વડોદરા: ગુજરાત પંચાયત સેવા પસંદગીની પરિક્ષા આજે રાજ્યભરમાં યોજાઈ હતી. જેમાં 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી છે. રાજ્યભરમાં 32 જિલ્લાના 3...
આણંદ : આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે રેતી ચોરીને લઇ શુક્રવારની રાત્રે થયેલી મારામારીમાં પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધ્યો છે. આ કેસમાં બન્ને...
નવી દિલ્હી: દેશમાં વરસાદ (Rain) અને ઠંડી (Cold) બાદ હવે ગરમીનો (Heat) અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ઊંચુ જતા...
આણંદ : આણંદ અને નડિયાદમાં રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40...
આણંદ : ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન દ્વારા મહિલા સાહસિકોને મદદ કરવાની દિશામાં નક્કર પગલાના રુપે લજ્જા-વિમેન્સ ફોરમ...
નડિયાદ : મહુધા તાલુકાના ચુણેલ ગામે ખેતરની વાડ સાફ કરવા સગા કાકા-ભત્રીજા વચ્ચે ધારિયાવાળી થતા કાકાએ ભત્રીજાને ધારિયાના બે ઝટકા મારી સ્થળ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં સરકારી જગ્યાઓ તેમજ રસ્તા ઉપર વાહનપાર્ક કરતાં ચાલકો પાસેથી પાર્કિંગના નામે રૂપિયા ઉઘરાવતી ટોળકી સક્રિય બની છે. ત્યારે, આવા...
નવી દિલ્હી: (New Delhi) ચેન્નાઈ સુપર કિંગ્સનો ઝડપી બોલર દીપક ચાહરને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામેની વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચની (Match) પહેલી...
સુરત: (Surat) મજુરા ગેટ પાસે સિટી બસના ડ્રાઇવરે (Bus Driver) બેદરકારીથી બસ ચલાવતા બસમાંથી નીચે પટકાયેલા વૃદ્ધને ઇજા થઈ હતી. વૃદ્ધને સારવાર...
પલસાણા: (Palsana) અંકુરભાઇ દેસાઇ અને સુરત ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ધ્વારા ગુજરાતની સૌપ્રથમ મહિલા લીગ ક્રિકેટ ટી-૨૦ સિઝન ટુર્નામેન્ટ કોસ્માડા ગામ ખાતે અવીરા...
દમણ: (Daman) સંઘપ્રદેશ દાનહ અને દમણ એક્સાઇઝ વિભાગને (Excise Department) ગત વર્ષ કરતાં દારૂમાં (Alcohol) 13.5% જેટલી વધુ આવક થવા પામી છે....
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) આજે એવા સંકેત આપ્યા હતા કે આગામી તા.30મી એપ્રિલે તલાટીની...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા ચીખલી (Chikhli) વાસુર્ણા ફાટક પાસે ત્રિપલ અકસ્માત (Accident) સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં...
વાપી: (Vapi) વાપીમાં પોલીસ (Police) ઓફિસરની ઓળખ આપી મહિલાને સરનામું પૂછવાના બહાને અટકાવી આગળ મર્ડર થયું હોવાની વાત કરી અન્ય એક બાઈકવાળાને...
નવસારી: (Navsari) નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર અષ્ટગામ પાસે કન્ટેનર પલ્ટી ખાઈ જતા આઈસર ટેમ્પાના ચાલકે ટેમ્પો ઉભી રાખતા પાછળ...
IPL 2023 ની 13મી મેચ (Match) ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ...
નવી દિલ્હીઃ (New Delhi) કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ વધી રહી છે. હવે આસામના મુખ્યમંત્રી (CM) હિમંતા બિસ્વા સરમા...
પંજાબ પોલીસે (Punjab Police) ફગવાડા પાસે એક એનઆરઆઈની (NRI) ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ હોશિયારપુરથી ભાગી જવાની ઘટનાના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કર્ણાટકના પ્રવાસે છે. તેમણે આજે રાજ્યના બાંદીપુર અને મુદુમલાલ ટાઈગર રિઝર્વની (Bandipur Tiger Reserves) મુલાકાત...
સુરત: (Surat) ભારતીય સંસ્કૃતિની ઓળખ એવી સાડીનું (Sari) સમ્માન વધારવા અને મહિલાઓની ફિટનેસને (Fitness) ધ્યાનમાં રાખીને રવિવારે સવારે 6.30 કલાકે સુરતમાં સાડી...
