોક્સ અને ઇન્ટરેસ્ટ રેટ જેવા શબ્દો વડે સૌથી વધુ સર્ચ સિંગાપોરના લોકોએ કરી હતી. ૪૯૨ના સર્ચ સ્કોર સાથે ભારતનો બીજો ક્રમ આવ્યો છે. ભારત દેશ સ્ટોક માર્કેટ અને સ્વીંગ ટ્રેડિંગ શબ્દો વડે સર્ચ કરનાર લોકોને ધ્યાનમાં લેતા શેરબજારમાં રસ ધરાવતા લોકોની સંખ્યાની દષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે આવ્યું છે. ૪૬૨ના સ્કોર સાથે કેનેડા ત્રીજા ક્રમે આવ્યું છે. અમેરિકાનો ચોથો અને સંયુક્ત આરબ અમીરાતનો પાંચમો તથા ઓસ્ટ્રેલિયાનો છઠ્ઠો ક્રમ આવ્યો છે.

Most Popular

To Top