રાજ્યમાં જુનિયર કલાર્કની (Junior Cleark Exam) પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 9 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા...
સુરત: (Surat) કતારગામ ખાતે રહેતી કીશોરીને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ભેટેલા યુવકે સાથે ફોટો પાડી બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી (Threat) આપી બળાત્કાર...
વલસાડ: (Valsad) નવસારીમાં રહેતા અને મુંબઇ નેવીની (Navy) ટ્રેનિંગ માટે ગયેલા એક યુવકને તેની હોસ્ટેલમાં સાથે રહેતા એક સાથીદારે હોસ્ટેલના ઝઘડાની અદાવતમાં...
સુરત: (Surat) ગુજરાતી સાડી (Sari), બંગાલી સાડી, ચણિયા-ચોળી, ઘરચોળુંની સાથે મહારાષ્ટ્રની શાન સમાન નવવારી સાડી પહેરી મહિલાઓ આવતીકાલે સુરતના જાણીતા અઠવાલાઈન્સ રોડ...
સુરત: (Surat) મુગલીસરા ખાતે રહેતી અને પૂણા પાટીયા પાસેની સ્કુલમાં (School) શિક્ષિકાને (Teacher) શાદી ડોટ કોમમાં બનાવેલા એકાઉન્ટમાંથી નંબર મેળવી લંડનથી યુવકે...
સુરત: (Surat) સરથાણા ખાતે યોગીચોક ધ પેલેડીયમ મોલમાં વેલકમ સ્પાની (Welcome Spa) આડમાં ચાલતા કુટણખાના ઉપર મહિલા પોલીસે રેઈડ કરી હતી. સ્પાની...
સુરત: (Surat) શહેરમાં આજે ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચતા ગરમીએ (Summer) તોબા પોકારી હતી. માવઠાની આગાહી વચ્ચે પારો (Temperature) આજે 39.2...
જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કારને અકસ્માત (Accident) નડ્યો છે. ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જોકે આ દુર્ઘટનામાં રિજિજુનો...
રાજપીપળા: (Rajpipla) તિલકવાડાની દેવલિયા ચોકડી તરફથી એક કન્ટેનરચાલક પોતાના કબજાનું કન્ટેનર (Container) પૂરઝડપે હંકારી લાવતાં તિલકવાડા ચોકડી નજીક આવતા અચાનક સ્ટિયરિંગ ઉપર...
પલસાણા: (Palsana) સુરતના કડોદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરજ બજાવતા GRD હોમગાર્ડ સતત વિવાદમાં રહે છે. ત્યારે વધુ એક હોમગાર્ડે (Home Guard)...
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
વડોદરા: ગુજરાત પંચાયત સેવા પસંદગીની પરિક્ષા આજે રાજ્યભરમાં યોજાઈ હતી. જેમાં 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી છે. રાજ્યભરમાં 32 જિલ્લાના 3 હજાર કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. જ્યાં આજે ઉમેદવારોએ જૂનિયર કલાર્કની પરિક્ષા આપી હતી. અગાઉ પેપર લીક થયા બાદ આ વખતે તંત્ર દ્વારા પુરેપુરી તકેદારી રાખી આ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને કારણે આ વખતે ઉમેદવારોએ શાંતિમય વાતાવરણમાં પોતાનું પેપર પૂર્ણ કર્યું છે.
ત્યારે આ અંગે પરિક્ષા આપનાર ઉમેદવાર સાથે વાત કરતા એક મહિલા ઉમેદવાર જણાવે છે કે, પેપર સારૂ હતું. પણ ગણિત વિષયમાં થોડુ અધરું પડતા સમય વધારે વપરાય ગયો હતો. પેપર આપ્યા પછી મહેનત સફળ થઈ છે. જ્યારે આ અંગે અન્ય એક મહિલા ઉમેદવાર પ્રિતિ જણાવે છે કે, પેપર ખૂબ સારૂ હતું. તૈયારી પણ સારી હતી. તે પ્રમાણે પેપર પણ સારૂં હતું. અમને પેપર આપ્યા બાદ ખૂબ સંતોષ થઈ રહ્યો છે.
ગણિત પણ એવરેજ જ હતું. જ્યાં બીજી સરતની યોગીતા જણાવે છે કે, આ વખતે પેપર વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટું સરપ્રાઈઝ રૂપ મળ્યું છે. કારણ કે અત્યાર સુધી અમે જે ટ્રીકથી ક્લાસ 3ની પરિક્ષા આપતા હતા. તે હિસાબે આ જીપીએસસી લેવલનું પ્રશ્નપત્ર થઈ ગયું હતું. જેનું કારણ વિધાનવાક્ય અને જોડકા ઘણા બધા હતા. જેમાં એટલા લાંબા વાક્ય હતા કે વાંચવામાં ખૂબ સમય જતો રહ્યો તેવું લાગી રહ્યું છે. સમય ખૂટી પડ્યો છે. આટલી બધી સ્પર્ધામાં તૈયારી પણ કરવી જરૂરી છે. પહેલાની જેમ સરળ નથી. આ વખતે હસમુખભાઈ પટેલે આયોજન કરતા પેપર નહિ ફૂટે તેવી ગેરંટી હતી. પણ પેપર મળતા સરપ્રાઈઝ મળી હતી.
મહત્વનું છે કે, જૂનિયર કલાર્કની પરિક્ષા આપવા માટે ઘણી પરણિત મહિલાઓ સહિત માતાઓ પણ આવી હતી. ત્યારે આવી જ એક સુરતની માતા કે જે પણ ઉમેદવાર તરીકે પરિક્ષા આપવા આવ્યા હતા. તે જણાવે છે કે, કરિયરના સવાલ માટે દિકરાને લઈને આવવું પડ્યું છે. આ મારી પહેલી પરિક્ષા છે. અત્યારની મહેનતનો ફળ મળે તો સારૂ છે. સવારથી પરિક્ષા સહેલું પૂછશે તેવી આશા હતી. પણ આ પેપર ખૂબ અઘરું હતું. પેપર ફૂટવાને લઈને કંઈ વિચાર નહોતો. બસ આજે પેપર સારૂં જાય તે જ આશાથી આવી હતી. પણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, આ વખતે પેપર ન ફૂટવું જોઈએ.

આઇકાર્ડ-પાસપોર્ટ સાઇઝના ફોટો માટે અટવાયેલા ઉમેદવારોની વહારે આવી પહાેંચી શહેરની શી- ટીમ
વડોદરા : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ની જુનિયર ક્લાર્ક (વહીવટી હિસાબ) ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે. વડોદરા શહેર જિલ્લામાં આ લેખિત પરીક્ષામાં ઉમેદવારોને કોઈપણ જાતની સમસ્યા ઊભી ના થાય તે માટે વડોદરા SHE-ટીમે ખુબજ સંવેદનશીલતા દાખવી હતી. વડોદરામાં અટવાયેલા ઉમેદવારોને યોગ્ય સમયે મદદ કરીને શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
પિંકીબેન પોપટલાલ નાઈ કે જેઓ થરાદ, પાલનપુર થી વડોદરા શહેરની બરોડા સ્કૂલ, બગીખાના ખાતે પરીક્ષા આપવા હાજર રહેલા હતા. ઉમેદવારો માટેની સુચના અનુસાર તેમની પાસે પાસપોર્ટ સાઈઝનો ફોટો ના હોવાનું જાણવા મળતાં નવાપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા તેમને વાહનમાં તાત્કાલિક ફોટો સ્ટુડિયો લઈ જઈ ફોટો પડાવીને પિંકિબેનને સમયસર પરીક્ષા આપવામાં મદદ કરી હતી. બીજી તરફ બગીખાના વિસ્તાર નવજીવન હાઈસ્કૂલમાં ગાંધીનગર થી પરીક્ષા આપવા આવેલ શિવાજી બાબુજી રાઠોડ પોતાનું આઇ. ડી. કાર્ડ ભૂલી ગયેલા હતા.
વધુમાં તેમની પાસે સ્માર્ટફોન ન હોવાની જાણ થતાં સદાય મદદ માટે તત્પર એવી વડોદરામાં નવાપુરા પોલીસ સ્ટેશનની SHE-ટીમ દ્વારા ઉમેદવારોના ઘરે સંપર્ક કરીને વોટ્સએપ દ્વારા આઇ. ડી. કાર્ડ મેળવી તેની કલર પ્રિન્ટ કઢાવીને પરીક્ષાર્થીને સમયસર પરીક્ષા આપવામાં મદદ કરીને ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ આપીને સદાય મદદ કરવાની કાર્યશૈલી ધરાવતી નવાપુરા પોલીસ સ્ટેશનની SHE- ટીમ ફક્ત મહિલાઓ જ નહિ પરંતુ પરીક્ષામાં અટવાયેલા તમામ ઉમેદવારોની મદદ કરવાની નવી કાર્યશૈલી અપનાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.